SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २३, द्वितीयः किरणे ६२९ ૦ રત્નપ્રભામાં નારકોના તેર પ્રસ્તરો છે. (પ્રતરો-થરો-નિવાસસ્થાનો છે.) ૦ વળી નારકાવાસો ત્રીસ લાખ છે. (નારકાવાસ આવલિકામવિષ્ટ અને પ્રકીર્ણક ભેદથી બે પ્રકારના છે. આવલિકામવિષ્ટ એટલે આઠ દિશાઓમાં સમશ્રેણીથી વ્યવસ્થિત અર્થાત્ આવલિકાઓમાં-શ્રેણીઓમાં પ્રવિષ્ટ-વ્યવસ્થિત તેઓ સંસ્થાનની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે. (૧) ગોળ, (૨) ત્રણ ખૂણિયા અને (૩) ચાર ખૂણિયા. આવલિકાથી બહાર રહેલાં “પ્રકીર્ણક કહેવાય છે. તેઓ અનેક આકારમાં રહેલા હોય છે. સાતમી પૃથિવીમાં તો આવલિકા,વિષ્ટ જ નારકાવાસો હોય છે. તથાચ બે પ્રકારના નારકાવાસની ગણતરીએ રત્નપ્રભામાં ત્રીસ લાખ છે.) દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્યા છે. (આ રત્નપ્રભા, દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વતી છે, કેમ કે-આકારની સર્વદા વિદ્યમાનતા છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અશાશ્વતી છે કેમ કે-કૃષ્ણવર્ણ-સુરભિગંધ-તિકતરસ-કઠિન સ્પર્શ આદિ પર્યાયોનું ક્ષણે ક્ષણે અથવા કેટલા કાળ બાદ બીજા બીજા રૂપે વર્તવું છે. અનાદિ હોવાથી કદાચિતું નહોતું એમ નહિ, કદાચિત નથી એમ નહિ પરંતુ સદા વિદ્યમાન છે. કદાચ ભવિષ્યમાં નહિ હશે એમ નહિ, કેમ કે-અનંત છે. તથાચ હતું, છે અને હશે. આ પ્રમાણે ત્રણેય કાળમાં વર્તનાર હોવાથી ધ્રુવ છે. ધ્રુવ હોવાથી નિયત અવસ્થાનવાળી રત્નપ્રભા છે. જેમ કે-ધમસ્તિકાયાદિ નિયત હોવાથી શાશ્વત છે. શશ્વભાવ હોવાથી પ્રલયનો અભાવ છે. શાશ્વત હોવાથી જ નિરંતર ગંગા-સિંધુના પ્રવાહની પ્રવૃત્તિ છતાં, જેમ “પૌંડરીકહૂદ' કેટલાક પુગલોનું વિચટન (ગમન) હોવા છતાં તે સ્થાનમાં બીજા કેટલાક પુદ્ગલોનો ઉપચય (આગમન) હોવાથી અક્ષય છે, એમ રત્નપ્રભા અક્ષયા છે. અક્ષય હોવાથી જ અવ્યયા છે. જેમ કે-માનુષોત્તરથી બહાર રહેલ સમુદ્ર અવ્યય હોવાથી જ સ્વપ્રમાણ અવસ્થિત છે. જેમ કે સૂર્યમંડલ આદિ. આ પ્રમાણે સદા અવસ્થાનથી વિચારતી નિત્યા છે. જેમ કે-જીવસ્વરૂપ. આ પ્રમાણે સઘળી પૃથિવીઓમાં સમજવું.) अवशिष्टानां पृथिवीनां स्थूलपरिमाणादिकं प्रकाशयति नारकप्रस्तावात् - द्वात्रिंशदष्टाविंशतिविंशत्यष्टादशषोडशाष्टसहस्राधिकलक्षयोजन-बाहल्याश्शर्करादयः । अत्र तु नारका एव वसन्ति ॥ २३ ॥ द्वात्रिंशदिति । शर्करादीनां पृथिवीनां बाहल्यं द्वात्रिंशत्सहस्राधिकलक्षयोजनादिक्रमेण बोध्यमित्यर्थः, अत्र वासयोग्यानाहात्र त्विति, शर्करादिपृथिवीष्वित्यर्थः, एवशब्देनाऽऽद्यायामिवात्र भवनपतिनिवासो नास्तीति सूच्यते, तथा क्रमेण प्रस्तारा नरकाणां एकादशनवसप्तपञ्चत्र्येकाः, आवासाश्च द्वितीयायां पञ्चविंशतिर्लक्षाणि, तृतीयायां पञ्चदश लक्षाणि, चतुर्थ्यां दश लक्षाणि पञ्चम्यां त्रीणि लक्षाणि षष्ठयां नरकपञ्चोनैकलक्षाः सप्तम्यान्तु पञ्चैवेति ।। નારકના પ્રસ્તાવથી બાકીની પૃથિવીઓના સ્થૂલ પરિમાણ આદિને કહે છે. નારકાવાસો ભાવાર્થ – “બત્રીસ, અઢાવીશ, વીશ, અઢાર, સોળ, આઠ હજાર અધિક એક લાખ જોજનની જાડાઈવાળી શર્કરામભા આદિ પૃથિવીઓ છે. અહીં તો નારકી જીવો જ રહે છે.”
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy