SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय भाग / सूत्र - १८, द्वितीय: किरणे ६१७ ક્ષુલ્લકની અવધિ કરી અધઃપ્રતરની વૃદ્ધિ પ્રવૃત્ત (પ્રવર્તેલ) છે. એથી શેષની અપેક્ષાએ આ બંને લઘુતર રજ્જુપ્રમાણ આયામ-વિખંભવાળા, વૃદ્ધિ-હાનિ વગરના લોકના બહુસમ-બે ભાગો સમજવા.) આકાશપ્રદેશના પ્રતો ઉપર-નીચે ભાવથી છે. તે બંનેનું મેરુના મધ્યપ્રદેશમાં મધ્ય મેળવાય છે તે મધ્યમાં ઉપરના પ્રતરના જે ચાર આકાશપ્રદેશો છે અને નીચેના પ્રત૨ના જ ચા૨ આકાશપ્રદેશો છે, તે આઠ પ્રદેશોની શાસ્ત્રમાં ‘રુચક’ એવી પરિભાષા છે. વળી આ આઠ પ્રદેશવાળો રુચક, સઘળા તિતિલોકના મધ્યમાં વર્તનાર, ગાયના સ્તનના આકારવાળો, ક્ષેત્રથી છ દિશાઓનું અને ચાર વિદિશાઓનું મૂળ છે. ૦ આ રુચક તીર્કાલોકનો મધ્ય કહેવાય છે, લોકનો મધ્ય નહિ, કેમ કે-ભગવતી આદિમાં રત્નપ્રભાઘનોદધિ-ધનવાત-તનુવાતોને અને આકાશના અસંખ્યાત ભાગને ઉલ્લંઘીને લોકના મધ્યની વ્યવસ્થા છે. કહ્યું છે કે-‘ઘર્મા-ઘનોદધિ-ઘનવાત-તનુવાતોને અને આકાશના અસંખ્ય ભાગને ઉલ્લંઘીને લોકનો મધ્ય કહેલો છે. આલોકના મધ્યથી ઉંચે અને નીચે સંપૂર્ણ સાત રજ્જુઓ હોય છે. ૦ આ જ રૂચકથી દિશાઓ અને વિદિશાઓ પેદા થાય છે. વિજયદ્વારના અનુસારે પહેલી દિશા ‘પૂર્વ,’ ત્યારબાદ અવશિષ્ટ દિશાઓ પ્રદક્ષિણાથી થાય છે. ઊર્ધ્વદિશાને વિમલા કહેવાય છે અને નીચેની દિશાને તમા કહેવાય છે. (પૂર્વ, પૂર્વ-દક્ષિણ (અગ્નિકોણ), દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યકોણ), પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર (વાયવ્યકોણ), ઉત્તર, ઉત્તર-પૂર્વ (ઇશાનકોણ), ઊર્ધ્વ, અધોદિશા એમ દિશાઓના દસ પ્રકારો છે. એ દશના ઐન્દ્રી-આગ્નેયી-યામ્યા-નૈરૂતી-વારૂણી-વાયવ્યા-સૌમ્યા-ઐશાની-વિમલા અને તમા, એ અનુક્રમે નામો આ સર્વ નામો ગુણનિષ્પન્ન છે. જેમ કે-જે દિશાનો સ્વામી ઇન્દ્ર છે, તે ‘ઐન્દ્રી’ દિશા કહેવાય છે. એ પ્રમાણે અગ્નિ-યમ-નૈઋત-વરૂણ-વાયુ-સોમ-ઇશાનદેવો જેના સ્વામી છે, તે ‘આગ્નેયી’ વગેરે કહેવાય છે. ઊર્ધ્વદિશા પ્રકાશથી યુક્ત હોવાથી એને ‘વિમલા' કહેવામાં આવે છે અને અધોદિશા અંધકારથી યુક્ત હોવાથી એને ‘તમા’ કહેવામાં આવે છે. દિશાઓનો આકાર ગાડીની ઉંઘ જેવો છે, અર્થાત્ ગાડીનો ઉંટડો ઉંચો કરીને ગાડીને ઉંધી રાખવાથી જે આકાર જોવામાં આવે, તેવો આનો આકાર છે. જ્યારે વિદિશાઓનો આકાર મુક્તાવલી (મોતીની માળા) જેવો છે. ઊર્ધ્વદિશા અને અધોદિશાનો આકાર તો રુચક જેવો છે.) ૦ રુચકથી આરંભ હોવાથી સઘળી દિશાઓ સાદિ છે અને બાહ્ય અલોકના આકાશની અપેક્ષાએ અનંત છે. એ અપેક્ષાએ દશ પણ દિશાઓ અનંતપ્રદેશ આત્મક છે. ૦ ત્યાં રુચકથી બહાર ચારેય દિશાઓમાં (રુચકથી નીકળે છે. દરેકને આદિમાં બે બે આકાશપ્રદેશો હોય છે. તેની આગળ ચાર, તેની આગળ છ અને તેનાથી આગળ આઠ આકાશપ્રદેશો હોય છે. આ પ્રમાણે બે બે પ્રદેશની ઉત્તરોત્તર શ્રેણિની વૃદ્ધિ થાય છે. (લોકને આશ્રી અસંખ્યાત પ્રદેશવાળી છે.) ભિન્ન ભિન્ન સમજવું. ૦ તેથી આ પૂર્વ આદિ ચાર મહા દિશાઓ ગાડાના ઉધના આકારની છે. (લોકને આશ્રી મૃદંગના આકારની છે અને અલોકને આશ્રી ગાડાના ઉધના આકારની છે.) ૦ દિશાના ચાર અંતરાલકોણોમાં (વિદિશાઓમાં) એક એક આકાશપ્રદેશથી નિષ્પન્ન, ઉત્તરોત્તર વૃદ્ધિથી રહિત અને તૂટી ગયેલી મોતીની માળાના આકારની છે. આ ચાર વિદિશાઓ હોય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy