SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર આમ આપણે ઉત્પાદને વિસ્તારથી વિચાર્યો. દ્રવ્યાંશથી નિરપેક્ષ એકલો ઉત્પાદ સંભવી શકતો જ નથી. માત્ર ઉત્પાદનો અભાવ જ છે માટે અમે કહ્યું તે પ્રમાણે સિદ્ધ થાય છે કે પર્યાયનય સ્વતંત્ર નથી. દ્રવ્યનયને આધીન છે. દ્રવ્યનયથી અંકુશિત છે આવું માનીએ તો જ ઉત્પાદ ઘટી શકે છે. ૩૧૮ આ રીતની વિચારણાથી સ્પષ્ટ બોધ થાય છે કે—સ્વતંત્ર પર્યાયાસ્તિક નયથી ઉત્પાદ ઘટતો નથી પણ દ્રવ્યનયની સાપેક્ષતાથી જ ઘટી શકે છે. આથી દ્રવ્યાસ્તિક નયથી ઉત્પાદનું અસ્તિત્વ અને પર્યાયાસ્તિક નયથી ઉત્પાદનું નાસ્તિત્વ આપણે આત્મા અને પુદ્ગલમાં વિચાર્યું. કેમ કે પ્રાયોગિક ઉત્પાદ જીવમાં ઘટે છે અને જીવનો વ્યાપાર પુદ્ગલ દ્રવ્યમાં થાય છે માટે જીવ અને પુદ્ગલમાં જ તેની વિચારણા સંભવે. વળી વૈગ્નસિક ઉત્પાદ એ સ્વાભાવિક ફેરફારરૂપ છે તો એ વિકારી દ્રવ્યોમાં જ ઘટી શકે એટલે વિકારી દ્રવ્યોમાં આત્મા અને પુદ્ગલ છે. માટે આપણે દ્રવ્યાસ્તિક નયથી ઉત્પાદનું અસ્તિત્વ અને પર્યાયાસ્તિક નયથી નાસ્તિત્વ જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં વિચાર્યું. આ ઉત્પાદનો અનેકાંત જીવ અને પુદ્ગલ દ્રવ્યનો જ છે. કેમ કે બંને પ્રકારનો ઉત્પાદ એમાં સંભવે છે. અન્ય રૂપે રહેલા જીવ અને પુદ્ગલ અન્યરૂપે પરિણમે છે. પ્રશ્ન :- ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' આવું તમારું લક્ષણ છે તો દરેક દ્રવ્યમાં ઘટવું જોઈએ ને ? આત્મા અને પુદ્ગલ દ્રવ્યમાં ઉત્પાદ વિચાર્યો. હવે અવિકારી દ્રવ્યો ધર્મ અધર્મ, અને આકાશમાં અન્યરૂપે રહેલા અન્યરૂપે પરિણમતા નથી તો ત્યાં ઉત્પાદનો અભાવ હોવાથી તે દ્રવ્યોમાં ઉત્પાદનું અસ્તિત્વ-નાસ્તિત્વ આમ અનેકાંત કેવી રીતે આવશે ? ઉત્તર ઃ- વિકારને પ્રાપ્ત થતા નથી તેવા ધર્મ, અધર્મ અને આકાશદ્રવ્યોમાં પ્રાયોગિક ઉત્પાદનો અસંભવ હોવા છતાં પણ સ્વાભાવિક ઉત્પાદ છે. સ્વાભાવિક ઉત્પાદ... ૧. સ્વાભાવિક ઉત્પાદ પણ બે પ્રકારનો છે. (૧) સમુદાયજનિત..... (૨) એકત્વિક.... આ દ્રવ્યોમાં બંનેય પ્રકારનો ઉત્પાદ ભજનાથી છે. ૨. તે તે દ્રવ્યોના સ્વભાવરૂપ જે ઉત્પાદ તે સ્વાભાવિક ઉત્પાદ કહેવાય છે. स्वाभाविकश्च द्विविध उत्पादः एकः समुदायकृतः प्राक्प्रतिपादितावयवारब्धो घटादिवत्, अपरश्चैकत्विकः अनुत्पादितामूर्त्तिमद् द्रव्यावयवारब्धः, आकाशादिवत्, आकाशादीनाञ्च त्रयाणां द्रव्याणामवगाहकादिघटादिपरद्रव्यनिमित्तोऽवगाहनादिक्रियोत्पादोऽ-नियमात् - अनेकान्ताद् भवेत्, अवगाहकगन्तृस्थातृद्रव्यससन्निधानतोऽम्बरधर्माधर्मेष्ववगाहनगतिस्थितिकियोत्पत्तिनिमित्त-भावोत्पत्तिरित्यभिप्रायः ॥ सम्मति० एकोनत्रिंशं सोपानं पृ० ૨૭૧. भजनायास्त्विति, विवक्षाया एव विशेष : ... सम्मति.... एकोनविंशं ॥ पृ० १३८ भजनया कथंचिद्भावेन इत्यर्थः ।
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy