________________
तृतीयो भाग / सूत्र - १४-१५, प्रथमः किरणे
५५७
બોલવાથી શ્રવણને વિરસતા કરે છે. માટે તેવા ભાષણથી રહિત, અસ્પષ્ટ વર્ણ પદનો લોપ હોવાથી અવિશ્વાસકારિત્વવિરત વચન છે. તેનાથી ભિન્ન પ્રસન્ન પદથી ઘટિત, શ્રવણને સુખકારી, વિનયથી સહિત, આકાંક્ષા વિચ્છેદકારી, નિશ્ચિત અર્થવાળું (સ્ફટ) ઉદાર અર્થવાળું, વિદ્વાન જનના મનનું રંજનકારી, માયાલોભ-ક્રોધ અને માનથી રહિત વચન, સૂત્રમાર્ગને અનુસારી, અર્થી (શુશ્રુષ) જનના ચિત્તને ખેંચવામાં સમર્થ, સ્વ અને પરના અનુગ્રહમાં સમર્થ, દેશમાં ઉપપત્ર (અવિરુદ્ધ) કાળમાં ઉપપન્ન (પ્રસ્તાવની અપેક્ષાવાળુ) અને પ્રશ્નવ્યાકરણ(પ્રશ્નના પ્રત્યુત્તરરૂપ) રૂપ, આવો સત્ય આત્મક ધર્મ છે.
શંકા – ભાષા સમિતિમાં આ સત્ય વચનનો અંતર્ભાવ કેમ નહિ?
સમાધાન - ભાષાસમિતિમાં સાધુ (પ્રશસ્ત)-અસાધુ (અપ્રશસ્ત) ભાષાના વ્યવહારમાં હિત અને મિત અર્થ છે. ખરેખર, સંયમી પ્રશસ્ત-અપ્રશસ્તમાં ભાષાનો વ્યવહાર કરતો હિતકારી-મિતને બોલે ! અન્યથા, રાગ અને અનર્થદંડ આદિનો સંબંધ થાય ! આ પ્રમાણે સમિતિનું લક્ષણ કહેલું છે. અહીં તો સંત એટલે દીક્ષિત થયેલા અથવા તે સંતના ભક્તો. તેઓમાં પ્રશસ્ત એટલે સત્ય-જ્ઞાન-ચારિત્રના શિક્ષણ આદિમાં ધર્મના ઉપવૃંહણ (વૃદ્ધિ-ઉત્તેજન) માટે ઘણું પણ કહેવું જોઈએ, એવી અનુજ્ઞા કરાય છે એવો વિશેષ છે.
ચરણમાં ભિન્ન કહેલ પણ સંયમમાં શ્રમણોનું અસાધારણ ધર્મપણું જણાવવા માટે ચરણના અંગાણાએ તે સંયમને કહે છે.
चरणे पृथगुक्तस्यापि संयमस्य श्रमणानामसाधारणधर्मत्वप्रज्ञापनाय तदङ्गतया तद्वयाख्याति -
इन्द्रियदमनं संयमः । तपस्तु पूर्वमेवोक्तम् ॥ १५ ॥
इन्द्रियेति । इन्द्रियानिन्द्रियनियम इत्यर्थः । पञ्चेन्द्रियाणां स्वस्वविषयेषु स्पर्शादिषु लाम्पट्यपरिहारेण वर्त्तनं, प्राणातिपातमृषावादादत्तादानमैथुनपरिग्रहात्मकपञ्चाभिनवकर्मबन्धहेतुभ्यो विनिवर्तनं क्रोधमानमायालोभानां जयो मनोवाक्कायानामशुभप्रवृत्तिनिरोध इति सप्तदशविधानां संयमानामत्र ग्रहणार्थं वोपलक्षणतयेन्द्रियदमनमित्युक्तम् । इन्द्रियाणां पञ्चानां दमनं स्वस्वविषयेभ्यो लोलुपत्वाभावापादनं संयम इत्यर्थः । उपलक्षकमिदमुपर्युक्तानां सर्वेषाम् । अत एव भाषादिनिवृत्तिविशिष्टा कायादिप्रवृत्तिरात्यन्तिकस्त्रसस्थावरवधप्रतिषेध इति लक्षणान्युक्तानि, प्रथमस्य निवृत्तिप्रधानायां गुप्तौ द्वितीयस्य च समितावन्तर्भावापत्तेः,
अन्त्यस्य च यथाख्यातविशुद्धचारित्रान्तर्भावापत्तेः पृथक्संयमग्रहणानर्थक्यं स्यात् । किन्त्वीर्यासमित्यादिषु वर्तमानस्य मुनेस्तत्पालनार्थमिन्द्रियादिनिवृत्तिरेव संयम इति भावः । रसादिधातूनां कर्मणां वा सन्तपनहेतुस्तपो निर्जराव्याख्यायां व्याख्यातमेवेति नात्र पुनरुच्यत इत्याह तपस्त्विति, चरणमध्ये पठितमपि श्रमणधर्मत्वप्रख्यापनायात्र पुनरुक्तमपि न पौनरुक्त्व भाक् । पूर्वमेवेति, निर्जरानिरूपणावसर एवेत्यर्थः ।