SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ६२८ तत्त्वन्यायविभाकरे શું અધોલોકમાં સઘળે ઠેકાણે નારકીઓ જ રહે છે. બીજાઓ રહેતાં નથી ? આના જવાબમાં કહે છે કે નારકીઓના નિવાસો ભાવાર્થ – “એક લાખ એંશી હજાર જોજન સ્થૂલ એવી રત્નપ્રભાના ઉપર અને નીચે હજાર જોજનો છોડીને મધ્યમાં જઘન્યથી દશ હજાર વર્ષોના આયુષ્યવાળા, ઉત્કૃષ્ટથી કાંઈક અધિક સાગરોપમના આયુષ્યવાળા ભવનપતિઓના ભવનો વર્તે છે. ત્યાં જ ભાગાન્તરમાં-બીજા ભાગમાં નારકીઓ રહે છે.” વિવેચન – સ્થૂલતાની અપેક્ષાએ એક લાખ એંશી હજાર જોજનની સ્થૂલતાવાળી રત્નપ્રભામાં સઘળે ઠેકાણે ભવનપતિઓના ભવનો નથી પરંતુ પરિમિત ભાગમાં છે. એને સ્પષ્ટ કરે છે કે-ઉપર અને નીચે એક હજાર જોજનને છોડી મધ્યમાં એક લાખ અઠ્યોતેર હજાર જોજનવાળા મધ્યમાં અસુરકુમાર-નાગકુમારવિદ્યુતકુમાર-સુપર્ણકુમાર-અગ્નિકુમાર-વાતકુમાર-સનિતકુમાર-ઉદધિકુમાર-દ્વીપકુમાર-દિક્કુમારરૂપ દશ ભવનપતિઓના ભવનો વર્તે છે. ૦ ભવન, આયામની અપેક્ષાએ કાંઈક ન્યૂન ઉંચાઈના માનવાળું હોય છે. પ્રાસાદ, આયામથી દ્વિગુણ ઉંચાઈવાળો, બહારથી ગોળ, અંદરથી સમચતુરગ્ન(ચતુષ્કોણ)વાળા અને નીચે કર્ણિકાના સંસ્થાનવાળા ભવનો હોય છે. ૦ આવાસો તો કાયમાન(ઘાસની ઝુંપડી)ના સ્થાનમાં મોટા મંડપો, વિચિત્ર મણિ-રત્નોની પ્રભાથી ભાસિત દિશાઓના ચક્રવાળા હોય છે. આમ ભવન અને આવાસમાં ભેદ સમજવો. ૦ ભવનો એટલે અસુર આદિના વિચિત્ર સંસ્થાનવાળા વિમાનો કહેવાય છે. કેટલાક ‘નેવું હજારોની નીચે ભવનો હોય છે અને બીજી જગ્યાએ ઉપરના અને નીચેના હજા૨ જોજન છોડી સઘળે ઠેકાણે પણ સંભવ પ્રમાણે આવાસો હોય છે’ એમ કહે છે. ત્યાં અસુકુમાર આદિ જેઓ દક્ષિણ-ઉત્તરમાં રહેનારા છે, તેઓના સર્વ સંખ્યાથી ચોસઠ લાખ ભવનો હોય છે. નાગકુમારોના ચોરાશી લાખ ભવનો હોય છે. સુપર્ણકુમારોના બ્યોંતર લાખ ભવનો હોય છે. વાયુકુમારોના છન્નુ લાખ ભવનો હોય છે. દ્વીપકુમાર-દિકુમારઉદધિકુમાર-વિદ્યુતકુમાર-સ્તનિતકુમાર-અગ્નિકુમારરૂપ છ, જેઓ દક્ષિણ-ઉત્તરદિશામાં રહેનાર મનોહર યુગલરૂપ છે, તે કુમારોના દરેકના છ્યોતેર લાખ ભવનો છે. ૦ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સ્થિતિ મૂલમાં કહેલી છે. ૦ આ ભવનપતિઓ, કુમારની માફક ઉદ્ધૃત ભાષા, આભરણ-શસ્ત્ર-વસ્ત્ર-ગતિ-વાહનવાળા હોઈ ખૂબ પ્રેમાળ-રમતિયાળ હોઈ ‘કુમાર’ કહેવાય છે. શંકા – એક લાખ ઇઠ્યોતર હજા૨માં રત્નપ્રભામાં જો ભવનપતિઓનો વાસ છે, તો નારકીઓનો ક્યાં વાસ છે ? આવી શંકાના જવાબમાં કહે છે કે-તે તેટલા માનવાળી રત્નપ્રભામાં નારકીઓ છે. શંકા આમ છે, તો ભવનપતિ-નારકીઓનો ખીચડો જ સમજવો ને ? આ શંકાના જવાબમાં કહે છે કે-ભવનપતિવાસોની દક્ષિણ-ઉત્તરના ભેદથી વિદ્યમાનતા છે. દક્ષિણઉત્તર બાજુ સિવાય બીજે ઠેકાણે પૂર્વ-પશ્ચિમ બાજુમાં નારકીઓના નિવાસો છે. —
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy