SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय भाग / सूत्र - २९, द्वितीय: किरणे આવા પ્રકારના જંબૂદ્વીપમાં છ કુલ પર્વતોથી વિભાગવાળા સાત ક્ષેત્રો છે. માટે કહે છે કેસાત ક્ષેત્રોનું સ્વરૂપ “જંબૂદ્વીપમાં ઉત્તરોત્તર ક્રમથી ઉત્તરદિશામાં વર્તનારાં ક્ષેત્રવિભાજક હિમવંતમહાહિમવંત-નિષધ-નીલ-રૂકિમ-શિખરી નામક વર્ષધર પર્વતોથી અલંકૃત, ભરત-હૈમવત-હરિ-વિદેહરમ્યક્-દૈરણ્યવત-ઐરાવત નામને ભજનારા સાત ક્ષેત્રો છે. એ પ્રમાણે જ ધાતકીખંડમાં અને પુષ્કરાર્ધમાં દ્વિગુણ (ડબલ) ક્ષેત્રો છે.’’ ભાવાર્થ ६४१ વિવેચન – તે ક્ષેત્રો કયા કયા છે ? તેના જવાબમાં કહે છે કે-જ્યાં ભરત નામવાળો મહર્દિક, મહાદ્યુતિવાળો, મહાયશવાળો, પલ્યોપમની સ્થિતિવાળો દેવ વસે છે, માટે તે ક્ષેત્ર ‘ભરત’ કહેવાય છે. (લઘુહિમવંતની દક્ષિણમાં, દક્ષિણના લવણસમુદ્રની ઉત્તરમાં, પૂર્વના લવણસમુદ્રની પશ્ચિમ લવણસમુદ્રના પૂર્વમાં, ભરતનામક ક્ષેત્ર વર્તે છે. અખંડિત છત્રવાળા, સુલક્ષણવંત, સુંદર અંગવાળા, વિનીતા રાજધાનીમાં થયેલ, ભરતચક્રવર્તીથી શાસિત હોવાથી આ ક્ષેત્રનું નામ ‘ભરત’ કહેવાય છે.) ક્ષુદ્રહિમવંત અને મહાહિમવંતના મધ્યમાં આવેલ ક્ષેત્ર ‘હૈમવંત’ કહેવાય છે. ત્યાં રહેલ યુગલિક મનુષ્યોને બેસવા આદિના ઉપભોગમાં સોનાના શિલાપટ્ટકો ઉપયોગી થાય છે. એ હેતુથી ‘હેમવંત’ નામ ચરિતાર્થ છે. ૦ હિર એટલે સૂર્ય અને ચંદ્ર એવો અર્થ થાય છે. જ્યાં કેટલાક મનુષ્યો સૂર્ય જેવા અરુણ (લાલ) કાન્તિવાળા અને કેટલાક મનુષ્યો ચંદ્ર જેવા શ્વેતવર્ણી વસે છે. તેવું ક્ષેત્ર ‘હરિવર્ષ’ કહેવાય છે. અહીં ક્ષેત્રવાચી હરિ શબ્દ બહુવચનાન્ત છે. ૦ વિશિષ્ટ શરીરવાળા પુરુષના સંબંધથી અથવા મહાવિદેહ નામક દેવના સંબંધથી ‘વિદેહક્ષેત્ર’ કહેવાય છે, કેમ કે-દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રોમાં મનુષ્યો ત્રણ ગાઉની ઉંચી કાયાવાળા છે. ૦ ‘રમ્યક્’ રમણ-ક્રીડાવિષય તરીકે કરાય છે. નાના કલ્પવૃક્ષોથી અને સ્વર્ણ-મણિથી સુવિરચિત, તે તે પ્રદેશોથી અત્યંત રમણિયપણું હોઈ, જે ક્ષેત્ર રતિના વિષય તરીકે બને છે, તે રમ્ય એ જ ‘રમ્યમ્' કહેવાય છે. અથવા રમ્યદેવના સંબંધથી ‘રમ્યક્’ કહેવાય છે. ૦ હૈરણ્યવતદેવના સંબંધથી ‘હૈરણ્યવત’ કહેવાય છે. ૦ ઐરાવતદેવના યોગથી ‘ઐરાવત’ક્ષેત્ર કહેવાય છે. તથાચ આ સાત ક્ષેત્રો છે. ૦ વિશિષ્ટ ક્રમ સંનિવેશ (રચના, હોવાથી ભરતના ઉત્તરે હૈમવતક્ષેત્ર છે. તે હૈમવતક્ષેત્ર ઉત્તરે પરિક્ષેત્ર છે. એમ ક્રમથી સાત ક્ષેત્રો છે. ૦ જંબુદ્રીપની ઉત્તરદિશામાં રહેલ આ ક્ષેત્રો છે. તથાચ જંબુદ્રીપના દક્ષિણગામી પર્યંતમાં રહેલ, કાલચક્રોથી અનેક અવસ્થાવાળું, પણછ ચઢાવેલ ધનુષ્યના આકારવાળું અને પૂર્વ-દક્ષિણ-પશ્ચિમના સમુદ્રથી સ્પર્શ કરાયેલ ૫૨૬ યોજનપરિમાણવાળું ભરતક્ષેત્ર છે. તેના ઉત્તરે હૈમવંત છે અને તેના ઉત્તરે હરિક્ષેત્ર છે. આ પ્રમાણે ક્રમ જાણવો. આ ક્ષેત્રોની વિભાગવ્યવસ્થાને કોણ કરનાર છે ? આના જવાબમાં કહે છે કે‘ક્ષેત્રવિભાજક વર્ષધર પર્વતો છે.’
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy