SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧૯૩ અર્થ : તેમાં 8 જુસૂત્ર આદિ ચાર નય ચારિત્રરૂપ ક્રિયાને જ પ્રધાન માને છે. કારણ કે, ચારિત્ર રૂપ ક્રિયા જ મોક્ષના વ્યવધાનથી રહિત કારણ છે. કહેવાનો આશય એ છે કે, જે કારણના અનંતર કાર્યની ઉત્પત્તિ થાય તેને કાર્યનું કારણ માનવું જોઈએ. જે કારણ પરંપરા સંબંધે કાર્યને ઉત્પન્ન કરે છે, તે પ્રધાનરૂપે કારણ નથી. ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક દર્શનની પ્રાપ્તિ થવા છતાં પણ તે જ ક્ષણે મોક્ષ નથી થતો. સર્વસંવરરૂપ ચારિત્ર મળ્યા પછી જ મોક્ષ થાય છે, તેથી ચારિત્રરૂપ ક્રિયાને મોક્ષનું કારણ માનવું જોઈએ. આ મત ઋજુસૂત્ર આદિ ચાર નયોનો છે. જ્ઞાન અને દર્શન વગર સર્વસંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિ નથી થતી. પરંતુ એટલાથી તેને મોક્ષનું કારણ ન માની શકાય. તે બંને તો સર્વસંવરના કારણ છે. જો તેને મોક્ષનું કારણ કહેવામાં આવે, તો જ્ઞાન અને દર્શનના અનંતર જ મોક્ષ થઈ જવો જોઈએ. જો સર્વસંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિમાં સહાયક થવાથી જ્ઞાન અને દર્શનને ચારિત્રની જેમ જ કારણ કહેવામાં આવે, તો કોઈપણ અર્થ એવો નહીં રહે કે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું કારણ ન હોય. જ્ઞાનની ઉત્પત્તિમાં વિષય કારણ છે. સંયમીના જ્ઞાનનો વિષય સમસ્ત સંસાર છે, તેથી સંસારના સમસ્ત અર્થોને જ્ઞાનનું કારણ માનવું પડશે. જીવ અને અજીવનું સ્વરૂપ સમ્યગૂ દર્શનનો વિષય છે, षष्ठगुणस्थानजसंयमम् ।।१३६।। प्रायः संभवतः सर्वगतिषु ज्ञानदर्शने। तत्प्रमादो न कर्तव्यो ज्ञाने चारित्रवजिते ।।१३७ ।। क्षायिकं केवलज्ञानमपि मुक्ति ददाति न। तावन्नाविर्भवेद्यावच्छैलेश्यां शुद्धसंयमः ।।१३८।। व्यवहारे तपोज्ञानसंयमा मुक्तिहेतवः । एक: शब्दर्जुसूत्रेषु संयमो मोक्षकारणम् ।।१३९ ।। संग्रहस्तु नयः प्राह जीवो मुक्तः सदा शिवः। अनवाप्तिभ्रमात्कंठस्वर्णन्यायात् क्रिया पुनः ।।१४० ।। अनन्तमर्जितं ज्ञानं त्यक्ताश्चानन्तविभ्रमाः। न चित्रं कलयाप्यात्मा हीनोऽभूदधिकोऽपि वा ।।१४१ ।। धावन्तोऽपि नया: सर्वे स्युर्भावे कृतविश्रमाः। चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः ૨૪રા (નોપદેશ)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy