SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન અને તે દયામૂર્તિએ તે જ વખતે રથમાંથી ઊતરી તે પશુઓનાં બંધનો પોતાના હાથે છોડ્યાં. તેમણે લગ્નની વેશભૂષા અને વિલાસનાં સ્વપ્નોને અસાર સમજી ભોગમાંથી યોગ ભણી પોતાના ચિત્તને વાળી લીધું અને આંતર-બાહ્ય બધી ગાંઠોને ખોલી નાખી ગ્રન્થિભેદ કરી પરમ નિગ્રંથ બની સાધનામાં લીન બન્યા. તેમનો અરિષ્ટનેમિ નામથી ઉલ્લેખ યજુર્વેદમાં આવે છે. તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથનો જન્મ બનારસમાં થયો હતો. વર્તમાન ભેલૂપુર તેમનું જન્મસ્થાન મનાય છે. તે રાજા અશ્વસેન અને મહારાણી વામાદેવીનાં નયનોના તારા હતા. જ્યારે તે આઠ વર્ષના હતા ત્યારે એક દિવસ તે પોતાના સાથીઓ સાથે ગંગાના કિનારે ફરવા જઈ રહ્યા હતા. ગંગાતટે કમઠ નામના એક તપસ્વી પંચાગ્નિ તપ કરી રહ્યા હતા. દયામૂર્તિ કુમાર પાયેં એક બળતા લાકડામાંથી અડધા બળેલા નાગ અને નાગણને બહાર કાઢી પ્રતિબોધ આપ્યો અને તે મૃતપ્રાય નાગયુગલ પર પોતાની દયામમતાની વર્ષા કરી. તે નાગયુગલ ધરણેન્દ્ર અને પદ્માવતીના રૂપમાં તેમનું ભક્ત બન્યું. કુમાર પાર્શ્વનું ચિત્ત આ પ્રકારનાં બાલતા તથા જગતની વિષમ હિંસાપૂર્ણ પરિસ્થિતિઓથી વિરક્ત થઈ ગયું, તેથી આ યુવા કુમારે લગ્નબંધનમાં બંધાવાનો વિચાર જ કર્યો નહિ અને જગતના કલ્યાણ માટે યોગસાધનાનો માર્ગ ગ્રહણ કર્યો. પાલી પિટકોમાં બુદ્ધનું જે પૂર્વજીવન મળે છે તેનાથી તેમજ તે પૂર્વજીવનમાં છ વર્ષ સુધી બુદ્ધ જે કચ્છ સાધનાઓ કરી હતી તેનાથી નિશ્ચિત થાય છે કે તે વખતે બુદ્ધ પાર્શ્વનાથની પરંપરાના તપોયોગમાં પણ દીક્ષિત થયા હતા. પાર્શ્વનાથના ચાતુર્યામ સંવરનો ઉલ્લેખ વારંવાર આવે છે. અહિંસા, સત્ય, અચૌર્ય અને અપરિગ્રહ આ ચાતુર્યામધર્મના પ્રવર્તક ભગવાન પાર્શ્વનાથ હતા એ વાત શ્વેતામ્બર આગમગ્રન્થોના ઉલ્લેખોથી પણ સ્પષ્ટ થઈ જાય છે. પાર્શ્વનાથના સમયમાં સ્ત્રીનો સમાવેશ પરિગ્રહમાં થતો હતો અને સ્ત્રીનો ત્યાગ અપરિગ્રહવ્રતમાં આવી જ જતો હતો. ભગવાન પાર્શ્વનાથે પણ અહિંસા આદિ મૂલ તત્ત્વોનો જ ઉપદેશ આપ્યો હતો. અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીર આ યુગના અન્તિમ તીર્થકર હતા ભગવાન મહાવીર. ઈસુથી લગભગ છે સો વર્ષ પહેલાં તેમનો જન્મ કુંડગ્રામમાં થયો હતો. વૈશાલીની પશ્ચિમે ગંડકી નદી છે. તેના પશ્ચિમતટ ઉપર બ્રાહ્મણ કુડપુર, ક્ષત્રિય કુડપુર, વાણિજ્યગ્રામ, કરમારગ્રામ,
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy