SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૩ ) સાથે જ રહેતાં જણાય છે એટલે જ્ઞાન અને ક્રિયા એ બન્ને વરૂપ જણાય છે અને ધડાનુ રૂપ અને વડા એ બન્ને પણ એકરૂપ જણાય છે માટે કાઈ પણ રીતે ગુણ વિગેરે તત્ત્વાને જુદાં તત્ત્વ ગણવાની જરૂર નથી છતાં જો તેને જુદાં જ ગણવામાં આવશે તે તે તત્ત્વ તદ્દન નિરાધાર થઇ જશે અને એમ થવાથી એની સદ્રુપતા પણ ચાલી જશે. વળી, બૌદ્ધદર્શનમાં જે દુઃખ વિગેરે તત્ત્વા ગણાવ્યાં છે તે પણ્. જીવ અને અજીવથી જુદાં હોઈ શકતાં નથી. ખરી રીતે તે જીવ અને અજીવ એ એ જ તત્ત્વા આખા સંસારમાં વ્યાપેલાં છે તેથી કાઇ પણ ગુણ, ક્રિયા કે વસ્તુને સમાવેશ એમાં સુખેથી થઈ શકે છે; માટે એ બે પ્રધાન તત્ત્વાથી એક પણ બીજું જુદું તત્ત્વ ગણાવવું એ યુક્તિયુક્ત નથી. અમે તે ત્યાં સુધી પણ કહીએ છીએ કે-જે કાંઇ એ એ તત્ત્વાથી તદ્દન જુદુ જ કલ્પવામાં આવતુ હાય તે તત્ત્વરૂપ તે નથી જ કિંતુ ગધેડાના શિંગડા જેવું અસદ્રુપ છે. આમ છે માટે જ જૈનદર્શનમાં એ એ જ તત્ત્વાને મુખ્યપણે માન્યાં છે. પ્ર॰~~જો જૈન દર્શન એ એ જ તત્ત્વાને મુખ્ય માનતુ હાય અને બીજાને ઇનકાર કરતુ હાય તે! એણે જ બીજા—પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મેાક્ષ—એ સાત તત્ત્વ શા માટે જણાવવાં જોઇએ ? કારણ કે એના જ કહેવા મુજબ સાતે તત્ત્વા જીવ. અને અજીવમાં આવી જાય એવાં છે. ઉ—કેટલાક મતવાળા પુણ્ય અને પાપને તદ્દન માનતા જ નથી. એના વિવાદને શાંત પાડવા માટે અમે અહીં એ તત્ત્વાના માત્ર જુદા ઉલ્લેખ કરીને એનુ જરા વધારે સમન કર્યુ” છે. વળી, પુણ્ય, પાપ અને આસ્રવ સંસારનું કારણ છે. સવર્ અને નિરા મુક્તિના હેતુએ છે—એ બધી હકીકતાને જરા વીગતથી ચર્ચવા માટે જ અહીં આસવ વિગેરેને પણ જુદો ઉલ્લેખ કરેલા છે. એ ઉપરાંત અમારે
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy