SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १५, द्वितीयः किरणे ६१३ त्राह पञ्चास्तिकायात्मक इति जीवाजीवरूप इत्यर्थः । तस्य संस्थानमाह कटिन्यस्तेति, कट्यां न्यस्तं (विन्यस्तं) करयुग्मं यस्य तादृशस्य, च नरस्य पुरुषस्याकृतिरिवाकृतिर्यस्य तथाभूत इत्यर्थः, उत्पत्तिस्थितिव्ययस्वभावपदार्थपरिपूर्णत्वात्सोऽपि तथेत्याहोत्पादेति । तत्परिमाणं सूचयति, चतुर्दशरज्जुपरिमाण इति, अधस्ताद्देशोनसप्तरज्जुविस्तारः, तिर्यग्लोकमध्य एक रज्जुविस्तारः, ब्रह्मलोकमध्ये पञ्चरज्जुविस्तीर्णः, उपरि तु लोकान्त एकरज्जुविस्तारः, शेषस्थानेषु कोऽपि कियानस्य विस्तार इति उच्छायतस्तु चतुर्दशरज्जवोऽस्य प्रमाणमिति भावः । तस्य विभागमाहोधिस्तिर्यग्भेदभिन्न इति, ऊर्ध्वलोकोऽधोलोक स्तिर्यग्लोकश्चेति भागत्रयवाનિત્યર્થ: II તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ માટે લોકના સ્વરૂપને વિસ્તારથી દર્શાવવા માટે તે લોકના સ્વરૂપ-સંસ્થાન આદિને કહે છે. લોકનું સ્વરૂપ ભાવાર્થ – “તે લોકની ભાવનામાં અલોકથી ભિન્ન, કેવલીવડે દેખાતો હોઈ ‘લોક' કહેવાય છે. તે લોક, પંચ અસ્તિકાય આત્મક, કેડ ઉપર સ્થાપિત બે હાથવાળા અને વૈશાખસંસ્થાનથી સંસ્થિત પગવાળા મનુષ્યના આકારવાળો, ઉત્પત્તિ-સ્થિતિ-વ્યય આત્મક, ચૌદ રજુપરિમાણવાળો, ઊર્ધ્વ-અધ-તિર્યકરૂપ ભેદથી વિશિષ્ટ લોક છે.” વિવેચન – તે લોકની ભાવનામાં, અમારાવડે સઘળે ઠેકાણે અવલોક્યમાનપણું નથી હોતું, માટે કેવલીવડે એમ કહેલું છે. ૦ કેવલી વડે અવલોક્યમાનપણું અલોકમાં પણ છે, માટે “અલોકથી ભિન્ન’ એમ કહેલું છે. ૦ તેટલું તો (અલોકથી ભિન્નત્વ માત્ર તો) શશશૃંગ આદિમાં પણ છે. માટે “લોક એવું વિશેષ્ય કહેલું છે, કેમ કે-જે દેશમાં રહેલા કેવલીવડે દેખાય છે, તે દેશ “લોક' એવું કથન તો લોક માત્રમાં વ્યાપક થતું નથી, કેમ કે તે લોક પરિમિત દેશવૃત્તિ છે. લોકમાં રહીને જોવાય છે, એવું કથન અન્યોન્યાશ્રયવાળું છે. લોક શું છે? આના જવાબમાં કહે છે કે ૦ પંચ અસ્તિકાય આત્મક અર્થાત્ જીવ-અજીવસ્વરૂપવાળો લોક છે. ૦ તે લોકના સંસ્થાનને કહે છે કે-કેડ ઉપર સ્થાપિત બે હાથવાળો, વૈશાખનું (ધનુષ્યધારીનું આસન, બંને પગ વચ્ચે વૈતનું અંતર રાખી ઉભા રહેવું તે.) જે સંસ્થાન પૂર્વ-અપર લંબાઈની કોટિરૂપ છે, તેની માફક સ્થાપિત બે પગવાળા પુરુષની આકૃતિ જેવી આકૃતિવાળો લોક છે. ૦ ઉત્પત્તિ-સ્થિતિ-વ્યય સ્વરૂપવાળો લોક છે, કેમ કે-લોક ઉત્પત્તિ-સ્થિતિ-વ્યય સ્વભાવવાલા પદાર્થોથી પરિપૂર્ણ છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy