________________
૧૪૮
તત્વાર્થાધિગમસૂત્ર બીજાને બેચેન ક૨વા અને તેના આરામમાં ખલેલ પહોંચાડવી તે અતિ મોહનીયના; શોક કરવો અને કરાવવો તે શોક મોહનીયના; ડરવું અને ડરાવવું તે ભય મોહનીયના; હિતકર પ્રવૃત્તિ અને ક્રિયા પ્રતિ ઘૃણા તે જાગુપ્સા મોહનીયના; ઠગવાની ટેવ અને ૫૨ દોષ દર્શન તે સ્ત્રી વેદના; સ્રી, પુરુષ, અને નપુંસક, એ દરેક યોગ્ય સંસ્કારોનો અભ્યાસ તે અનુક્રમે ત્રણ વેદનીયના એમ એ સર્વ કષાય-મોહનીયના આસ્રવ છે.
આયુ અને નામકર્મના આસ્રવ :
सूत्र:- बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः ॥ १६ ॥ माया तैर्यग्योनस्य ॥१७॥
अल्पारंभपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं
च मानुषस्य ॥१८॥ નિ:શીતવ્રતત્વ ચ સર્વેષામ્ ॥૧॥ सरागसंयमसंयमासंयमासंयमाकामनिर्जरा
बालतपांसि देवस्य ॥२०॥
योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥२१॥ विपरीतं शुभस्य ॥२२॥
અનુવાદ : બહુ આરંભી પરિગ્રહોને, ગ્રહણ કરતાં કર્મથી, નરકાગતિનું આયુ બાંધે, શાસ્ત્ર સમજો મર્મથી; કપટ ભાવે આયુ બાંધે, ગતિ તિર્યંચ જાતનું; માનવતણું વળી આયુ બાંધે, કહું છું ભલી ભાતનું (૧૧) આરંભ, પરિગ્રહ, અલ્પ ધરતા, મૃદુતા ને સરલતા, મનુજગતિનું આયુ બાંધે, સુણો મનધરી એકતા; શીલ રહિતથી સર્વ આયુ બાંધતા જીવ સર્વદા, દેવાયુબન્ધન હેતુને, નિસુણી હણો સવિ આપદા (૧૨)