SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयो भाग / सूत्र - ९, प्रथमः किरणे ५४७ (૫) અનુજ્ઞાપિત પાન-ભોજન-અનુજ્ઞાથી સ્વીકાર કરેલ પાન-ભોજન કરે ! અર્થાત્ સૂત્રે કહેલ પ્રકારથી પ્રાસુક-એષણીય અને કલ્પનીય પાન-ભોજન લાવી આલોચનાપૂર્વક ગુરુને જણાવી, ગુરુની અનુજ્ઞાથી માંડલીમાં કે એકલો ભોજન કરે ! આ ઉપલક્ષણ છે કે-જે કાંઈ ઔધિક-ઔપગ્રહિક ભેટવાળા ઉપકરણ-ધર્મસાધન છે, તે ગુરુની અનુજ્ઞા બાદ વાપરવું. આ પ્રમાણે કરનારો ત્રીજા વ્રતનું બરાબર પાલન કરે છે. ૦ ચતુર્થ વ્રતની, સ્ત્રી-નપુંસક-પશુવાળા વેશ્મ-આસન-કુડ્યાન્તરત્યાગ, સરાગ સ્ત્રીકથાત્યાગ, પૂર્વના સ્મરણનું વર્જન, સ્ત્રીઓના મનોહર અંગનું અવલોકન અને સ્વ અંગના સંસ્કારવર્જન, પ્રણીત અતિ આહારત્યાગ, એમ પાંચ ભાવનાઓ છે. (૧) સ્ત્રી-પશુ-પંડક-સંસક્તશયન-આસનવર્જન-દેવ અને મનુષ્યના ભેદવાળી સચિત્ત સ્ત્રીઓ, પ્રસ્તરલેપ્ય ચિત્રકર્મ આદિ નિમિત્તવાળી અચિત્ત સ્ત્રીઓ, નપુંસક વેદવાળા, મહામોહકર્મવાળા અને પુરુષસ્ત્રીના સેવનમાં પરાયણ નપુંસકો-પશુઓ તો પ્રસિદ્ધ છે. તે સ્ત્રી-પશુ-પંડકોથી આકુલ ઘર-આસન-શયનનો ત્યાગ કરવો જોઈએ. અને ભીંત આદિના અંતરમાં રહેલ દંપતિના મોતની ક્રિડા આદિના શબ્દ સંભળાય છે, માટે તેવા કુડ્યાન્તરના સ્થાનનો ત્યાગ બ્રહ્મચર્યભંગના ભયથી કરવો જોઈએ, એમ પહેલી ભાવના. (૨) સરાગ સ્ત્રીકથાત્યાગ-મોહના ઉદયને અનુકૂળ સ્ત્રીની કથાનો ત્યાગ, ખરેખર, તેવી સ્ત્રીકથી રાગની પરંપરાની જનક, શૃંગારરસથી ભરચક કથા ચિત્તમાં વિક્ષેપ કરનારી થાય છે, માટે તે કથાને અવશ્ય છોડી દેવી જોઈએ. એમ બીજી ભાવના. (૩) દીક્ષા ગ્રહણ પહેલાં ગૃહસ્થાવસ્થામાં અનુભવેલ સ્ત્રીસેવનનું સ્મરણ કામના અગ્નિનો સંદીપક હોઈ, તેના સ્મરણનું વર્જન. એમ ત્રીજી ભાવના. (૪) અપૂર્વ વિસ્મય રસનિર્ભરરૂપે આપાતરમણીય સ્ત્રીના વદન-નયન-સ્તન-જઘન વગેરેને સપ્રેમ જોનારને અને પોતાના અંગના સંસ્કારના અનુષ્ઠાનમાં પરાયણને બ્રહ્મચર્યનો વિઘાત અવયંભાવી છે, માટે તેનો પરિત્યાગ કરવો. એમ ચોથી ભાવના. (૫) સ્નિગ્ધ-મધુર આદિ રસવાળા પદાર્થોનાં આહાર કરનારને, લુખા આહારને પણ આકંઠ કરનારને બ્રહ્મચર્યની ક્ષતિ અને શરીરની પીડા થાય છે, માટે તેનું વર્જન, એ પાંચમી ભાવના છે. ૦ પંચમવ્રતની તો, પાંચ ઇન્દ્રિયોના વિષયભૂત મનોહર સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દોની પ્રાપ્તિમાં સ્નેહનું વર્જન અને અમનોહર સ્પર્શ આદિની પ્રાપ્તિમાં દ્વેષનું વર્જન, એમ પાંચ ભાવનાઓ છે. ખરેખર, વિષયાસક્ત જીવ મનોહર વિષયોને ઇચ્છે અને અમનોહર વિષયોનો દ્વેષ કરે ! મધ્યસ્થ તો, મૂચ્છરહિત હોવાથી ક્વચિત્ પ્રીતિને કે અપ્રીતિને કરતો નથી. આ જ મહાવ્રતો, બાકીના ધર્મોના મૂળભૂત હોવાથી મૂળગુણના અર્થવાળા છે અને ચરણસિત્તરીના પણ મૂળગુણભૂત છે. રાત્રિભોજનવિરમણ તો વ્રત છે, મહાવ્રત નથી, માટે તેનું અહીં નિરૂપણ નથી. अथ संवरापादनसामर्थ्यनिमित्तमुत्तमगुणप्रकर्षमनगाराणां धर्ममाह - क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाऽऽकिञ्चन्यब्रह्मचर्याणिश्रमणधर्माः ॥९॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy