SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ અધ્યાય-૫ સૂત્ર-૨૦ વિષાદિ બાહ્ય હોવા છતાં આયુકર્મને ભેદી શકે છે તેમાં હેતુ આ વિષાદિ આયુષ્યના અપવર્તનકારી છે એટલે કે આયુષ્ય કર્મની દીર્ઘ સ્થિતિને અલ્પ કરી મરણમાં ઉપકારક બને છે અર્થાત્ આયુષ્ય કર્મને ભેદી શકે છે. તેનું કારણ એ જ છે કેકર્મ પૌલિક છે. માટે બહારનાં પુદગલો વડે ભેદવા માટે શક્ય છે. અર્થાત્ વિષાદિમાં એવી તાકાત છે કે આયુષ્યકર્મ જે પૌગલિક છે તેને પણ ભેદી નાંખે છે. આથી આયુષ્યનું અપવર્તન થાય છે. કહ્યું છે કે... સોપક્રમી આયુ ખલાસ થઈ શકે છે... મૂછ પામતા વેદનાથી પીડાયુક્ત જંતુનું સોપક્રમી આયુષ્ય બંધને યોગ્ય સ્નેહ અને રૌઢ્યથી ખલાસ થઈ જાય છે. ...૧ નિરુપક્રમ આયુ ખલાસ થઈ શકતું નથી... વળી નિરુપક્રમ આયુષ્ય વિષાદિથી અલ્પ થતું કે નાશ પામતું નથી. કેમ કે તે દઢ સંહતા છે. જેમ કાંગડું અન્નનો દાણો કેટલુંય પકાવવામાં આવે પણ તેને અગ્નિ આદિની અસર થતી નથી તેમ નિરુપક્રમ આયુષ્યને અગ્નિ આદિનો ઉપક્રમ લાગતો નથી.......૨ ઉપક્રમ આયુનાં પુદ્ગલો છૂટાં થઈ જાય છે તેનું ઉદાહરણ... ઉપક્રમથી આયુષ્ય કર્મનાં પુદ્ગલો બંધનથી મુક્ત થયેલા આયુષ્યકર્મથી છૂટાં પડી જાય છે કેવી રીતે ? જેમ ભીના વસ્ત્રના સુકાવાથી ભીના વસ્ત્રના પાણીના અવયવો વસ્ત્રથી છૂટા થાય છે તેમ આયુષ્ય કર્મના અવયવો આયુષ્યકર્મથી છૂટા પડી જાય છે....૩ આયુર્ભેદના સાત હેતુઓ. (૧) પ્રાણ અને (૨) આહારનો નિરોધ, (૩) અધ્યવસાય, (૪) નિમિત્ત (૫) વેદના, (૬) આઘાત અને (૭) સ્પર્શ. આ સાત આયુષ્યના ભેદના હેતુઓ કહ્યા છે.........૪ ભાષ્ય :- તમે જે વેદનાદિથી મરણમાં પુદ્ગલનો ઉપકાર બતાવ્યો તે સોપક્રમી અપવર્તનીય આયુષ્યવાળા માટે ઘટી શકે છે. અનેપવર્તનીય આયુષ્યવાળા માટે વેદનાદિ ભેદક કેવી રીતે બની શકે ? १. यः पुनरतिमहान्तं धातुक्षोभमाश्रित्यापथ्यनिदानासेवनादिना समजनि व्याधिरतिदीर्घकालकलापापादितजरठिमा समुपगूढनिरवशेषाङ्गोपाङ्गसङ्घातः कुष्ठक्षयादिः, स खलु भेषजप्रकारमनेकमुपचीयमानमनुदिनमप्यवगणय्य सञ्जातबल: क्षिप्रमाक्षिपति तं रोगिणमकाण्ड एव, न खलु प्रयत्नपरमेण धन्वन्तरिणाऽपि शक्यः समुच्छेत्तुम् । एवं हि तीव्रपरिणामप्रयोगबीजजनितशक्ति तदायुरात्तमतीतजन्मनि न शक्यमन्तराल एवावच्छेत्तुमित्यनपवर्तनीयमुच्यते । तत्त्वा० अ० २ । सू० ५१ पृ० २२० टीकायाम् તત્ત્વા૦ ૨ / સૂ૦ ૧૨ / પૃ. ૨૨૨, ૨૨૩ ભાષ્ય, ટીકા જુઓ. ૩. અપવર્તનીય આયુ નિરુપક્રમ હોતું નથી એ બતાવતાં “સોપક્રમી” એ વિશેષણ છે. ૪. આયુષ્ય પરથી ઉપગ્રાહ્ય ન હોવાથી સ્વાભાવિક તેઓનું અનાવર્તનીયોનું મરણ છે. માટે તેઓને પુદગલનો ઉપગ્રહ કેવી રીતે ? આ પ્રમાણે શંકા કરે છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy