SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સાત તત્ત્વોનું નિરૂપણ ૧૬૧ જ ઉપયુક્ત ઉદાહરણ મિલિન્દપ્રશ્નમાં આપવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે – કોઈ વ્યક્તિને વિષપાયેલું તીર વાગ્યું હોય અને જ્યારે સગાસંબંધીઓ તેતરને કાઢી નાખવા માટે વિષવૈદ્યને બોલાવેત્યારે તે વ્યક્તિએ મીમાંસા કરવી કે “આતીર કેવાલોઢાનું બનેલું છે? કોણે બનાવ્યું છે? ક્યારે બનાવ્યું છે? તે ક્યાં સુધી ટકશે? આવિષવૈદ્ય કયા ગોત્રના છે?” જેમ નિરર્થક છે તેમ આત્માની નિત્યતા અને પરલોક આદિનો વિચાર નિરર્થક છે, તે ન તો બોધિના માટે ઉપયોગી છે કે ન તો નિર્વાણના માટે ઉપયોગી છે. આ આર્યસત્યોનું વર્ણન આ પ્રમાણે છે. (૧) દુઃખ સત્ય - જન્મ પણ દુઃખ છે, જરા પણ દુઃખ છે, મરણ પણ દુઃખ છે, શોક, પરિદેવન, વિકલતા, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, પ્રાપ્તિ આદિ બધું જ દુઃખ છે. સંક્ષેપમાં, પાંચે ઉપાદાન સ્કન્ધો દુઃખરૂપ જ છે. (૨) સમુદાય સત્ય - કામની તૃષ્ણા, ભવની તૃષ્ણા અને વિભાવની તૃષ્ણા દુઃખને ઉત્પન્ન કરતી હોવાના કારણે સમુદાય કહેવાય છે. જેટલા ઇન્દ્રિયોના પ્રિય વિષયો છે, ઈષ્ટ રૂપ આદિ છે, તેમનો વિયોગ ન થાઓ, તેઓ સદા ટકી રહે, આ રીતે તેમના ' સંયોગ માટે ચિત્તની અભિનદિની વૃત્તિને તૃષ્ણા કહે છે. આ તૃષ્ણા જ સમસ્ત દુઃખોનું કારણ છે. (૩) નિરોધ સત્ય- તૃષ્ણાના અત્યન્ત નિરોધ યા વિનાશને નિરોધ આર્યસત્ય કહે છે. (૪) માર્ગ સત્ય – દુઃખનિરોધનો માર્ગ છે – અર્થગિક માર્ગ. સમ્યગ્દષ્ટિ, સમ્યફ્સલ્પ, સમ્યગ્વચન, સમ્યક્કર્મ, સમ્યફ આજીવ, સમ્યફ પ્રયત્ન, સમ્યફ સ્મૃતિ અને સમ્યફ સમાધિ. નૈરાગ્યભાવના જ મુખ્યપણે માર્ગ છે. બુદ્ધ આત્મદષ્ટિ યા સત્ત્વદષ્ટિને જ મિથ્યાદર્શન કહેલ છે. તેમનું કહેવું છે કે એક આત્માને સ્થાયી થયા શાશ્વત સમજીને જ વ્યક્તિ સ્નેહવશ તેના સુખમાં તૃષ્ણા કરે છે. તૃષ્ણાના કારણે તેને દોષ દેખાતા નથી અને ગુણદર્શન કરીને પુનઃ તૃષ્ણાવશ સુખસાધનોમાં મમત્વ કરે છે, તેમને ગ્રહણ કરે છે. તાત્પર્ય એ કે જ્યાં સુધી આત્માભિનિવેશ છે ત્યાં સુધી તે સંસારમાં ભટકે છે અને દુઃખ પામે છે. આ એક આત્માને માનવાથી તે પોતાને સ્વ અને અન્યને પર સમજે છે. સ્વ-પર વિભાગથી પરિગ્રહ (રાગ) અને દ્વેષ થાય છે અને આ રાગ-દ્વેષ જ સમસ્ત સંસારપરંપરાનો મૂળ સ્રોત છે. તેથી આ સર્વાનર્થમૂલ આત્મદષ્ટિનો નાશ કરીને નિરામ્યભાવનાથી દુઃખનિરોધ કરાય છે.. . ૧. ય: પશ્યત્યિાત્માનં તત્રસ્થાતિ શાશ્વતઃ દુ: स्नेहात् सुखेषु तृष्यति तृष्णा दोषांस्तिरस्कुरुते ॥ गुणदर्शी परितृष्यन् ममेति तत्साधनान्युपादत्ते ।। तेनात्माभिनिवेशो यावत् तावत् स संसारे । आत्मनि सति परसंज्ञा स्वपरविभागात् परिग्रहद्वेषौ । અનઃ પ્રતિબદ્ધ: સર્વે કોષ: પ્રજાયન્ત છે પ્રમાણવાર્તિક, ૧.૨૧૯-૨૧. ૨. તHવિનાદ્વિસન્તાન,ત્યનાતીયવનિમ્ - તવૃતિમૂર્ત ગુરુત સંવષ્ટિ મુમુક્ષવ: / પ્રમાણવાર્તિક, ૧.૨૫૮.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy