SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમાનથી પુણ્ય-પાપરૂપ કર્મની સિદ્ધિ જીવ અને કર્મના સગને જે પુણ્ય અને પાપરૂપ પરિણામ વિશેષ છે તે કારણ તથા કાર્ય ઉભય રીતે જાણી શકાય છે. તે માટે કાર્ય-કારણના અનુમાને છે. બે પ્રકારના અનુમાન કારણનુમાન કાર્યાનુમાન કારણનુમાન તથા કાર્યાનુમાનના બે અનુમાન દ્વારા આ પરિણામની સિદ્ધ થાય છે. ૧. કારણનુમાન- કારણથી કાર્યનું અનુમાન છે કારણાનુમાન કહેવાય. દા. ત. જેમ ખેતી કરવી એ ક્રિયા છે અને તે કારણ થકી ઘઉં, જવ, બાજરી વગેરેને પાક થે તે કાર્ય છે. કારણથી કાર્ય થાય. એ જ પ્રમાણે દાન કરવું, હિંસા કરવી મારવું વગેરે પણ ક્રિયા છે. કારણ છે. તે તેનું કેઈ કાર્ય પણ અવશ્ય હોવું જોઈએ. અને આ કાર્ય તે જીવ કર્મના પુણ્ય-પાપરૂપ પરિણામ છે. દાન આપવાની ક્રિયા એ પુણ્યરૂપ કારણ છે, અને હિંયા કરવી મારવા આદિની કિયા તે પાપરૂપ કારણ છે. આ બન્ને પુણ્ય-પાપ શુભાશુભ કર્મરૂપ છે. આ પ્રમાણે આ પુણ્ય-પાપને કારણનુમાનથી કાર્યરૂપે સ્વીકારવા જોઈએ. કહ્યું પણ છે કેसमासु तुल्यं विषमासु तुल्य सतीघ लम्वाप्यसतीषु सव्व । फल क्रियास्वित्यथ यन्नि मेत्त तद देहिनां सोऽस्तिनु कोऽपि જ ||
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy