SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ६४२ 'तत्त्वन्यायविभाकरे ૦ પ્રચુરતાથી હિમના અભિસંબંધથી હિમવાનું” “મોટો હિમવાનું - “મહા હિમવંત' કહેવાય છે. ઇન્દ્રગોપની માફક અવિદ્યમાન પણ હિમમાં રૂઢિવિશેષના બળથી “હિમવંત એવી સંજ્ઞા છે. ૦ જેમાં દેવો અને દેવીઓ ક્રીડા માટે મોટાભાગે બેસે છે, તે નિષધ” કહેવાય છે. ૦ નીલવર્ણના યોગથી ‘નીલ” કહેવાય છે. ૦ રૂફમ(સુવર્ણ)ના સદ્ભાવથી “રૂફમી કહેવાય છે. ૦ શિખરોની બહુલતાની અપેક્ષાએ શિખરી કહેવાય છે. આ છ વર્ષધર પર્વતો કહેવાય છે. (૧) વંશ, (૨) વર્ષ, (૩) વાય-એ ત્રણ નામો ક્ષેત્રના પર્યાયવાચકો છે. વર્ષના (વર્ષણના) સન્નિધાનથી ભરત આદિ વર્ષો-ક્ષેત્રો કહેવાય છે. તે ક્ષેત્રોને અસંકરથી (સેળભેળ વગર) વિભાગ કરી ધારનાર હોવાથી “વર્ષધરો' કહેવાય છે. આવા પર્વતો “વર્ષધર પર્વતો' કહેવાય છે. તેઓથી અલંકૃત એટલે પોતપોતાના પૂર્વ અપર(પૂર્વ-પશ્ચિમ)ના અગ્રભાગથી લવણસમુદ્રસ્પર્શી વર્ષધર પર્વતોથી વિભાગને પામેલ ક્ષેત્રો છે. ૦ તથાચ ભરત અને હૈમવંતક્ષેત્રોમાં મધ્યસ્થ હોવાથી, હિમવાનું વર્ષધર તે બંને ક્ષેત્રોના વિભાગને કરે છે. ૦ હૈમવંત અને હરિવર્ષના મધ્યગામી હોવાથી, મહાહિમવાનું તે બંનેના વ્યવરચ્છેદન કરે છે. આ પ્રમાણે કરેલો ક્ષેત્રવિભાગ સમજવો. અહીં વિસ્તારે તો બીજા ગ્રંથથી જાણવો. ૦ જંબૂદ્વીપની માફક ધાતકીખંડમાં દ્વિગુણ ક્ષેત્રો છે. ધાતકીખંડ લવણસમુદ્રને વીંટળાઈને રહેલો, કાલોદધિ સમુદ્રથી વીંટાયેલો, વલયના આકારે રહેલો, વિજય-વૈજયન્ત-જયંત-અપરાજિત નામક ચાર દ્વારોથી યુક્ત છે. ચાર લાખ વિખંભવાળો, જંબૂદ્વીપની અપેક્ષાએ દ્વિગુણ ભરત આદિ ક્ષેત્ર સહિત, તે (ક્ષેત્રવિભાજક બાર વર્ષધર પર્વતોથી સુશોભિત છે. બે ભરતક્ષેત્રો, બે હૈમવતક્ષેત્રો એ પ્રમાણે, તેમજ બબ્બે હિમવંતો, બે મહા હિમવંતો, આવી રીતના ક્રમથી દ્વિગુણ ક્ષેત્રપર્વતો, મેરૂ આદિ બળે સમજવાં. ૦ જંબૂઢીપની માફક પુષ્કરાઈમાં દ્વિગુણ ક્ષેત્રો છે. પદ્મોની બહુલતાની અપેક્ષાએ પુષ્કરદ્વીપકહેવાય છે. પુષ્કરદ્વીપના અર્ધભાગ દ્વીપમાં, અહીં ચ શબ્દથી જંબૂદીપની અપેક્ષાએ જ ક્ષેત્ર આદિનું દ્વિગુણપણું સૂચિત થાય છે પરંતુ ધાતકીખંડની અપેક્ષાએ નહિ. તથાચ જેમ ધાતકીખંડમાં ભરતાદિ ક્ષેત્ર હિમવંત પર્વત આદિનું દ્વિગુણપણું છે, તેમ પુષ્કરાઈમાં પણ જંબુદ્વીપની અપેક્ષાએ દ્વિગુણપણું છે. છે ત્યાં પુષ્કરવરદ્વીપ કાલોદધિ સમુદ્રથી વેષ્ટિત સોળ લાખ યોજનના વિખંભવાળો છે. તેનો અભાગ એટલે આઠ લાખ યોજનવાળા પુષ્કરાઈમાં જ ભરતાદિ ક્ષેત્રોનું અને હિમવંત આદિ પર્વતોનું દ્વિગુણપણું છે. બીજા અર્ધાભાગમાં નહિ, કેમ કે બીજા અર્ધાભાગમાં પુષ્કરવરકીપના અર્ધનો વિભાગ કરનારો માનુષોત્તર નામવાળો મહાનગરના પ્રકારની માફક વૃત્ત(વલયની માફક ગોળ) વિશિષ્ટ શૈલ (પર્વત) છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy