SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १४-१५, तृतीयः किरणे ६९७ વિવેચન – એક પણ અક્ષરથી ન્યૂન નહિ એવા દશ પૂર્વો, કષાયકુશીલો અને નિગ્રંથો ઉત્કર્ષથી ચૌદપૂર્વધરો છે એમ જાણવું. “આચારવસ્તુ' અર્થાત્ નવમા પૂર્વમાં રહેલ ત્રીજી આચારવસ્તુ સુધી તે પુલાકોનું જઘન્યથી શ્રત છે. ૦ બકુશ-કુશીલ-નિગ્રંથોને જઘન્યથી શ્રત અષ્ટપ્રવચનમાતાઓ છે, કેમ કે-અષ્ટપ્રવચનમાતાના પાલનરૂપ જ ચારિત્ર હોય છે. તથાચ ચારિત્રીઓએ અવશ્ય તેટલા જ્ઞાનવાળા થવું જોઈએ, કેમ કે-ચારિત્ર જ્ઞાનપૂર્વક છે અને તે જ્ઞાન ઋતથી હોય છે, માટે તે બકુશ આદિનું જઘન્યથી આઠ પ્રવચનમાતાઓના પ્રતિપાદનમાં પરાયણશ્રુત જાણવું. બાકીનું મૂલ સ્પષ્ટ અર્થવાળું છે. प्रतिसेवनाद्वारमाह - क्षपाभोजनविरतिसहितपञ्चमूलगुणानामन्यतमं बलात्कारेण प्रतिसेवते पुलाकः, बकुशो मूलगुणाविराधक उत्तरगुणांशे विराधकः, प्रतिसेवनाकुशीलो मूलगुणाविराधक उत्तरगुणेषु काञ्चिद्विराधनां प्रतिसेवते, कषायकुशीलनिर्ग्रन्थस्नातकानां રિલેવના નાતિ ૨૫ क्षपाभोजनेति । बलात्कारेणेति राजादिकृतबलात्कारेण न तु स्वरसत इति तत्त्वार्थभाष्यानुसारेण । भगवत्यनुसारेण पञ्चानां महाव्रतानामन्यतमं प्रतिसेवेत, उत्तरगुणान् प्रतिसेवमानो दशविधप्रत्याख्यानान्यतमं प्रतिसेवेतेति, उत्तरगुणांशे विराधक इति, दशविधप्रत्याख्यानान्यतमं विराधयतीत्यर्थः । काञ्चिदिति तत्त्वार्थभाष्यानुसारेणेदम्, भगवत्यान्तु प्रतिसेवनाकुशीलः पुलाकवदुक्तः ॥ પ્રતિસેવનાદ્વાર ભાવાર્થ – “પુલાક, રાત્રિભોજન વિરતિ સહિત પાંચ મૂલગુણોમાંના કોઈ એક મૂલગુણની બલાત્કારથી પ્રતિસેવના કરે છે. બકુશ મૂલગુણનો વિરાધક હોતો નથી, ઉત્તરગુણાંશમાં વિરાધક થાય છે. પ્રતિસેવનાકુશીલ મૂલગુણનો અવિરાધક અને ઉત્તરગુણોમાં કોઈ એક વિરાધના કરે છે. કષાયકુશીલનિગ્રંથ-સ્નાતકોને પ્રતિસેવના હોતી નથી.” વિવેચન – બલાત્કારથી એટલે રાજા આદિએ કરેલ બલાત્કારથી પરંતુ સ્વરસથી પોતાની ઇચ્છાથી) નહિ, એમ તત્ત્વાર્થભાષ્યના અનુસારે જાણવું. ભગવતીના અનુસારે પાંચ મહાવ્રતોમાંથી કોઈ એક મહાવ્રતની પ્રતિસેવના કરે છે. ઉત્તરગુણોની પ્રતિસેવના કરનારો દશ પ્રકારના પચ્ચકખાણોમાંથી કોઈ પચ્ચકખાણની પ્રતિસેવના કરે છે. ઉત્તરગુણાંશવિષયક વિરાધક એટલે દશ પ્રકારના પચ્ચકખાણોમાંથી કોઈ એક વિરાધના કરે છે. એવું વિધાન તત્ત્વાર્થભાષ્યના અનુસારે સમજવું. ભગવતીમાં તો પ્રતિસેવનાકુશીલ પુલાકની માફક કહેલો છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy