SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ७, द्वितीयः किरणे प्रकृतिस्थित्यनुभागानां प्रदेशविपाकानुभवनम्, तथा च कर्मसंबन्धात्संसारी जन्मजरामरणरोगशोकादिग्रस्तत्वेन दुःखस्वभावे जन्मान्तरे नरकादिदुःखभावादुःखफले "पुनःपुनर्दुःखसन्तानसन्धानादुःखानुबन्धिनि सुरनरनैरयिकतिर्यक्सुभगदुर्भगादिविचित्ररूपे सुखलेशाभावादसारे चक्रवत्पौनःपुन्येन भ्राम्यतां जनिषामेकद्वित्रिचतुः पञ्चेन्द्रियास्सर्व एव यदा जनकतासम्बन्धेन स्वाम्यादिसम्बन्धेन वा सम्बन्धिनस्तदा स्वजना उच्यन्ते यदा च न तेन सम्बन्धेन सम्बन्धिनस्तदा परजना न पुनः सर्वथा स्वजनत्वं परजनत्वं वा नियतं, रागद्वेषमोहाभिभूतत्वेन जन्तूनां नानायोनौ पृथक् पृथक् परिभ्रमणात्, अत एव प्रकृष्टानि दुःखान्यनुभवन्ति इत्येवं विधो विचारः संसारभावनेत्यर्थः, फलमाह एवमिति, प्रचुरदुःखफलनानायोनिभ्रमणभयेन क्वापि ममत्वाभावात् सांसारिकसुखेषु तडित्कल्पेषु विषमिश्रपयोनिभेषु जिहासितो भवति, ततश्च संसारपरित्यागाय प्रयत्नवान् भवतीति भावः ।। સંસારભાવનાનું વર્ણન - ભાવાર્થ – “સંસારમાં વારંવાર ભમનારા જીવોને સઘળાય સ્વજનો અને પરજનો છે. આવો વિચાર, એ “સંસારભાવના' કહેવાય છે. આ પ્રમાણે વિચાર કરનારાને કોઈ પણ જીવ ઉપર મમતા નહિ થવાથી નિદવાળો, સંસાર(સુખ)ના પરિત્યાગ માટે પ્રયત્નવાળો થાય !” વિવેચન - સંસાર એટલે આમ-તેમ ઉંચ-નીચગતિમાં ફરવું. ત્યાં જીવપુગલોનું યોગ પ્રમાણે ભ્રમણ, એ દ્રવ્યસંસાર.” ચૌદ રાજલોકમાં દ્રવ્યોનું અહીં-તહીં ફરવું, એ “ક્ષેત્રસંસાર.” નારક-તિર્યંચ-મનુષ્યદેવગતિ અને ચાર પ્રકારની આનુપૂર્વીના ઉદયથી ભવાન્તરમાં સંક્રમણ, એ “ભવસંસાર.” દિવસ-પક્ષમાસ-ઋતુ-અયન-સંવત્સર આદિ લક્ષણવાળા કાળનું ચક્રના ન્યાયે ભ્રમણ, એ “કાળસંસાર.” “ભાવસંસાર તો સંસરણ સ્વભાવવાળો, ઔદયિક આદિ ભાવમાં પરિણતિરૂપ છે અને તે ભાવસંસારમાં પ્રકૃતિ-સ્થિતિરસોના પ્રદેશ અને વિપાકનો અનુભવ હોય છે. તથાચ કર્મસંબંધથી સંસારી જન્મ-જરા-મરણ-શોક આદિથી પ્રસ્ત હોવાથી, દુઃખસ્વભાવવાળા જન્માન્તરમાં નરક આદિમાં દુઃખ હોવાથી, દુઃખરૂપી ફળવાળા, વારંવાર દુખપરંપરાના અનુસંધાનથી દુઃખના અનુબંધવાળા, સુર-નર-તિર્યંચ-નારકી-સુભગ-દુર્ભગ આદિ વિચિત્ર રૂપવાળા, સુખના અંશ માત્રના અભાવથી નિસર્ગતઃ અસાર સંસારમાં ચક્રની માફક વારંવાર ભમતા પ્રાણિઓના એકેન્દ્રિય-દ્વિન્દ્રીય-ત્રિન્દ્રીય-ચૌરેન્દ્રિય-પંચેન્દ્રિયરૂપ સઘળાય જીવો, જનકતાના સંબંધથી કે સ્વામી આદિના સંબંધથી સંબંધીઓ જ્યારે હોય, ત્યારે “સ્વજનો' કહેવાય છે. તે સંબંધથી જ્યારે સંબંધી નથી હોતા, ત્યારે “પરજનો” કહેવાય છે. અર્થાત્ સ્વજનપણું કે પરજનપણું સર્વથા નિયત નથી, કેમ કેરાગ-દ્વેષ-મોહથી પરાજિત જંતુઓનું વિવિધ જીવાયોનિમાં જુદી જુદી રીતે પરિભ્રમણ છે. એથી જ ઉત્કૃષ્ટ દુઃખોને અનુભવે છે. એમ આવા પ્રકારની “સંસારભાવના' કહેવાય છે. સંસારભાવનાના ફળને કહે છે કેપુષ્કળ દુઃખરૂપી ફળવાળા અનેક જીવાયોનિના ભ્રમણના ભયથી ક્યાંય પણ મમતા નહિ થવાથી વિજળીના જેવા, વિષથી મિશ્રિત દૂધ સરખા સાંસારિક સુખોને હેયબુદ્ધિથી છોડવાની ઇચ્છાવાળો થાય છે અને તેથી સંસારના પરિત્યાગ માટે પ્રયત્નવંત થાય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy