SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૦૯ સર્વદર્શનસંગ્રહમાં સાંખ્યના નામે ઉલ્લેખાયો છે તથા અપ્રામાણ્ય સ્વતઃ પણ પ્રામાણ્ય પરતઃ માનવાનો પક્ષ બૌદ્ધોના નામે ઉલ્લેખાયો છે, પરંતુ તેમના મૂળ ગ્રન્થોમાં આ પક્ષોનો ઉલ્લેખ મળતો નથી. નિયાયિકો પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્નેને પરત માને છે - સંવાદથી પ્રામાણ્ય અને બાધક પ્રત્યયથી અપ્રામાણ્ય. જૈનો જે વક્તાના ગુણોનો પ્રત્યય હોય તેના વચનોને તત્કાલ સ્વતઃ ભલે કહી પણ દે, પરંતુ શબ્દમાં પ્રમાણતા ગુણોથી જ આવે છે એ સિદ્ધાંત નિરપવાદ છે. અન્ય પ્રમાણમાં અભ્યાસ અને અનભ્યાસના આધારે પ્રામાણ્ય અને અપ્રામાણ્યના સ્વતઃ અને પરતનો નિશ્ચય થાય છે. મીમાંસકો જો કે પ્રમાણતાની ઉત્પત્તિ કારણોથી માને છે પરંતુ તેમના કહેવાનો આશય એ છે કે જે કારણોથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમનાથી અતિરિક્ત કોઈ અન્ય કારણની પ્રમાણિતાની ઉત્પત્તિમાં અપેક્ષા હોતી નથી. જૈનોનું કહેવું છે કે ઇન્દ્રિય આદિ કારણ કાં તો ગુણવાળાં હોય છે કાં તો દોષવાળાં, કેમ કે કોઈ પણ સામાન્ય પોતાના વિશેષોમાં જ પ્રાપ્ત થઈ શકે છે. કારણસામાન્ય પણ કાં તો ગુણવાન કારણોમાં મળે કાં તો દોષવાના કારણોમાં મળે. તેથી જો દોષવાન કારણોથી ઉત્પન્ન હોવાના કારણે અપ્રામાણ્ય પરત મનાતું હોય તો ગુણવાન કારણોથી ઉત્પન્ન હોવાના કારણે પ્રામાણ્યને પણ પરતઃ જ માનવું જોઈએ. અર્થાત્ ઉત્પત્તિ, અપ્રામાણ્યની હોય કે પ્રામાણ્યની, હર હાલતમાં તે પરતઃ જ હોવાની. જે કારણોથી પ્રમાણ યા અપ્રમાણ પેદા થશે તે જ કારણોથી તેમની પ્રમાણતા યા અપ્રમાણતા પણ ઉત્પન્ન થઈ જશે જ. પ્રમાણ અને પ્રમાણતાની ઉત્પત્તિમાં સમયભેદ નથી. જ્ઞપ્તિ અને પ્રવૃત્તિના સંબંધમાં કહી જ દીધું છે કે તેઓ અભ્યાસદશામાં સ્વતઃ અને અનભ્યાસદશામાં પરત થાય છે. વેદને સ્વતઃ પ્રામાણ્ય માનવાના સિદ્ધાન્ત મીમાંસકોને શબ્દમાત્રને નિત્ય માનવાને પ્રેર્યા છે કેમ કે જો શબ્દને અનિત્ય માનવામાં આવે તો શબ્દાત્મક વેદને પણ ક્યારેક ને ક્યારેક તો કોઈ વક્તાના મુખથી ઉત્પન્ન થયેલો માનવો પડે, જે માન્યતા વેદની સ્વતઃ પ્રમાણતાની વિઘાતક સિદ્ધ થઈ શકે છે. વક્તાના મુખથી એકાન્તપણે જન્મ લેનાર સાર્થક ભાષાત્મક શબ્દોને પણ નિત્ય અને અપૌરુષેય કહેવા એ તો યુક્તિ અને અનુભવ બન્નેથી વિરુદ્ધ છે. પરંપરા અને સંતતિની દૃષ્ટિએ ૧. પ્રમાણત્વપ્રમાત્વેિ સ્વત: સાંયા: સમાષ્ટિતા: I સર્વદર્શનસંગ્રહ, પૃ. ૨૭૯. ૨. સૌપતાશરમં સ્વત: I સર્વદર્શનસંગ્રહ, પૃ. ૨૭૯. ૩. યમરિ પરત: રુચેષ વ પક્ષ: શ્રેયાનું | ન્યાયમંજરી, પૃ. ૧૭૪.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy