SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૦ તત્ત્વાર્થ સૂત્ર વ્યંજનપર્યાય કહો કે શબ્દનય કહો તે એક જ છે. કેમ કે વ્યmતે અર્થોડન તિ –શબ્દ શબ્દના વિષય એવા જે પર્યાયો તે વ્યંજનપર્યાયો છે. આ નવો અભેદ અને ભેદ દ્વારા વચનને (શબ્દને) ઇચ્છે છે. અર્થાતું એક અર્થને કહેનારા શબ્દોનો અભેદ માને છે. એટલે પર્યાયવાચી શબ્દોને માને છે. અને - વ્યુત્પત્તિનો ભેદ હોવાથી શબ્દોનો ભેદ માને છે. એક-અર્થને કહેનાર એક જ શબ્દ છે. બીજો શબ્દ બીજા અર્થને કહે છે પણ એક અર્થને કહેનાર બે શબ્દ નથી. આ રીતે વ્યુત્પત્તિભેદથી શબ્દનો ભેદ માને છે. એકાર્યવાચી શબ્દને માનતા નથી. તેમાં અભેદ દ્વારા શબ્દને સ્વીકારનાર (પર્યાયવાચી માનનાર) શબ્દનય સમાનલિંગ અને સમાન વચનવાળા શબ્દો ઈન્દ્ર, શક્ર, પુરંદર વગેરેનો અર્થ એક જ માને છે. અર્થાત્ આ બધા શબ્દોના વા–ભાવ અર્થને જ અભિન્ન માને છે. (નામ, સ્થાપના અને દ્રવ્યને વાચ્ય માનતો નથી. ફક્ત ભાવને જ સ્વીકારે છે.) કિંતુ ભિન્ન લિંગ અથવા ભિન્ન વચનવાળા શબ્દો અર્થની સાથે અભિન્ન બની શકે નહિ. દા. ત. “સ્ત્રી' શબ્દ અને “રા' શબ્દ. આ બંને શબ્દનો અર્થ એક નથી. કેમ કે બંનેમાં વચનભિન્ન છે, લિંગભિન્ન છે. સ્ત્રી શબ્દ એકવચનમાં છે, સ્ત્રીલિંગ છે. જ્યારે રાઃ શબ્દ બહુવચનમાં છે, પુલિંગમાં છે. એવી રીતે બનાવો’ ‘ગતમ્' આ બંને શબ્દોનો એક વાચ્યાર્થ નથી કેમ કે મધુ શબ્દ બહુવચનાત્ત છે અને સ્ત્રીલિંગમાં છે, નન શબ્દ એકવચનાન્ત છે અને નપુંસકલિંગમાં છે. આ રીતે સ્ત્રી, તા: તથા માપ:, આ શબ્દોમાં લિંગભેદ અને વચનભેદ બંને રીતે ભિન્ન છે માટે આ બે શબ્દોનો એક અર્થ નથી. આ પ્રમાણે શબ્દ (સાંપ્રત) નય સમાન લિંગ અને સમાન વચનવાળા શબ્દોને અભેદ દ્વારા સ્વીકારે છે. એટલે સમાનલિંગ અને સમાન વચનવાળા પર્યાયવાચી શબ્દોને સ્વીકારે છે. તેથી આવા શબ્દોનો જે અર્થભાવાર્થ છે તેની સાથે શબ્દોનો અભેદ સ્વીકારે છે. ભેદ દ્વારા શબ્દને સ્વીકારનાર સમભિરૂઢ પ્રત્યેક શબ્દોના અર્થો જુદા જુદા છે. એટલે પ્રત્યેક અર્થમાં શબ્દનો નિવેશ-પ્રયોગ છે. તેથી ઈન્દ્ર, શક્ર આદિ પર્યાયશબ્દ નથી. કેમ કે એ બધા શબ્દોનું પ્રવૃત્તિ નિમિત્ત અત્યંત ભિન્ન ૧. આ નયના મતમાં વ્યુત્પત્તિ નિમિત્ત જ પ્રવૃત્તિનિમિત્ત છે. તને અનુભવન : પરમ ઐશ્વર્યવાળો હોય તે ઇન્દ્ર. શન જિયારિત જિ: સામર્થ્યવાળો હોય તે શક્ર.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy