SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને કોલ્લાક સન્નિવેશ જેવાં અનેક ઉપનગર યા શાખા ગ્રામ હતાં. ભગવાન મહાવીરનું જન્મસ્થાન વૈશાલી મનાય છે, કેમ કે કંડગ્રામ વૈશાલીનું જ ઉપનગર હતું. તેમના પિતા સિદ્ધાર્થ કાશ્યપગોત્રીય જ્ઞાતૃક્ષત્રિય હતા અને તે તે પ્રદેશના રાજા હતા. રાણી ત્રિશલાની કુક્ષિએ ચૈત્ર શુક્લા ત્રયોદશીની રાતે કુમાર વર્ધમાનનો જન્મ થયો. વર્ધમાને પોતાના બાળપણમાં સંજય વિજયના (સંભવતઃ સંજયબેલટ્રિપુત્તના) તત્ત્વવિષયક સંશયનું સમાધાન કર્યું હતું, તેથી લોકો તેમને સન્મતિ પણ કહેતા હતા. ત્રીસ વર્ષ સુધી તે કુમાર રહ્યા. તે સમયની વિષમ પરિસ્થિતિએ તેમના ચિત્તને વાર્થમાંથી જનકલ્યાણ તરફ વાળ્યું. તે સમયની રાજનીતિનો આધાર ધર્મ બન્યો હતો. વર્ગવાર્થીઓએ ધર્મના બહાને ધર્મગ્રન્થોના હવાલા આપી આપીને પોતાના વર્ગના સંરક્ષણની ચક્કીમાં બહુસંખ્યક પ્રજાને પીસી નાખી હતી. ઈશ્વરના નામે અભિજાત વર્ગ વિશેષ પ્રભુસત્તા લઈને જ જન્મતો હતો. તેમનું જન્મજાત ઉચ્ચત્વનું અભિમાન સ્વવર્ગના સંરક્ષણ સુધી જ ફેલાયેલું ન હતું પરંતુ શુદ્ર આદિ વર્ણોના માનવોચિત અધિકારોનું અપહરણ કરી ચૂક્યું હતું. અને આ બધું થઈ રહ્યું હતું ધર્મના નામે. સ્વર્ગલાભ માટે અજમેધથી લઈને નરમધ સુધીના બલિ ધર્મવેદી પર દેવામાં આવતા હતા. જે ધર્મ પ્રાણીમાત્રના સુખશાન્તિ અને ઉદ્ધાર માટે હતો તે જ હિંસા, વિષમતા, પ્રતાડન અને નિર્દલનનું અસ્ત્ર બની ગયો હતો. કુમાર વર્ધમાનનું ચિત્ત આ હિંસા અને વિષમતાથી સતત થતા રહેતા માનવતાના ઉત્પીડનથી રાતદિવસ બેચેન રહેતું હતું. તે વ્યક્તિની નિરાકુળતા અને સમાજની શાન્તિનો સરલ માર્ગ શોધવા ઇચ્છતા હતા અને ઇચ્છતા હતા મનુષ્યમાત્રની સમભૂમિનું નિર્માણ કરવા. સર્વોદયની આ પ્રેરણાએ તેમને ત્રીસ વર્ષની ભર જુવાનીમાં રાજપાટ છોડીને યોગસાધના ભણી પ્રવૃત્ત કર્યા. જે પરિગ્રહના અર્જન, રક્ષણ, સંગ્રહ અને ભોગ માટે વર્ચસ્વાર્થીઓએ ધર્મને રાજનીતિમાં દાખલ કર્યો હતો તે પરિગ્રહની અંદરની અને બહારની બન્ને ગાંઠો છોડીને તે પરમ નિર્ચન્થ બની ગયા અને પોતાની મૌન સાધનામાં લીન થઈ ગયા. બાર વર્ષ સુધી કઠોર સાધના કર્યા પછી બેતાલીસ વર્ષની અવસ્થામાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે વીતરાગ અને સર્વજ્ઞ બન્યા. ત્રીસ વર્ષ સુધી તેમણે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું અને બોતેર વર્ષની અવસ્થામાં પાયાનગરીમાં તેમને મોક્ષલાભ થયો. સત્ય એક અને ત્રિકાલાબાધિત નિર્ઝન્ય નાથપુત્ત ભગવાન મહાવીરને કુલપરંપરાથી જો કે પાર્શ્વનાથના તત્ત્વજ્ઞાનની ધારા મળી હતી, પરંતુ તે તે તત્ત્વજ્ઞાનના માત્ર પ્રચારક ન હતા પણ
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy