SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ६८० तत्त्वन्यायविभाकरे यस्संयमसाररहितो जिनप्रेरितात्त्वागमात् सदैवाप्रतिपाती सन् ज्ञानानुसारेण क्रियानुष्ठायी स पुलाक इति भावः । उपजीवनान्तेन लब्धिमत्ता दोषवानित्यन्तेन निस्सारताऽवशिष्टेन च सम्यग्दृष्टिता सूचिता । तस्य भेदमाह-स चेति, भेदप्रकारमाह लब्धिपुलाकेति, लब्ध्या युतः पुलाको लब्धिपुलाकः, सेवया अतिचारसेवनया युतः पुलाकस्सेवापुलाकः इत्यर्थः । तत्र लब्धिपुलाकमाह देवेन्द्रेति, देवेन्द्रस्य या सम्पत्तिस्तत्सदृशसम्पत्तिमानित्यर्थः, कुत इत्यत्र हेतुगर्भविशेषणमाह लब्धिविशेषेति, साधारणलब्धियुतो न, किन्तु देवेन्द्रसम्पत्तितुल्यसम्पत्तिप्रसवयोग्यलब्धिविशेषयुक्त इति भावः, सोऽन्योऽपि भवेदित्यत्र आह पुलाक इति, केचित्तु आसेवनतो यो ज्ञानपुलाकस्तस्येयमीदृशी लब्धिः, स एव च लब्धिपुलाको न कश्चित्तद्वयतिरिक्तोऽपर इत्याहुः । सेवापुलाकस्य प्रकारानाह सेवापुलाकस्त्विति ॥ પુલાકનું સ્વરૂપવર્ણન ભાવાર્થ – “સંઘ આદિના પ્રયોજન માટે સેના સહિત ચક્રવર્તીના વિધ્વંસના સામર્થ્યથી, જીવનથી કે જ્ઞાનાદિના અતિચારના સેવનથી દોષવાળો, જિન આગમથી અપ્રતિપાતી “પુલાક' કહેવાય છે. તે લબ્ધિપુલાક અને સેવાપુલાકના ભેદથી બે પ્રકારનો છે. દેવેન્દ્રની સંપત્તિ સમાન સંપત્તિવાળો, લબ્ધિવિશેષથી યુક્ત પુલાક લબ્ધિપુલાક' કહેવાય છે. સેવાપુલાક તો જ્ઞાન-દર્શન-ચારિત્ર-લિંગયથાસૂક્ષ્મના ભેદથી પાંચ પ્રકારનો છે.” વિવેચન – પુલાક એટલે ફોતરું. કમોદમાંથી ચોખાનો દાણો કાઢી લઈએ અને બાકી ફોતરું રહે તેનું નામ લોકમાં “પુલાક' કહેવાય છે. તે નિઃસાર છે. તેની માફક આ પુલાકચારિત્રી સારભૂત એવા જ્ઞાનદર્શન-ચારિત્રના અતિચારોને સેવે છે, તપ અને શ્રુતથી ઉત્પન્ન થયેલી લબ્ધિને ધારે છે, સમયે પ્રયોગ કરે છે અને શ્રી જિનકથિત આગમથી નિત્ય નિરંતર અપ્રતિપાતી છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રો નિર્વાણના કારણો છે. એવી શ્રદ્ધા રાખનારો જ્ઞાનના અનુસાર ક્રિયાને કરનારો છે. ત્યાં સંઘાદિનું પ્રયોજન હોતે, બલવાહનવાળા ચક્રવર્તી આદિને પણ ચૂરવામાં સમર્થ, તપ અને શ્રુતથી જન્ય લબ્ધિથી-ઉપજીવનથી કે જ્ઞાન આદિના અતિચારોના સેવનથી જે સંયમના સાર વગરનો અને શ્રી જિનકથિત આગમથી તો હંમેશાં અપ્રતિપાતી હોતા જ્ઞાનના અનુસાર ક્રિયાને કરનારો, તે “પુલાક કહેવાય છે. ૦ ઉપજીવન સુધીના પદથી લબ્ધિ, દોષવાળા સુધીના પદથી નિસારતા અને બાકીના (જિન આગમથી અપ્રતિપાતીરૂપ બાકીના) પદથી સમ્યગ્દષ્ટિપણે સૂચિત કરેલ છે. ૦લબ્ધિવાળો પુલાક લબ્ધિપુલાક અને અતિચારસેવનવાળો પુલાક સેવાપુલાક-એમ પુલાકના બે ભેદો છે. (૧) લબ્ધિપુલાક-દેવેન્દ્રની જે સંપત્તિ છે, તેના સરખી સંપત્તિવાળો છે, સાધારણ લબ્ધિવાળો નથી, કેમ કે-દેવેન્દ્રસંપત્તિ સમાન સંપત્તિજનનયોગ્ય લબ્ધિવિશેષથી યુક્ત જે પુલાક, તે “લબ્ધિપુલાક કહેવાય છે. ૦ કેટલાક તો આ સેવનથી જે જ્ઞાનપુલાક છે, તેને આવી લબ્ધિ હોય છે. તે જ લબ્ધિપુલાક છે, એનાથી ભિન્ન બીજો કોઈ નહિ એમ કહે છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy