SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૮૩ છે. તે પોતાની સાધનાથી વીતરાગતા અને તત્ત્વજ્ઞતા પ્રાપ્ત કરીને ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થોના પણ સાક્ષાદ્રા બની જાય છે. તેમના લોકભાષામાં થતા ઉપદેશોનો સંગ્રહ અને તેમનું વિભાજન તેમના શિષ્યો ગણધરો કરે છે. આ કાર્ય દ્વાદશાંગરચનાના નામથી પ્રસિદ્ધ છે. વૈદિક પરંપરામાં જ્યાં ધર્મના કોઈ નિયમ કે ઉપનિયમમાં વિવાદ ઊભો થાય તો તેનું સમાધાન વેદના શબ્દોમાં શોધવું પડે છે, જ્યારે જૈન પરંપરામાં આવા વિવાદના સમયે કોઈ પણ વીતરાગ તત્ત્વજ્ઞનાં વચનો નિર્ણાયક બની શકે છે. અર્થાત્ પુરુષ એટલો વિકાસ કરી લે છે કે તે સ્વયં તીર્થંકર બનીને તીર્થનું (ધર્મનું) પ્રવર્તન પણ કરે છે. તેથી તેને “તીર્થ સરતીતિ તીર્થ: તીર્થકર કહે છે. તે કેવળ ધર્મશ જ નથી હોતા. આ રીતે મૂળ રૂપમાં ધર્મના કર્તા અને મોક્ષમાર્ગના નેતા જ ધર્મતીર્થના પ્રવર્તક હોય છે. આગળ ઉપર તેમનાં જ વચનો “આગમ' કહેવાય છે. આગમાં સૌપ્રથમ ગણધરો દ્વારા “અંગશ્રુત'ના રૂપમાં ગ્રથિત થાય છે. તેમના શિષ્ય-પ્રશિષ્યો તથા અન્ય આચાર્યો તે જ આગમગ્રન્થોનો આધાર લઈને જે નવીન ગ્રન્થોની રચના કરે છે તે “અંગબાહ્ય” સાહિત્ય કહેવાય છે. બન્નેની પ્રમાણતાનો મૂળ આધાર પુરુષનું નિર્મળ જ્ઞાન જ છે. જો કે આજ એવા નિર્મળ જ્ઞાની સાધક હોતા નથી, તેમ છતાં પણ જ્યારે તેઓ થયા હતા ત્યારે તેમણે સર્વજ્ઞપ્રણીત આગમનો આધાર લઈને જ ધર્મગ્રન્થો રચ્યા હતા. આજે આપણી સામે બે જ્ઞાનક્ષેત્રો સ્પષ્ટ ખુલ્લાં થયાં છે. એક તો તે જ્ઞાનક્ષેત્ર જેમાં આપણાં પ્રત્યક્ષ, યુક્તિ તથા તર્ક ચાલી શકે છે અને બીજું ક્ષેત્ર તે છે જેમા તર્ક આદિની ગુંજાશ નથી, અર્થાત્ એક હેતુવાદ પક્ષ અને બીજો આગમવાદ પક્ષ. આ સંબંધમાં જૈન આચાર્યોએ પોતાની નીતિ બહુ વિચાર કર્યા પછી સ્થિર કરી છે, તે એ કે હેતુવાદ પક્ષમાં હેતુથી અને આગમવાદ પક્ષમાં આગમથી વ્યવસ્થા કરનારો સ્વસમયનો પ્રજ્ઞાપક હોય છે અને અન્ય સિદ્ધાન્તનો વિરોધક હોય છે. આ વસ્તુ આચાર્ય સિદ્ધસેનની નીચે આપેલી ગાથાથી સ્પષ્ટ થાય છે – जो हेउवाउपक्खम्मि हेउओ आगमम्मि आगमओ । સો સમયowવો સિદ્ધવિરોદ મળો સન્મતિતર્ક, ૩.૪૫. આચાર્ય સમન્તભઢે આ સંબંધમાં નિમ્નલિખિત વિચારો પ્રકટ કર્યા છે – જ્યાં વક્તા અનામ, અવિશ્વસનીય, અતત્ત્વજ્ઞ અને કષાયલુષિત હોય ત્યાં હેતુથી જ તત્ત્વની સિદ્ધિ કરવી જોઈએ અને જ્યાં વક્તો આખ, સર્વજ્ઞ અને વીતરાગ હોય • ત્યાં તેનાં વચનો પર વિશ્વાસ કરીને પણ તત્ત્વસિદ્ધિ કરી શકાય છે. પહેલો પ્રકાર
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy