SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૪૪૯ શ્રીનિવાસાચાર્યને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે “આપ પણ બ્રહ્મમાં ભેદભેદ માનો છો, તો તેમાં વિરોધ કેમ નથી આવતો?” તો તેમણે દઢ શ્રદ્ધાથી ઉત્તર દીધો કે અમારું માનવું યુક્તિથી એટલે કે તર્કથી નથી, બ્રહ્મના ભેદભેદનો નિર્ણય શ્રુતિથી જ થઈ જાય છે. આનો અર્થ તો એ થયો કે શ્રુતિથી જો ભેદભેદનું પ્રતિપાદન થાય છે તો તેઓ ભેદભેદને માનવા તૈયાર છે, પરંતુ જો એ જ વાત . કોઈ યુક્તિથી સિદ્ધ કરે છે તો તેમાં તેમને વિરોધની ગબ્ધ આવે છે. પદાર્થના સ્વરૂપના નિર્ણયમાં લાઘવ અને ગૌરવનો પ્રશ્ન ઉઠાવવો અનુચિત છે, જેમ કે એક બ્રહ્મને કારણ માનવામાં લાઘવ છે અને અનેક પરમાણુઓને કારણ માનવામાં ગૌરવ. વસ્તુની વ્યવસ્થા પ્રતીતિના આધારે કરવી જોઈએ. “અનેક સમાન સ્વભાવવાળા સિદ્ધોને સ્વતન્ત્ર માનવામાં ગૌરવ છે અને એક સિદ્ધ માની તેની ઉપાસના કરવામાં લાઘવ છે... આ કુતર્ક પણ આ જ પ્રકારનો છે કેમ કે વસ્તુના સ્વરૂપનો નિર્ણય સુવિધા અને અસુવિધાની દષ્ટિએ થતો નથી. વળી, જૈનમતમાં ઉપાસનાનું પ્રયોજન સિદ્ધોને ખુશ કરવાનું નથી. તે તો વીતરાગ સિદ્ધો છે. તેમનો પ્રસાદ ઉપાસનાનું સાધ્ય નથી પરંતુ પ્રારંભિક અવસ્થામાં ચિત્તમાં આત્માના શુદ્ધતમ આદર્શ રૂપનું આલંબન લઈને ઉપાસનાવિધિ શરૂ કરવામાં આવે છે જે આગળની ધ્યાનાદિ અવસ્થાઓમાં આપોઆપ છૂટી જાય છે. ભેદભેદવિચાર અનેક દષ્ટિઓથી વસ્તુસ્વરૂપનો વિચાર કરવો એ અનેકાન્તનું સામાન્ય સ્વરૂપ છે. ભગવાન મહાવીર અને બુદ્ધના સમયમાં જ નહિ પરંતુ તેના પહેલાં પણ વસ્તુસ્વરૂપને અનેક દષ્ટિઓથી વર્ણવવાની પરંપરા હતી. “વું સત્ વિપ્ર વધા વત્તિ' ઋવેદનું (૨.૩ ૨૩, ૪૬) આ વાક્ય આ અભિપ્રાયને સૂચવે છે. બુદ્ધ વિભજ્યવાદી હતા. તે પ્રશ્નોના ઉત્તર એકાંશમાં “હા” કે “ના”માં દેતા ન હતા પણ અનેકાંશિક રૂપમાં દેતા હતા. જે પ્રશ્નોને તેમણે અવ્યાકૃત કહ્યા છે તેમને १. ननु भवन्मतेऽपि एकस्मिन् धर्मिणि विरुद्धधर्मद्वयाङ्गीकारोऽस्ति, तथा सर्वं खल्विदं ब्रह्म इत्यादिषु एकत्वं प्रतिपाद्यते । प्रधानक्षेत्रज्ञपतिर्गुणेश: द्वासुपर्णा इत्यादावनेकत्वं च प्रतिपाद्यते इति चेत्, न, अस्यार्थस्य युक्तिमूलत्वाभावात्, श्रुतिभिरेव परस्पराविरोधेन यथार्थं निर्णीतत्वात् ...इत्थं जगद्ब्रह्मणोर्भेदाभेदौ स्वाभाविको કૃતિકૃતિસૂત્રસધિતી મવત: વડગ્ર વિરોધઃ ? | નિમ્બાર્કભાષ્યટીકા, ૨.૨.૩૩.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy