SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૦) – ' જૈમિનિ –એ તો અમે અમુક કઈ એક ઠેકાણેથી જ મેળવ્યાં છે. જૈન –ભાઈ, આપે એ સાધને જ્યાંથી મેળવ્યાં હોય ત્યાં જ એ, સર્વને નિષેધ કરી શકે, પરંતુ બીજે ઠેકાણે તે એ સાધન વડે સર્વજ્ઞને નિષેધ થઈ શકતું નથી અર્થાત એ સાધનો વડે આપ સર્વને તદ્દન નિષેધ કરી શકો નહિ. - જૈમિનિ--એમ નહિ. એ (સાધને) તે અમે આખા સંસારમાંથી ખોળી ખેાળીને મેળવ્યાં છે અને તેથી જ આખા સંસારમાં સર્વજ્ઞાને તદ્દન નિષેધ કરીએ છીએ. કહે, હવે તે નક્કી થયું ને ? જૈન – ભાઈ, જ્યારે આપે એ સાધને આખા સંસારમાંથી ખોળી ખોળીને મેળવ્યાં છે, ત્યારે આપ પોતે જ સર્વજ્ઞ હોવા છતાં સર્વને નિષેધ શી રીતે કરી શકે? આ તે આપને શ્રીમુખે જ અને તે પણ અનાયાસે સર્વજ્ઞની સ્થાપના થઈ ગઈ. તેથી અમે માનીએ છીએ આપ કોઈ જાતની આનાકાની કર્યા વિના જ સર્વજ્ઞની તરફેણ કરશે; કારણ કે-હવે તે કઈ પણ દલીલથી સર્વાને નિષેધ થઈ શકે તેમ નથી. જૈમિનિ –ભાઈ હવે અમે “સર્વજ્ઞ નથી” એમ નહિ કહીએ પરંતુ “સર્વજ્ઞ અસર્વજ્ઞ છે ” એમ કહીને સર્વજ્ઞનો નિષેધ કરીશું તે શો વાંધો આવશે? જૈન –વાંધે તે બીજો શે આવે ? પણ એ જાતની ભાષા જ તમારા મુખમાં શેભતી નથી; કારણ કે પંડિત જન પરસ્પર વિરોધ વાળી ભાષા બોલે નહિ. અને તમારી “સર્વજ્ઞ અસર્વજ્ઞ છે ” એ જાતની ભાષા તે તદ્દન વિરોધવાળી છે; માટે એવી શબ્દરચનાવડે પણ સર્વજ્ઞનો અપલોપ થઈ શકે તેમ નથી. વળી, તમે જે એમ કહે છે કે “સર્વજ્ઞ અસર્વજ્ઞ છે” એમ કહેવાનો હેતુ શું છે ? શું એ સર્વજ્ઞ અપ્રામાણિક હકીકતને કહે છે? વા પ્રામાણિક હકીકતેને કહે છે ? કે કાંઈ પણ કહે છે?
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy