SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. વળી જે ફકત જાણનારણને લીધે જ જગતની રચના થઈ જતી હેય તે જગતમાં એ કયો જીવ છે કે–જેમાં જાણનારપણું ન જણાતું હાય અર્થાત ઈશ્વરની જ જેમ જીવ માત્રનું જાણનારપણું જગતની રચનામાં કારણભૂત થવાથી ઈશ્વરની એકતાને ભંગ થઈ જશે; કારણ કે જાણનારપણું તો બધે એક સરખું જ છે. કર્તવા–ભાઈ, અમે ઈશ્વરપણુને એ અર્થ ન કરતાં “સર્વાપણું અર્થ કરીએ છીએ, તે પછી શું દૂષણ છે? અકર્તવા–એમાં તે એનું એ જ દૂષણ છે; એ બીજો અર્થ કરવાથી તે ઈશ્વર કદાચ બુદ્ધદેવ વિગેરેની પેઠે આખા જગતને જાણનારે સર્વજ્ઞ સાબિત થઈ શકે, પણ જગતને કરનાર તે કદીયે સાબિત થઈ શકે જ નહિ. કર્તવા --ચાલે, એ બધું રહ્યું. ઈશ્વરપણુને ખરે અર્થ કરનારપણું કે કર્તાપણું છે. કહે, હવે શું દૂષણ છે? અકવા–ભાઈ કરનારપણું તે કર્તામાત્રમાં રહેલું છે-જેમ ઈશ્વરમાં કર્તાપણું છે તેમ કુંભાર વિગેરેમાં પણ છે, તે પછી એક ઈશ્વર જ શા માટે કરનાર ગણાય ? કારણ કે, કર્તામાત્રમાં કર્તાપણું તો એક સરખું છે તેથી સૌ કોઈ કર્તાઓને ઈશ્વર થવાનો પ્રસંગ આવશે. કર્તાવા –-ભાઈ, અમે જાણનારપણું કે કરનારપણું-એ બન્નેને નહિ પણ એ સિવાય જે બીજું કાંઈ છે તેને જ ઈશ્વરપણું સમજીએ છીએ અને તે વડે જ જગતની રચના થઈ રહી છે–એમ માનીએ છીએ. અર્નવા ––ભાઈ, આ તે વળી માટે ગોટાળો છે કે, તમારું એ કથન અમારી કે બીજાની સમજમાં આવે તેવું નથી. અમે તે એમ માનીએ છીએ કે–તમારા માનવા પ્રમાણે પણ ઈશ્વરમાં ઈચ્છા અને પ્રયત્ન સિવાય બીજું કાંઈ ત્રીજું હોય એમ જણાતું નથી. અને એ વડે જગતની રચના કરવામાં કયાં કયાં દૂષણે આવે છે, એ સધળું
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy