SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ६५० तत्त्वन्यायविभाकरे યોજનોમાં પલ્યોપમ ઉપર લાખ વર્ષના આયુષ્યવાળા ચન્દ્રનું વિમાન છે. તેનાથી ઉ૫૨ ૨૦ યોજનોમાં ક્રમથી અર્ધો પલ્યોપમ, એક પલ્યોપમના આયુષ્યવાળા નક્ષત્ર અને ગ્રહોના વિમાનો છે.” વિવેચન – અનુક્રમથી એટલે તારાઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ તો પલ્યોપમનો ચોથો ભાગ આવા ક્રમથી. ૦ તારાઓના વિમાનો એટલે જ્યોતિષ્ઠવિશેષોના વિમાનના પ્રસ્તારો. ૦ તેનાથી ઉંચે એટલે તારાઓના વિમાનથી ઉંચે. ૦ ‘એક પલ્યોપમ ઉ૫૨ હજા૨ વર્ષનું આયુષ્ય.' આ સૂર્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. જઘન્યથી તો સૂર્યચંદ્ર-નક્ષત્ર-ગ્રહોનું આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ છે. જો કે સૂર્ય અને ચંદ્રની જઘન્ય સ્થિતિ સંભવતી નથી, તો પણ આ વિમાનોમાં દેવો ત્રણ પ્રકારના છે. જેમ કે-(૧) વિમાનનાયક. (૨) વિમાનનાયક સમાન. (૩) પરિવાર દેવો. ત્યાં નાયક અને નાયક સમાનની અપેક્ષાએ તો ઉત્કૃષ્ટ સ્થિતિ છે, પરિવાર દેવની અપેક્ષાએ તો જઘન્ય સ્થિતિ છે એમ જાણવું. એ પ્રમાણે ગ્રહોના વિમાન આદિમાં પણ જાણવું. એથી જ ‘સહસ્રાધિક પલ્યોપમાયુષ્યે' એવું પદ સૂર્યનું વિશેષણ હોવાથી જઘન્ય સ્થિતિ કહેલી નથી. એ પ્રમાણે આગળ પણ સમજવું. ૦ સૂર્યવિમાન ઉપર ચન્દ્રવિમાન છે. ૦ ચન્દ્રના વિમાનથી ૨૦ યોજનોના મધ્યમાં નક્ષત્ર-ગ્રહોના વિમાનો છે. ૦ ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમના આયુષ્યવાળાઓ નક્ષત્રો છે, એક પલ્યોપમના આયુષ્યવાળા મંગલ આદિ ગ્રહો છે. ૦ આ મનુષ્યક્ષેત્રની અંદર વર્તમાન, ચન્દ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારારૂપે વિમાનવાળા મંડલગતિથી પરિભ્રમણ કરનારા, ગતિવાળા અને સ્વભાવથી ગતિના પ્રેમવાળા સાક્ષાત્ ગતિયુક્ત દેવો છે. મનુષ્યક્ષેત્રથી બહાર રહેનારા, ચન્દ્ર વગેરે વિમાનવાળાઓ, ગતિ વગરના, ગતિના પ્રેમ વગરના, અલૌકિક ગતિવાળા, ‘તેમાં રહેનારા તે કહેવાય છે’-એ ન્યાયથી વિમાનસ્થ હોવાથી વિમાન તરીકે કહેવાય છે. ત્યાં માનુષોત્તર પર્વતથી બહાર રહેનારા ચન્દ્ર-સૂર્યોના તેજો (કિરણો) અવસ્થિત હોય છે. તેજથી અત્યંત ઉષ્ણ સૂર્યો હોતા નથી, તેમજ સર્વદા જ અત્યંત શીત તેજવાળા ચંદ્રો હોતા નથી. ચંદ્રો અભિજિત નક્ષત્ર સાથે યુક્ત હોય છે. સૂર્યો પુષ્યનક્ષત્રની સાથે યુક્ત હોય છે. ૦ ત્યાં જંબુદ્વીપમાં ૨ ચન્દ્રો અને ૨ સૂર્યો હોય છે. લવણોદધિમાં ૪ ચંદ્રો અને ૪ સૂર્યો હોય છે. ધાતકીખંડમાં ૧૨ ચંદ્રો અને ૧૨ સૂર્યો હોય છે. કાલોદધિમાં ૪૨ ચંદ્રો અને ૪૨ સૂર્યો હોય છે. પુષ્કરાર્ધમાં ૭૨ ચંદ્રો અને ૭૨ સૂર્યો હોય છે. એમ કુલ સંખ્યા ૧૩૨ જાણવી. નક્ષત્રોનું પરિમાણ તો ૨૮ સંખ્યાને ૧૩૨થી ગુણાકાર કરી વિચારવું. एषां ज्योतिष्काणां गतिविशेषप्रतिपत्त्यर्थं वक्ति एवममी ज्योतिर्गणा एकविंशत्युत्तरैकादशशतयोजनदूरतो मेरुं परिभ्रमन्ति ॥ ३४|
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy