SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ તત્ત્વાર્થ સૂત્ર બળની અપેક્ષાવાળો છે. અર્થાત જેમાં દેશાદિની અપેક્ષા રહે છે તેવો જે પ્રયોગ તેનું નામ વિધિપ્રયોગ છે. આ વિધિપ્રયોગથી જીવનમાં ઉપકાર થાય છે અને જન્માન્તરમાં બાંધેલા આયુષ્યનું અનાવર્તન રહે છે. અપવર્તન એટલે શું ? અપવર્તન એટલે અધ્યવસાયાદિ વિશેષની સહાયથી દીર્ઘ આયુષ્યનું અલ્પ થવું અર્થાત્ જીવનનું સંવર્તન થવું. અનપવર્તન એટલે શું ? ઉપકારક હેતુની હાજરી રહે તો જેટલું આયુષ્ય બાંધ્યું છે તેટલું જ રહે છે કેમ કે સારી રીતે બાંધેલું છે. માટે જેમ પવનશ્લેષ છે તે અત્યંત ગાઢ હોવાથી દૂર કરી શકાતો નથી તેમ આયુષ્યનું અપવર્તન થતું નથી. બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત, નિકાચિત આ ચાર કરણથી એકઠાં કરેલાં કર્મોમાં નિકાચિત કર્મનો ઉપક્રમ હોતો નથી માટે જીવિતનું સંવર્તન થતું નથી. એટલે જેમાં જીવનનું સંવર્તન ન થાય તે અનપવર્તન કહેવાય છે. વિષાદિ અપવર્તનકારી છે... ઝેર, શસ્ત્ર, અગ્નિ, મંત્ર, પ્રહરણ આદિ જીવનના ઉચ્છેદરૂપ મરણના ઉપકારક છે અને પૂર્વમાં બાંધેલા આયુષ્યના અપવર્તનકારી છે. कर्तव्या या सुजरा भवति । सात्म्य इति स्वभावः । कस्यचित् अत्यन्त स्निग्ध एव आहारः सुखं परिणमते, कस्यचित् रूक्षः, कस्यचित् मध्यः, विरुद्धद्रव्यसंपर्कोऽपि कस्यचित् सुखावहः, कस्यचित् असुखकरः सात्म्यस्य अनेकप्रकारत्वात् ॥ द्रव्यं माहिषं घ(घृतं) दधि क्षीरं वा ॥ गुरुलघु तु गव्वं दधि पयो वा खण्डखाद्यदध्योदनादीनां विज्ञाय | स्वबलं च वात प्रकोपादिव्याधिदूषितं अदूषितं च ज्ञात्वा यो अभ्यवहारं अन्नादि भुङ्क्ते । प्रशमरति-अज्ञातकतृका हस्तलिखितटीकायाम् ।श्लो० १३७ ।। ૩. પ્રકૃતિને અનુકૂળ અથવા જેને જે યોગ્ય હોય તે. ते च प्राणिनस्तदैव तदायुर्बघ्नन्तोऽध्यवसायविशेषात् केचिदपवर्तनाह कुर्वन्ति केचिदनपवर्तनीयमिति, मन्दपरिणामप्रयोगोपचितमपवर्त्य तीव्रपरिणामप्रयोगोपचितमनपवयं तत्रापवर्तना नाम प्राक्तनजन्मविरचितस्थितेरल्पतापादनमध्य-वसानादिविशेषात्.... अनपवर्तनीयं पुनस्तावत्कालस्थित्येव न हासमायाति स्वकालावधेरारात्, तैलवर्तिक्षयतो निर्विघातप्रदीपोपशान्तिवत् घनसंहतत्वाद् वा पवनश्लेषवत्, तच्च किलाखिन्नवीर्यारब्धत्वात् असङ्ख्येयसमयोपार्जितमायुरनपवर्त्यम्, तथा गाढबन्धनत्वान्निकाचितबन्धात्मनियमादनपवायुर्भवति ।... तत्त्वा० अ० २ / सू० ५१ / टीकायाम् पृ० २१९ ૩. પવન એટલે વાયુ વડે શોષાતો જે શ્લેષ-ચીકણો પદાર્થ તે અત્યંત ગાઢ છે તેનું ઉદ્ધલન કરવું શક્ય નથી... મુદ્રિત તવા ટીપ્પ૦ પૃ૦ રૂ૪૪ ૪. ૫ ૨૧૯, બીજા અધ્યાયની ટીકામાં “નિકાચિત બંધવાળું આયુષ્ય અનપવર્તનીય હોય છે' આવું લખ્યું છે માટે અહીં નિકાચિત કર્મનો ઉપક્રમ થતો નથી એવો અર્થ કર્યો છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy