SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૭૩ બૌદ્ધ પરંપરાના પ્રાચીન ઉપાયહૃદય અને તર્કશાસ્ત્ર જેવા ગ્રન્થોમાં છલ આદિના પ્રયોગનું સમર્થન દેખાય છે, પરંતુ આચાર્ય ધર્મકીર્તિએ તેને સત્ય અને અહિંસાની દષ્ટિએ ઉચિત ન સમજીને પોતાના વાદન્યાય ગ્રન્થમાં તેમના પ્રયોગને સર્વથા અમાન્ય અને અન્યાધ્ય કરાવ્યો છે. તેનું કારણ એ છે કે બૌદ્ધ પરંપરામાં ધર્મરક્ષાની સાથે સંઘરક્ષાનું પણ પ્રમુખ સ્થાન છે. બૌદ્ધોના ત્રિશરણમાં બુદ્ધ અને ધર્મના શરણે જવાની સાથે સાથે જ સંઘના શરણે પણ જવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. પરંતુ જૈન પરંપરામાં સંઘશરણનું કોઈ સ્થાન નથી. જૈનોના ચતુઃ શરણમાં અર્પત્ત, સિદ્ધ, સાધુ અને ધર્મના શરણને પામવાનું કહેવામાં આવ્યું છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સંઘરક્ષા અને સંઘપ્રભાવનાના ઉદ્દેશ્યથી પણ છલ આદિ અસત ઉપાયોનું અવલંબન લેવું જે પ્રાચીન બૌદ્ધ તર્કગ્રન્થોમાં ઘૂસી ગયું હતું તેમાં સત્ય અને અહિંસાની ધર્મદષ્ટિ કંઈક ગૌણ તો અવશ્ય થઈ ગઈ હતી. ધર્મકીર્તિ આ અસંગતિને સમજ્યા અને તેમણે કોઈ પણ પરિસ્થિતિમાં છલ, જાતિ આદિ અસત્ ઉપાયોના પ્રયોગને વર્જનીય જ કહ્યો છે. સાધ્યની જેમ સાધનોની પણ પવિત્રતા જૈન તાર્કિકો પહેલેથી જ સત્ય અને અહિંસા રૂપ ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરવા સદા તૈયાર રહ્યા છે. તેમની સંયમ અને ત્યાગની પરંપરા અધ્યની જેમ સાધનની પવિત્રતા ઉપર પણ પહેલેથી જ ભાર દેતી આવી છે. આ જ કારણે જૈનદર્શનના પ્રાચીન ગ્રન્થોમાં ક્યાંય પણ કોઈ પણ રૂપે છલ આદિના પ્રયોગનું આપવાદિક સમર્થન પણ દેખાતું નથી. આમાં એક અપવાદ છે શ્વેતામ્બર પરંપરાના અઢારમી સદીના ઉપાધ્યાય યશોવિજયજી. તેમણે વાદદ્વાત્રિશિકામાં પ્રાચીન બૌદ્ધ તાર્કિકોની જેમ શાસનપ્રભાવનાના મોહમાં પડીને અમુક દેશાદિમાં છલ આદિના આપવાદિક પ્રયોગને ઉચિત માની લીધો છે. યશોવિજયજી બૌદ્ધોની જેમ લોકસંગ્રહ અર્થાત્ લોકહિત તરફ ઝૂકી ગયા. લોકસંગ્રહ માટે રાજસંપર્ક, વાદ અને મતપ્રભાવના આદિ કરવું આવશ્યક છે, તેથી વ્યક્તિગત ચારિત્રની કઠોરતા १. बुद्धं सरणं गच्छामि, धम्मं सरणं गच्छामि, संघं सरणं गच्छामि । २. चतारि सरणं पव्वजामि, अरिहंते सरणं पव्वज्जामि, सिद्धे सरणं पव्वजामि, સાહૂ સરળ પધ્વજ્ઞામિ, વસિષત્ત થનું સરળ પધ્વજ્ઞાન | ચત્તારિ દંડક. 3. अयमेव विधेयस्तत्तत्त्वज्ञेन तपस्विना । રેશાપેક્ષયાચો વિજ્ઞાય પુસ્તવમ્ II દ્વાત્રિશત્ દ્વાર્નાિશિકા, ૮.૬.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy