SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો एकपर्यायाभिधेयमपि वस्तु च मन्यते। कार्यं स्वकीयं कुर्वाणमेवंभूतनयो ध्रुवम् ।।१७।। यदि कार्यमकुर्वाणोऽपीष्यते तत्तया स चेत्। तदा पटेऽपि न घटव्यपदेशः किमिष्यते ।।१८।। અર્થ : એક પર્યાયવાચી શબ્દની અભિધેયભૂત વસ્તુ (પણ સ્વકીય કાર્ય જલાહરણાદિ) કરે છે, ત્યારે જ તે વસ્તુના રૂપમાં એવંભૂત નય સ્વીકાર કરે છે. (જો તે વસ્તુ પોતાની ક્રિયા કરતી ન હોય, તો તેને વસ્તુના રૂપમાં એવંભૂત નય સ્વીકાર કરતો નથી.) ઉપરાંત, જો કોઈપણ વસ્તુ કાર્ય કરતી ન હોય, તો પણ તેને વસ્તુના રૂપમાં સ્વીકાર કરવી હોય તો પછી પટમાં પણ ઘટનો વ્યપદેશ કેમ ન કરી શકાય? કારણ કે, જેમ પટ (જલાહરણાદિ) કાર્ય કરતા નથી, તેવી રીતે જ ખૂણામાં પડેલો ઘટ પણ જલાહરણાદિ ક્રિયા નથી કરતો, તેથી જો ક્રિયા ન કરતા ઘટનો પણ ઘટના રૂપમાં વ્યપદેશ થાય છે, તો ક્રિયા રહિત પટનો પણ ઘટના રૂપમાં વ્યપદેશ થવો જોઈએ, તે કેમ ન થાય! તેથી એ ફલિત થાય છે કે, એવંભૂત નયના મતે ક્રિયાયુક્ત વસ્તુ જ “વસ્તુ” ના રૂપમાં છે. ક્રિયારહિત વસ્તુ “વસ્તુ” ના રૂપમાં નથી. નયરહસ્ય ગ્રંથમાં એવંભૂત નયનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે, व्यञ्जनार्थविशेषान्वेषणपरोऽध्यवसायविशेष: एवम्भूत:(82) વ્યંજન ઘટાદિ વાચક શબ્દ અને અર્થ: ઘટપદથી વાચ્ય એવી ઘટનક્રિયાવિશિષ્ટ વસ્તુ, આ વ્યંજન-અર્થ વિશેષની અન્વેષણામાં તત્પર અધ્યવસાય વિશેષ એવંભૂત નય કહેવાય છે. 82. वंजण-अत्थ-तदुभयं एवंभूओ विसेसइ। (अनुयोगद्वार-१५२ नियुक्ति-२१८५) व्यञ्जनार्थयोरेवंभूत ત્તિા (તસ્ત્રાર્થમાધ્યમ)
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy