SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ જૈનદર્શન ૧ ૐ પણ કંઈક મૃદુતામાં પરિણત થઈ જાય છે. યશોવિજયજીની વાદદ્વાત્રિંશિકા સિવાય જૈન પરંપરાના કોઈ પણ તર્કગ્રન્થે છલ આદિના પ્રયોગના આપવાદિક ઔચિત્યને સ્વીકાર્યું નથી અને આ અસદ્ ઉપાયોના સર્વથા ત્યાગનું જ વિધાન કરવામાં આવ્યું છે. અકલંકદેવે આ સત્ય અને અહિંસાની દૃષ્ટિએ જ છલ આદિરૂપ અસત્ ઉત્તરોના પ્રયોગને સર્વથા અન્યાય્ય અને પરિવર્જનીય માનેલ છે. તેથી તેમની દૃષ્ટિએ વાદ અને જલ્પમાં કોઈ જ ભેદ રહેતો નથી. એટલે જ તે સંક્ષેપમાં સમર્થ વચનને વાદ કહીને પણ ક્યાંક વાદના સ્થાને જલ્પ શબ્દનો પણ પ્રયોગ કરી દે છે. તેમણે દર્શાવ્યું છે કે મધ્યસ્થો સમક્ષ વાદી અને પ્રતિવાદીના સ્વપક્ષસાધન અને પરપક્ષદૂષણરૂપ વચનને વાદ કહે છે. વિતંડા વાદાભાસ છે જેમાં વાદી પોતાના પક્ષની સ્થાપના કરતો નથી પણ કેવળ ખંડન જ ખંડન કરે છે. તેથી વિતંડા સર્વથા ત્યાજ્ય છે. ન્યાયદીપિકામાં (પૃ. ૭૯) તત્ત્વનિર્ણય યા તત્ત્વજ્ઞાનના વિશુદ્ધ પ્રયોજનના કારણે જય-પરાજયની ભાવનાથી રહિત ગુરુ-શિષ્ય યા વીતરાગી વિદ્વાનોમાં તત્ત્વનિર્ણય સુધી ચાલનારા વચનવ્યવહારને વીતરાગકથા કહી છે, અને વાદી અને પ્રતિવાદીમાં સ્વમતસ્થાપન માટે જય-પરાજય પર્યન્ત ચાલનારા વચનવ્યવહારને વિજિગીષુકથા કહેલ છે. વીતરાગકથા સભાપતિ અને સભ્યોના અભાવમાં પણ ચાલી શકે છે, જ્યારે વિજિગીષુકથામાં વાદી અને પ્રતિવાદીની સાથે સભ્ય અને સભાપતિનું હોવું પણ આવશ્યક છે. સભાપતિ વિના જય અને પરાજયનો નિર્ણય કોણ આપે ? અને ઉભયપક્ષવેદી સભ્યો વિના સ્વમતોન્મત્ત વાદી-પ્રતિવાદીને સભાપતિના અનુશાસનમાં રાખવાનું કામ કોણ કરશે ? તેથી વાદ ચતુરંગ હોય છે. જય-પરાજયવ્યવસ્થા નૈયાયિકોએ જ્યારે જલ્પ અને વિતંડામાં છલ, જાતિ અને નિગ્રહસ્થાનનો પ્રયોગ સ્વીકારી લીધો ત્યારે તેમના આધારે જય-પરાજયની વ્યવસ્થા ઊભી ૧. જુઓ સિદ્ધિવિનિશ્ચયગત જલ્પસિદ્ધિ (પાંચમો પરિચ્છેદ). ૨. સમર્થવનનું વાવઃ । પ્રમાણસંગ્રહ, શ્લોક ૫૧. 3. समर्थवचनं जल्पं चतुरङ्गं विदुर्बुधाः । પક્ષનિર્ણયપર્યાં હતાં માર્ગપ્રમાવના ।। સિદ્ધિવિનિશ્ચયટીકા (લિખિત), પરિચ્છેદ ૫. ૪. તવામાક્ષો વિત...ાવિમ્યુવેતાવ્યવસ્થિતેઃ । ન્યાયવિનિશ્ચય, ૨.૩૮૪. ५. यथोक्तोपपन्नः छलजातिनिग्रहस्थानसाधनोपालम्भो जल्पः । स प्रतिपक्षस्थापनाहीनो વિતણ્ડા | ન્યાયસૂત્ર, ૧.૨.૨-૩.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy