SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તભંગી ૨૬ ૩ ક્રમશઃ ધર્મનું પ્રતિપાદક વચન વિકલાદેશ કહેવાય છે. અહીંયાં પૂ. મહોપાધ્યાયજીએ પૂ. આચાર્યદેવસૂરિજીના મત અનુસાર, પ્રત્યેક ભાગાઓનું સકલાદેશ અને વિકલાદેશના રૂપમાં નિરૂપણ કર્યું છે. અન્ય આચાર્ય ભગવંતો પહેલા ત્રણ ભાંગાઓને સકલાદેશ રૂપ અને પાછળના ચાર ભાંગાઓને વિકલાદેશ માને છે.11) તત્ત્વાર્થ સૂત્રના ભાષ્યમાં વ્યાખ્યાકાર શ્રી સિદ્ધસેન ગણિ - સ્વાદતિ, સ્યા નાસ્તિ અને સ્યાદ્ અવક્તવ્ય: આ ત્રણ ભાંગાઓને સકલાદેશ કહે છે અને અન્ય ભાંગાઓને વિકલાદેશ કહે છે. હવે ક્રમ અને યુગપતું નિરુપણ કરે છે. ક્રમ અને યુગપનું વિવેચન : ननु क: क्रमः किंवा यौगपद्यम्? उच्यते-यदा अस्तित्वादिधर्माणां कालादिभिर्भेदविवक्षा तदैकशब्दस्यानेकार्थप्रत्यायने शक्त्यभावात् क्रमः। यदा तु तेषामेव धर्माणां कालादिभिरभेदेन वृत्तमात्मरूपमुच्यते तदैकेनापि शब्देनैकधर्मप्रत्यायनमुखेन तदात्मकतामापन्नस्यानेकाशेषरुपस्य वस्तुनः प्रतिपादनसम्भवाद्यौगपद्यम्। (जैनतर्कभाषा) અર્થ : પ્રશ્ન : અહીં ક્રમ શું છે અને યોગપદ્ય શું છે? ઉત્તર : જ્યારે કાલ આદિ દ્વારા અસ્તિત્વ આદિના ભેદની વિવક્ષા કરવામાં આવે છે, ત્યારે એક શબ્દની અનેક અર્થોને પ્રકાશિત કરવામાં શક્તિ નથી હોતી, તેથી ક્રમ થાય છે. જ્યારે તે જ ધર્મોનું કાળ આદિ દ્વારા અભિન્ન સ્વરૂપ કહેવામાં આવે છે, ત્યારે એક જ શબ્દ એક ધર્મનું પ્રકાશન કરીને એક ધર્મના સ્વરૂપને પ્રાપ્ત કરવાવાળા અન્ય સમસ્ત ધર્માત્મક અર્થોનું પ્રતિપાદન કરે છે. આ રીતે અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન થવાથી યોગપદ્ય કહેવાય છે. કહેવાનો આશય એ છે કે, ઘટ આદિમાં સત્ત્વ આદિ અનેક ધર્મ 11. स्याद्वादो हि धर्मसमाश्रयः स्वसिद्धसत्ताकस्य च धर्मिण सत्त्वासत्त्वनित्यत्वानित्यत्वाद्यनेकविरुद्धाविरुद्धधर्मकदम्बकाभ्युपगमे सति सप्तभङ्गी सम्भवः, तत्र सङ्ग्रहव्यवहाराभिप्रायात् त्रयः सकलादेशाः, चत्वारस्तु विकलादेशाः समवसेयाः ऋजुसूत्रशब्दसमभिरुद्वैवंभूतनयाभिप्रायेण।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy