SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૧ ૫૧૯ એકલા સત્ત્વનો જ પરિગ્રહ કરતો હોવાથી સંગ્રહ સત્ત્વને જ સ્વીકારે છે. વ્યવહારનય અન્યાસત્ત્વને જ સર્વ માને છે, ઋજુસૂત્રનય વર્તમાનને પ્રધાન માનતો હોવાથી વર્તમાનને જ સત્ત્વ માને છે. આ ત્રણ નયોમાં સંગ્રહનય અને ઋજુસૂત્રનય એ સત્ત્વને માનનાર છે અને વ્યવહારનય અન્ય અસત્ત્વને જ સત્ત્વ માનનાર છે. તેમાં (૧) વાદ્ અતિ આ પ્રમાણે સંગ્રહ, (૨) ચાનું નાપ્તિ આ પ્રમાણે વ્યવહાર, આ બે ભંગ પ્રત્યેક નયથી બતાવ્યા. હવે બાકીના પાંચ ભંગ સંયુક્ત નયથી થાય છે તે બતાવીએ છીએ. (૩) સંગ્રહ તથા વ્યવહારના યોગ(જોડાણ)થી ત્રીજો થાત્ અવ$વ્ય ભંગ બને છે, (૪) સંગ્રહ અને વ્યવહારના વિભાગના સંયોગથી જ “સદ્ ગતિ નતિ ' આ ચોથો ભંગ બને છે, (૫) સંગ્રહ અને અવિભક્ત સંગ્રહ તથા વ્યવહારના સંયોગથી “ચાત્ ગતિ. કવવ્યશ' આ પાંચમો ભંગ બને છે, (૬) વ્યવહાર અને અવિભક્ત સંગ્રહ તથા વ્યવહારના સંયોગથી “સાન નીતિ સવજીવ્ય' આ છઠ્ઠો ભંગ બને છે, (૭) વિભક્ત સંગ્રહ અને વ્યવહાર તથા અવિભક્ત સંગ્રહ અને વ્યવહારથી “સત્ ગતિ નાપ્તિ ૨ નવજીવ્યશ આ સાતમો ભંગ બને છે. આ પ્રમાણે અર્થપર્યાયથી સાત પ્રકારે વચનવ્યવહાર થાય છે. ૨. સંગ્રહનો વિભાગ થાત્ મત છે અને વ્યવહારનો વિભાગ ૬ નાત છે. આ બેના સંયોગથી જ થાત્ પ્તિ નાતિ આ ચોથો ભંગ બને છે. થાત્ પ્તિ એ સંગ્રહ અને અવિભક્ત સંગ્રહ વ્યવહાર નથી “અવળે' મતલબ સંગ્રહનો અંશ અસ્તિત્વ અને વ્યવહારનો અંશ નાસ્તિત્વ આ બંને અંશોને અવિભક્ત વિભાગ પાડ્યા વિના કહેવા હોય ત્યારે ‘અવફ્ટ' છે. એટલે પ્તિ અંશ સંગ્રહનો અને અવક્તવ્ય અંશ સંગ્રહ-વ્યવહાર બેનો છે. થાત્ નાસ્તિ એ વ્યવહાર અને અવિભક્ત સંગ્રહ અને વ્યવહારનયથી અવક્તવ્ય છે. અર્થાત્ સંગ્રહનો અંશ અસ્તિત્વ અને વ્યવહારનો અંશ નાસ્તિત્વ આ બંને સંગ્રહવ્યવહારના અંશોને વિભાગ પાડ્યા વિના કહેવા હોય ત્યારે અવક્તવ્ય છે. એટલે નતિ એ વ્યવહારનો અંશ અને “અવક્તવ્ય' એ વ્યવહાર-સંગ્રહ બેનો છે. થાત્ પ્તિ સંગ્રહનો અંશ, ચા નાતિ વ્યવહારનો અંશ, આ બંને વિભાગથી તથા આ બંનેને અવિભાગથી કહેવાના હોય ત્યારે ‘અવકવ્ય બને છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy