SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીયો માળ / સૂત્ર - ૨૬-૨૭, પ્રથમ: ર્િળે ત્યાગધર્મનું નિરૂપણ ભાવાર્થ – ‘બાહ્ય અને અત્યંતર ઉપધિરૂપ શરીર-અન્ન-પાન આદિ વિષયક ભાવદોષરૂપ તૃષ્ણાનો પરિત્યાગ, એ ‘ત્યાગધર્મ' કહેવાય છે.” ५५९ વિવેચન – ભાવદોષ એટલે મૂર્છા, તૃષ્ણા કે સ્નેહ કહેવાય છે. તેનું પરિત્યજન એટલે ત્યાગ. એ વિષયના નિયમને કહે છે કે- ‘વાઘે'તિ । બાહ્ય એટલે રજોહરણ-પાત્રાં વગેરે સ્થવિકલ્પ કે જિનકલ્પને યોગ્ય ઉપધિ, આત્યંતર એટલે અત્યંત દુઃખે છોડી શકાય એવા ક્રોધ વગેરે. શરીર આત્યંતર છે, તો અન્નપાન આદિ બાહ્ય છે. આના વિષયવાળા જે બાહ્ય દોષો છે, તેનું પરિત્યજન, એ ‘ત્યાગ’ છે. તથાચ આ બાહ્ય-આત્યંતર વિષયવાળો ત્યાગ આશ્રવદ્વારોનો સંવર કરે છે. એથી સર્વથા ત્યાગી બનવું જોઈએ. આવો આ શ્રમણધર્મ છે. – શંકા – તપમાં અંતર્ગત, અનેષણીય કે સંસક્ત અન્ન આદિના અને કાયકષાયોના પરિત્યજનરૂપ ઉત્સર્ગમાં આ ત્યાગનું ગ્રહણ હોવાથી અહીં તેનું ઉપાદાન નિરર્થક છે ને ? સમાધાન તપમાં અંતર્ગત ઉત્સર્ગનું નિયત કાળ સુધી સર્વ ઉત્સર્ગરૂપપણું હોઈ, આ ઉત્સર્ગનું યથાશક્તિ અનિયતકાળપણું હોઈ વિશેષ છે. શંકા — શૌચમાં અંતર્ભાવનો સંભવ ખરો કે નહિ ? -- સમાધાન — શૌચ, અસંનિહિતમાં કર્મના ઉદયના વશે ઉદય પામેલ આસક્તિની નિવૃત્તિ આત્મક છે. ત્યાગ સંનિહિત વસ્તુમાં પણ તે આસક્તિની નિવૃત્તિરૂપ છે. અથવા સંયતને તો સ્વયોગ્ય જ્ઞાન આદિનું દાન ત્યાગરૂપ છે. अथ त्यागोत्तरकालभाविनमाकिञ्चन्यमाह - शरीरधर्मोपकरणादिषु मूर्च्छाराहित्यमाकिञ्चन्यम् ॥ १७ ॥ शरीरेति । नास्ति किञ्चन द्रव्यमस्येत्यकिञ्चनस्तस्य भाव आकिञ्चन्यमुपलक्षणत्वाच्छरीरधर्मोपकरणादिष्वपि निर्ममत्वमित्यर्थः । मूर्च्छा हि ममेदमित्यभिसन्धिस्तत्सत्त्वे च शरीरादीनवयवसन्निवेशशोभार्थं परिपालयेत्, ततश्चास्रवे पतेत्, अतो नश्वरा एते शरीरादयोऽशुचित्वङ्मांसादिपरिपूर्णा धर्मसाधनार्थमेवाहारादिनोपग्राह्या इति मूर्छातो निवर्त्तेत, तथा चोपात्तेष्वपि शरीरधर्मोपकरणादिषु ममेदमित्यभिसन्धिनिवृत्तिराकिञ्चन्यमिति भावः ॥ હવે ત્યાગના ઉત્તરકાળમાં થનાર આર્કિચન્યને કહે છે. આચિત્યનું સ્વરૂપ ભાવાર્થ – “શરીર અને ધર્મના ઉ૫ક૨ણ આદિમાં મૂર્છાના રહિતપણાને ‘આર્કિચન્ય’ કહે છે.” વિવેચન – જેની પાસે કાંઈ દ્રવ્ય નથી, તે અકિંચન' કહેવાય છે. તેનો ભાવ ‘આર્કિચન્ય’ ઉપલક્ષણ હોવાથી શરી૨ અને ધર્મના ઉપકરણ આદિમાં પણ નિર્મમત્વ એવો અર્થ છે. ખરેખર મૂર્છા એટલે ‘આ મારું
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy