SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ ६४६ तत्त्वन्यायविभाकरे જબૂદ્વીપથી માંડી સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના અસંખ્યાત દ્વીપસમુદ્રો છે એમ પૂર્વે કહેલું છે. ત્યાં કયા જંબૂદ્વીપ આદિ દ્વીપો અને કયા સમુદ્રો છે? આના જવાબમાં કહે છે કે જંબૂદીપનું અને સમુદ્રોનું વર્ણન ભાવાર્થ – “આ પ્રમાણે લવણોદધિ, કાલોદધિ, પુષ્કરોદધિ, વરૂણોદધિ, ક્ષીરોદધિ, વૃતોદધિ, ઇક્ષુવરોદધિ, નંદીશ્વરોદધિ, અરૂણવરોદધિ આદિ સમુદ્રોથી ક્રમથી અંતરિત (વ્યવધાન કરેલ) જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવરદ્વીપ, વરૂણવરદ્વીપ, ક્ષીરવરદ્વીપ, ધૃતવરદ્વીપ, ઇક્ષુવરદ્વીપ, નંદીશ્વરદ્વીપ, અરૂણવરદ્વીપ આદિ સ્વયંભૂરમણ સુધીના અસંખ્યાત દ્વીપસમુદ્રો ચારેય બાજુથી એક રજુપ્રમાણ વિખંભમાં વર્તે છે.” વિવેચન – સમસ્ત દ્વીપસમુદ્રમાં અત્યંતરભૂત (મધ્યભૂત) હોઈ, આદિમાં જંબૂવૃક્ષથી ઉપલલિત જબૂદ્વીપ છે. તેને વીંટીને લવણ (ખારા) રસના આસ્વાદવાળા પાણીથી ભરપૂર લવણસમુદ્ર છે. તેને વીંટીને ધાતકીવૃક્ષના ખંડ(વન)થી ઉપલલિત “ધાતકીખંડ છે. તેને આવરીને વિશુદ્ધ જળના રસના આસ્વાદવાળો - “કાલોદધિ” છે. તેનું વેખન કરીને પદ્મવરોથી ઉપલક્ષિત “પુષ્કરવરદ્વીપ' છે. તેની ચારેય બાજુએ શુદ્ધ જળના રસના આસ્વાદવાળો “પુષ્કરોદધિ' છે. તેની ચારેય બાજુએ “વરૂણવરદ્વીપ' છે. ત્યારબાદ વારૂણી(મદિરા)રસના આસ્વાદવાળો “વરૂણોદધિ છે. ત્યારપછી “ક્ષીરવરદ્વીપ' છે. ત્યારબાદ ક્ષીરના રસના આસ્વાદવાળો “ક્ષીરોદધિ' છે. તેના પછી વૃતવરદ્વીપ છે. તેને વ્યાપીને વૃતના રસના આસ્વાદવાળો “વૃતોદધિ' છે. તે પછી “ઇક્ષુવરદ્વીપ' છે. તેને વીંટાઈને ઇશુના રસના આસ્વાદવાળો ઇક્ષુવરોદધિ છે. ત્યારબાદ “નંદીશ્વરદ્વીપ' છે. ત્યાર પછી ઇક્ષરસના આસ્વાદવાળો જ “નંદીશ્વરોદધિ' છે. તેના પછી અરૂણવરદ્વીપ' છે. તેના પછી ઇક્ષરસના આસ્વાદવાળો જ “અરૂણવરોદધિ' છે. ઇત્યાદિ અસંખ્યાત દ્વિપસમુદ્રો સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના ચારેય બાજુ વલયના આકાર એક રજુ વિસ્તારવાળા રત્નપ્રભાના પીઠમાં વર્તે છે, બીજે ઠેકાણે નહિ. સ્વયંભૂરમણ સમુદ્ર તો શુદ્ધ જળના રસવાળો છે. ૦ આદિ પદથી અરૂણા-વાસ-કુંડલવર-શંખવર-ચકવર આદિ દ્વીપોનું ગ્રહણ કરવું. ૦સમુદ્રોના નામો પણ દ્વીપના નામસમાન જ છે. આ બધાય જંબૂદીપથી માંડી નિરંતરતાએ વ્યવસ્થિત છે. તેથી રુચકવરથી અસંખ્યાત દ્વીપસમુદ્રો ગયા બાદ ભુજગવર નામક દ્વીપ છે. તેનાથી પણ અસંખ્યાતતેઓને ઉલ્લંધ્યા બાદ કુશવરદ્વીપ છે. તેના પછી પણ તે પ્રકારે જ ઉલ્લંઘન કરી ક્રોંચવરદ્વીપ આવે છે. તેના પછી પણ તે પ્રકારે જ ઉલ્લંઘન કરી આભરણ આદિ દ્વીપો વિચારવા. સમુદ્રો પણ તેવા નામવાળા જ વિચારવા. ૦ મધ્યમાં રહેલ દ્વીપોના નામો લોકમાં જેટલા શંખધ્વજ-કલશ-શ્રીવત્સ આદિ રૂપ શુભ નામો છે, તેટલા શુભ નામવાળા જ લીપો છે. ननु निखिलेषु द्वीपेषु मनुष्या वसन्त्यथवा द्वीपविशेष इत्याशङ्कायामाह - तत्र पुष्करवरद्वीपा) यावन्मानुषं क्षेत्रम्, ततः परं मनुष्यलोकपरिच्छेदकः प्राकाराकारो मानुषोत्तरो नाम भूधरो वर्तते । नास्मात्परतो जन्ममरणे मनुष्याणां ના રૂ૨
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy