SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જૈનદર્શન આપ્તમીમાંસાની ટીકા અષ્ટશતીમાં, લઘીયસયસ્વવૃત્તિમાં અને સિદ્ધિવિનિશ્ચયમાં દઢ વિશ્વાસ સાથે ઉપસ્થિત કરે છે. તદાકારતા પ્રમાણ નથી બૌદ્ધ પરંપરામાં જ્ઞાનને સ્વસવેદી ગયું તો છે પરંતુ પ્રમાના કરણ રૂપે સારૂખ, તદાકારતા યા યોગ્યતાનો નિર્દેશ મળે છે. જ્ઞાનગત યોગ્યતા યા જ્ઞાનગત સારૂપ્ય છેવટે તો જ્ઞાનસ્વરૂપ જ છે, એટલે પરિણામમાં કોઈ વિશેષ અંતર ન હોવા છતાં પણ જ્ઞાનનું પદાર્થાકાર હોવું એ એક કોયડો છે, અમૂર્તિક જ્ઞાન મૂર્તિક પદાર્થોના આકારવાળું કેવી રીતે બને ? આ પ્રશ્નનું પુષ્ટ સમાધાન તો મળતું નથી. જ્ઞાન શેયાકાર હોવાનો એટલો જ અર્થ હોઈ શકે છે કે તે તે શેયને જાણવા માટે પોતાનો વ્યાપાર કરી રહ્યું છે. ઉપરાંત કોઈ પણ જ્ઞાનની તે અવસ્થા જેમાં શેયનો પ્રતિભાસ થઈ રહ્યો છે પ્રમાણ જ છે એ નિશ્ચિતપણે કહી શકાતું નથી. છીપમાં રજતનો પ્રતિભાસ કરનારું જ્ઞાન જો કે ઉપયોગની દૃષ્ટિએ પદાર્થાકાર બની રહ્યું છે પરંતુ પ્રતિભાસ અનુસાર બાલાર્થની પ્રાપ્તિ થતી ન હોવાના કારણે તેને પ્રમાણની કોટિમાં નથી મૂકી શકાતું. સંશય આદિ જ્ઞાનો પણ છેવટે પદાર્થાકાર તો હોય છે જ. આમ જૈનાચાર્યોએ બાંધેલા પ્રમાણના વિભિન્ન લક્ષણો ઉપરથી એ ફલિત થાય છે કે જ્ઞાન સ્વવેદી તો હોવું જ જોઈએ. તે ગૃહીતગ્રાહી હોય કે અપૂર્વાર્થગ્રાહી, પરંતુ તે અવિસવાદી હોય તો પ્રમાણ છે, તેની પ્રમાણતા અવિસંવાદિતા ઉપર નિર્ભર છે. ઉત્તરકાલીન જૈન આચાર્યોએ પ્રમાણનું અસાધારણ લક્ષણ કરતી વખતે કેવળ “સમ્યજ્ઞાન' અને “સમ્યગર્ભનિર્ણય' આ જ પદ પસંદ કર્યું છે. પ્રમાણના અન્ય १. येनाकारेण तत्त्वपरिच्छेदः तदपेक्षया प्रामाण्यमिति । तेन प्रत्यक्षतदाभासयोरपि प्रायश: संकीर्णप्रामाण्येतरस्थितिरुनेतव्या । प्रसिद्धानुपहतेन्द्रियदृष्टेरपि चन्द्रार्कादिषु देशप्रत्यासत्त्याद्यभूताकारावभासनात् । तथोपहताक्षादेरपि संख्यादिविसंवादेऽपि चन्द्रादिस्वभावतत्त्वोपलम्भात् । तत्प्रकर्षापेक्षया व्यपदेशव्यवस्था गन्धद्रव्यादिवत् । અષ્ટશતી, અષ્ટસહસ્ત્રી, પૃ. ૨૭૭. तिमिराद्युपप्लवज्ञानं चन्द्रादावविसंवादकं प्रमाणं यथा तत्संख्यादौ विसंवादकत्वादप्रमाणं પ્રમાણેતર વ્યવસ્થાથાdલંત્વાન્ ! લઘીયલ્સયસ્વવૃત્તિ, શ્લોક ૨૨. ૩. યથા યત્રાવિસંવાદિતથા તત્ર પ્રમાણતા સિદ્ધિવિનિશ્ચય, ૧.૨૦. ४. स्वसंवित्ति: फलं चात्र तद्रूपादर्थनिश्चयः । વિવાર વીચ પ્રમામાં તેને પીયતે | પ્રમાણસમુચ્ચય, પૃ. ૨૪. પ્રમાણે તુ સારૂપ્ય યોગ્યતા વા | તત્ત્વસંગ્રહ, શ્લોક, ૧૩૪૪. ૫. સાર્થનિય: પ્રમાણમ્ I પ્રમાણમીમાંસા, ૧.૧.૨ સમ્યજ્ઞાનું પ્રમાણમ્ | ન્યાયદીપિકા, પૃ.૩.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy