SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સાત તત્ત્વોનું નિરૂપણ ૧૭૯ એટલું જ આવશ્યક છે જેટલું પર પદાર્થોથી સ્વનો અર્થાત્ આત્માનો વિવેક પ્રાપ્ત કરવા માટે પર પુલનું જ્ઞાન. આ બન્નેના વાસ્તવિક જ્ઞાન વિના સમ્યગ્દર્શનની તે અમર જ્યોતિ સળગી શકતી નથી કે જેના પ્રકાશમાં માનવતા મલકે છે અને સર્વાત્મસમતાનો ઉદય થાય છે. આ આત્મસમાનાધિકારનું જ્ઞાન અને તેને જીવનમાં ઉતારવાની દઢ નિષ્ઠા જ સર્વોદયની ભૂમિકા બની શકે છે. તેથી વૈયક્તિક દુઃખની નિવૃત્તિ માટે તથા જગતમાં શાન્તિ સ્થાપવા માટે જે વ્યક્તિઓથી આ જગત બન્યું છે તે વ્યક્તિઓના સ્વરૂપ અને અધિકારની સીમાને આપણે સમજવી જ જોઈશે. આપણે તેની તરફ આખો મીંચી તાત્કાલિક કરુણા યા દયાનાં આંસુ વહાવી પણ લઈએ પરંતુ એનો સ્થાયી ઈલાજ નહિ કરી શકીએ. તેથી ભગવાન મહાવીરે બન્ધનમુક્તિ માટે “જે બંધાયેલો છે અને જેનાથી બંધાયેલો છે' એ બન્ને તત્ત્વોના પરિજ્ઞાનને આવશ્યક ગણાવ્યું છે. તેના વિના બન્ધપરંપરાનો સમૂલોછેદ કરવાનો સંકલ્પ જ થઈ શકે નહિ અને ચારિત્ર પ્રતિ ઉત્સાહ પણ થઈ શકે નહિ. ચારિત્ર માટેની પ્રેરણા તો વિચારોમાંથી જ મળે છે. - (૨) અજીવતત્ત્વ અજીવતત્ત્વ પણ જ્ઞાતવ્ય છે જેમ આત્મતત્ત્વનું જ્ઞાન આવશ્યક છે તેમ જે અજીવોના સંબંધથી આત્મા વિકૃત બને છે, તેનામાં વિભાવપરિણતિ થાય છે તે અજીવતત્ત્વના જ્ઞાનની પણ આવશ્યકતા છે. જ્યાં સુધી આપણે અજીવતત્ત્વને નહિ જાણીએ ત્યાં સુધી “કયા બેનો બન્ધ થયો છે' એ મૂળ વાત જ અજ્ઞાત રહી જાય છે. અજીવતત્ત્વમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાલનું ભલે સામાન્યજ્ઞાન હો કેમ કે તેમનાથી આત્માનું કંઈ ભલુંબૂરું થતું નથી, પરંતુ પુદ્ગલદ્રવ્યનું કંઈક વિશેષજ્ઞાન અપેક્ષિત છે. શરીર, મન, ઇન્દ્રિયો, શ્વાસોચ્છવાસ અને વચન આદિ બધું પુદ્ગલનું જ છે. તેમનામાંથી શરીર તો ચેતનના સંસર્ગથી ચેતનાયમાન થઈ રહ્યું છે. જગતમાં રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શવાળા સઘળા પદાર્થો પૌગલિક છે. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ બધાં પૌદ્ગલિક છે. તેમનામાંથી કોઈમાં કોઈ ગુણ પ્રકટ રહે છે અને કોઈમાં અનુભૂત. જો કે અગ્નિમાં રસ, વાયુમાં રૂપ અને જલમાં ગ અનુભૂત છે તેમ છતાં પણ તે બધા એક પુદ્ગલજાતીય જ પદાર્થો છે. શબ્દ, પ્રકાશ, છાયા, અન્ધકાર, ઠંડી, ગરમી આ બધી પુદ્ગલસ્કન્ધોની અવસ્થાઓ છે. મુમુક્ષુ માટે શરીરની
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy