SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ જૈનદર્શન હેતુસાધિત કહેવાય છે અને બીજો પ્રકાર આગમતાધિત કહેવાય છે. મૂળમાં પુરુષના અનુભવ અને સાક્ષાત્કારનો આધાર હોય તો પણ એક વાર કોઈ પુરુષવિશેષમાં આuતાનો નિશ્ચય થઈ જતા તેના વાક્ય પર વિશ્વાસ રાખીને ચાલવાનો માર્ગ પણ છે. પરંતુ આ માર્ગ વચલા સમયનો છે. એનાથી પુરુષની બુદ્ધિ અને પુરુષના તત્ત્વસાક્ષાત્કારની અન્તિમ પ્રમાણતાનો અધિકાર છીનવાઈ જતો નથી. જ્યાં વક્તાની અનાખતા નિશ્ચિત છે ત્યાં તેનાં વચનોને કાં તો આપણે તર્ક અને હેતુથી સિદ્ધ કરીશું કાં તો પછી આમ વક્તાનાં વચનોને મૂળ આધાર માની તેમની સાથે સંગતિ બેસે તો જ તેમની પ્રમાણતા માનીશું. આ વિવેચનથી એટલું તો સમજાય છે કે વક્તાની આતતા અને અનામતાનો નિશ્ચય કરવાની જવાબદારી છેવટે યુક્તિ અને તર્ક ઉપર જ પડે છે. એક વાર નિશ્ચય થઈ ગયા પછી પ્રત્યેક વાક્યમાં યુક્તિ યા હેતુ ઢંઢો કે ન ઢંઢો તેથી કંઈ જ ફરક પડતો નથી. ચાલુ જીવન માટે તો આ જ માર્ગ પ્રશસ્ત બની શકે છે. ઘણીખરી એવી વાતો છે જેમનામાં યુક્તિ અને તર્ક ચાલતાં નથી, એવી વાતોને આપણે આગમપક્ષમાં નાખીને વક્તાના આતંત્વના ભરોસે ચાલવું પડે છે અને ચાલીએ પણ છીએ. પરંતુ અહીં વૈદિક પરંપરાની જેમ અન્તિમ નિર્ણય અકર્તક શબ્દોને અધીન નથી. આ જ કારણે પ્રત્યેક જૈન આચાર્ય પોતાના નૂતન ગ્રન્થના પ્રારંભમાં તે ગ્રન્થની પરંપરાને સર્વજ્ઞ સુધી લઈ જાય છે અને એ વાતનો વિશ્વાસ કરાવે છે કે તેમાં પ્રતિપાદિત તત્ત્વ કપોલકલ્પિત નથી પરંતુ પરંપરાથી સર્વશપ્રતિપાદિત જ છે. . તર્કની એક સીમા તો છે જ. પરંતુ આપણે એ જોવું છે કે અન્તિમ અધિકાર કોના હાથમાં છે ? શું મનુષ્ય કેવળ અનાદિ કાળથી ચાલી આવતી અકર્તક પરપરાઓની યન્તજાળનો મૂક અનુસરણ કરનારો એક જનું જ છે કે પછી ખુદ પોતે પણ કોઈક અવસ્થામાં નિર્માતા અને નેતા બની શકે છે ? વૈદિક પરંપરામાં આનો ઉત્તર છે “નથી બની શકતો, જ્યારે જૈન પરંપરા કહે છે કે “જે પુરુષે વીતરાગતા અને તત્ત્વજ્ઞતા પ્રાપ્ત કરી લીધી છે તેને કોઈ શાસ્ત્ર યા આગમના આધારની યા નિયત્રણની આવશ્યકતા રહેતી નથી. તે સ્વયં શાસ્ત્ર બનાવે છે, પરંપરાઓ રચે છે અને સત્યને યુગશરીરમાં પ્રકટ કરે છે. તેથી મધ્યકાલીન વ્યવસ્થા માટે આગમિક ક્ષેત્ર આવશ્યક અને ઉપયોગી હોવા છતાં પણ તેની પ્રતિષ્ઠા સાર્વકાલિક નથી તેમ જ બધા પુરુષો માટે એકસરખી નથી. ૧. વર્યનારે થતોઃ સાપ્ય તહેતુસાધિતમ્ | મારે વજીર તદવિચતિ સધિતમ મસધિતમ્ | આતમીમાંસા, શ્લોક ૭૮.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy