SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જૈનદર્શન વચનોમાં પ્રમાણતા આવે છે અને દોષોથી અપ્રમાણતા આ સર્વમાન્ય સિદ્ધાન્તનો સ્વીકાર કરીને પણ મીમાંસકોએ વેદને દોષોથી મુક્ત અર્થાત નિર્દોષ કહેવાની એક નવી જ યુક્તિ શોધી કાઢી. તેમણે કહ્યું કે શબ્દના દોષો વક્તાને અધીન હોય છે અને તેમનો અભાવ જો કે સામાન્યપણે તો વક્તાના ગુણોથી જ થાય છે પરંતુ જો વક્તા જ માનવામાં ન આવે તો નિરાશ્રય દોષોની સંભાવના શબ્દોમાં રહેતી નથી. આ રીતે જ્યારે વક્તાનો અભાવ માનીને શબ્દમાંથી દોષોની નિવૃત્તિ કરી નાખવામાં આવી અને તેમને સ્વતઃ પ્રમાણ માની લીધા ત્યારે આ પદ્ધતિને અન્ય પ્રમાણમાં પણ લાગુ કરવી પડી અને ત્યાં સુધી કલ્પના કરવી પડી કે ગુણ પોતે સ્વતંત્ર વસ્તુ જ નથી પણ કેવળ દોષાભારૂપ છે. તેથી અપ્રમાણતા તો દોષોથી આવે છે પરંતુ પ્રમાણતા દોષોનો અભાવ હોવાથી સ્વતઃ આવી જાય છે. જ્ઞાનને ઉત્પન્ન કરનારા જે પણ કારણ છે તેમનાથી પ્રમાણતા તો ઉત્પન્ન થઈ જાય છે પરંતુ અપ્રમાણતામાં તે કારણો ઉપરાંત દોષ પણ અપેક્ષિત છે. અર્થાત નિર્મલતા ચક્ષુ આદિનું સ્વરૂપ છે, સ્વરૂપથી અતિરિક્ત કોઈ ગુણ નથી. જ્યાં અતિરિક્ત દોષ મળી જાય છે ત્યાં અપ્રમાણતા દોષકૃત લેવાથી પરત છે અને જ્યાં દોષની સંભાવના નથી ત્યાં પ્રમાણતા સ્વતઃ જ આવે છે. શબ્દમાં પણ આ રીતે સ્વતઃ પ્રામાણ્ય સ્વીકારીને જ્યાં વક્તામાં દોષ હોય છે ત્યાં અપ્રમાણતા દોષપ્રયુક્ત હોવાથી પરત મનાય છે. મીમાંસકો ઈશ્વરવાદી નથી, તેથી વેદની પ્રમાણતા ઈશ્વરમૂલક તો તેઓ માની શકતા નથી. તેથી તેમની સમક્ષ એક જ માર્ગ બચે છે અને તે છે વેદને સ્વતઃ પ્રમાણ માનવાનો. તૈયાયિક આદિ વેદની પ્રમાણતા વેદના ઈશ્વરકર્તુત્વના આધારે માનતા હોવાથી પરત જ માને છે. આચાર્ય શાન્તરક્ષિતે બૌદ્ધોનો પક્ષ અનિયમવાદના રૂપમાં રજૂ કર્યો છે. તે કહે છે, “પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્ને સ્વતઃ, બન્ને પરત , પ્રામાણ્ય સ્વતઃ પણ અપ્રામાણ્ય પરતઃ, અને અપ્રામાણ્ય સ્વતઃ પણ પ્રામાણ્ય પરતઃ આ ચાર નિયમપક્ષોથી અતિરિક્ત પાચમો અનિયમપક્ષ પણ છે જે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્નેને અવસ્થાવિશેષમાં સ્વતઃ અને અવસ્થાવિશેષમાં પરતઃ માને છે. આ પાંચમો પક્ષ જ બૌદ્ધોને ઇષ્ટ છે.”* પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્નેને સ્વતઃ માનવાનો પક્ષ ૧. પ્રમાયા: પતન્ત્રવત્ ! ન્યાયકુસુમાંજલિ, ૨.૧. २. न हि बौद्धैरेषां चतुर्णामेकतमोऽपि पक्षोऽभीष्टः, अनियमपक्षस्येष्टत्वात् । तथाहि उभयमप्येतत् किञ्चित् स्वत: किञ्चित् परत इति पूर्वमुपवर्णितम् । अत एव પક્ષવતુષ્ટયોપચીસોડયુ: | પશ્ચમચ મનિયમ સંમવાતા તત્ત્વસંગ્રહપંજિકા, કારિકા ૩૧૨૩.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy