SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ જૈનદર્શન આત્માઓ પણ એ જ ઇચ્છે છે. આ જ આપણો આત્મા અનાદિ કાળથી સૂક્ષ્મ નિગોદ, વૃક્ષ, વનસ્પતિ, કીડા, મકોડા, પશુ, પક્ષી આદિ અનેક શરીરો ધારણ કરતો રહ્યો છે અને ન જાણે તેને કયાં કયાં શરીરો હજુ પણ આગળ ઉપર ધારણ કરવાં પડશે. મનુષ્યોમાં જેમને આપણે નીચ, અછૂત આદિ કહીને તિરસ્કારીએ છીએ અને આપણી સ્વાર્થપૂર્ણ સામાજિક, રાજનૈતિક અને આર્થિક વ્યવસ્થાઓ અને બન્ધનોથી તે સમાનાધિકારી મનુષ્યોના અધિકારોનું નિર્દેલન કરીને તેમના વિકાસને રોકીએ છીએ, તે નીચ અને અછૂતોમાં પણ આપણે કેટલીય વાર ઉત્પન્ન થયા હોઈશું. આજ મનમાં બીજાઓ પ્રત્યે તે જ કુત્સિત ભાવોને જાગ્રત કરીને આપણે તે પરિસ્થિતિનું નિર્માણ અવશ્ય જ કરી રહ્યા છીએ જેના કારણે આપણી તેમનામાં ઉત્પન્ન થવાની જ અધિક સંભાવના છે. તે સૂક્ષ્મ નિગોદથી લઈને મનુષ્યો સુધીના આપણા સીધા સંપર્કમાં આવનાર પ્રાણીઓના મૂળભૂત સ્વરૂપ અને અધિકારને સમજ્યા વિના આપણને તેમના ઉપર કરુણા, દયા, આદિ ભાવો જ જાગે નહિ અને ન તો આપણે સમાનાધિકારમૂલક પરમ અહિંસાના ભાવને પણ આપણામાં જગાડી શકીએ. ચિત્તમાં જ્યારે તે સમસ્ત પ્રાણીઓ પ્રત્યે આત્મૌપજ્યની પુણ્ય ભાવના ઉભરાય છે ત્યારે આપણો પ્રત્યેક ઉદ્ઘાસ તેમની મંગલકામનાથી ભરેલો નીકળે છે અને આ પવિત્ર ધર્મને ન સમજનારા સંઘર્ષશીલ હિંસકોના શોષણ અને નિર્દલનથી પીસાતી આત્મતાનો ઉદ્ધાર કરવાની તાલાવેલી ઉત્પન્ન થઈ શકે છે. આ તત્ત્વજ્ઞાનની સુવાસથી જ આપણી પરિણતિ પર પદાર્થોના સંગ્રહ અને પરિગ્રહની દુષ્યવૃત્તિથી પાછી ફરીને લોકલ્યાણ અને જીવસેવા તરફ વળી જાય છે. તેથી અહિંસાની, સર્વભૂતમૈત્રીની ઉત્કૃષ્ટ સાધના માટે સર્વભૂતોના સ્વરૂપ અને અધિકારનું જ્ઞાન પહેલાં હોવું જ જોઈએ. કેવળ જ્ઞાન જ નહિ, પરંતુ તેના પ્રતિ દઢ નિષ્ઠા પણ જોઈએ. આ સર્વાત્મસમત્વની મૂલજ્યોતિ મહાવીર બનનાર ક્ષત્રિય રાજકુમાર વર્ધમાનના મનમાં પ્રકટી હતી અને એટલે જ તો તે રાજવિભૂતિને બન્ધન ગણીને બહારની અને અંદરની બધી ગાઠો ખોલીને પરમ નિર્ગસ્થ બન્યા અને જગતમાં માનવતાને વર્ણભેદની ચક્કીમાં પીસનાર તથાકથિત ઉચ્ચાભિમાનીઓને ઢંઢોળીને એક વાર થોભીને વિચારવા માટેનું શીતળ વાતાવરણ ઊભું કરી શક્યા. તેમણે પોતાના ત્યાગ અને તપસ્યાના સાધક જીવન દ્વારા મહત્તાનો માપદંડ જ બદલી નાખ્યો અને તે સમસ્ત ત્રાસિત, શોષિત, અભિદ્રાવિત અને પીડિત મનુષ્યતનધારીઓને આત્મવત સમજીને ધર્મના ક્ષેત્રમાં સમાનપણે અવસર યા તક દેનાર સમવસરણની રચના કરી. તાત્પર્ય એ કે અહિંસાની વિવિધ પ્રકારની સાધનાઓ માટે આત્માના સ્વરૂપની અને તેના મૂલ અધિકારની મર્યાદાનું જ્ઞાન
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy