SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ५४६ तत्त्वन्यायविभाकरे (૩) ભયભીત બનેલો પ્રાણાદિની રક્ષણની ઇચ્છાથી અસત્ય બોલે, માટે ભયપ્રત્યાખ્યાન. (૪) હસતો કુતૂહલથી અસત્ય બોલે, માટે હાસ્યપ્રત્યાખ્યાન. (૫) સમ્યજ્ઞાનપૂર્વક વિચારીને, (મૃષાવાદવિરતિરૂપ સંવરનું ગુરુની પાસે પ્રયોજન સાંભળીને, હેય-ઉપાદેયવચનના તાત્પર્યને જાણી, વિકલ્પથી વ્યાકુળતા વગરનો, વચનની ચપળતાને છોડી, અર્થથી કડવું, શબ્દથી કઠોર, સાહસ-વિચાર વગરનું અને પરજંતુને પીડા કરનારું સાવદ્ય વચન બોલે નહિ, કિન્તુ સત્ય અર્થવાળું, હિતકારી, પરિમિત અક્ષરવાળું, પ્રતિપાદનયોગ્ય વિવક્ષિત અર્થની પ્રતીતિજનક, વચનના દોષ વગરનું, ઉપપત્તિઓથી અબાધિત અને પહેલાં બુદ્ધિથી વિચારેલું અવસરમાં બોલે ! આમ હોયે છતે, સંયતકર-ચરણનયનવદનવાળો શૂરવીર, સત્ય-સરળતાસંપન્ન થાય છે.) અસત્ય મા થાઓ ! આવો મોહના તિરસ્કારદ્વારા બોલવું, એ પાંચમી ભાવના છે. ૦ ત્રીજા મહાવ્રતની, આલોચના કરીને અવગ્રહ(જગ્યા)ની યાચના, ફરી ફરી અવગ્રહની યાચના, અવગ્રહનું અવધારણ, સાધર્મિકો પાસેથી અવગ્રહની યાચના અને અનુજ્ઞાપિત પાન-ભોજનગ્રહણ એમ પાંચ ભાવનાઓ છે. (૧) આલોચ્ચ અવગ્રહયાચના-અહીં દેવેન્દ્ર-રાજા-ગૃહપતિ-શય્યાતર-સાધર્મિક ભેદવાળા અવગ્રહોમાં પૂર્વ પૂર્વ બાધ્યા (પ્રતિબધ્ય) છે, ઉત્તર ઉત્તર બાધક (પ્રતિબંધક) છે-એમ વિચારી, જે સ્વામી છે, તેની પાસે જ યાચના કરવી જોઈએ. જે સ્વામી નથી, તેની પાસે યાચના કરવામાં ઘણો દોષ કહેલ છે. આ પ્રમાણે સારી રીતે વિચારીને અવગ્રહની યાચના પ્રથમ છે. (૨) અભીષ્ણ-અવગ્રહની યાચના=એકવાર પણ સ્વામીએ અવગ્રહ આપ્યા છતાં નિત્ય ફરી ફરી અવગ્રહનું યાચન કરવું જોઈએ. પહેલાં મેળવેલા (મળેલ) અવગ્રહ છતાં, ગ્લાન (બીમાર)આદિ અવસ્થાઓમાં મૂત્ર-પુરષોત્સર્ગના ભાજનો, હાથ-પગ ધોવાના સ્થાનોની દાતાના ચિત્તની પીડાના પરિહાર માટે યાચના કરવી જોઈએ. આ પ્રમાણે યાચનાને કરનારો અદત્તાદાનથી જનિત અપરાધથી લેપાતો નથી. (૩) “આટલો જ -આમ અવગ્રહનો નિર્ણય=આટલા પરિમાણવાળું ચારેય બાજુનું ક્ષેત્ર અવગ્રહનો વિષય છે. અર્થાત્ આટલા પરિમાણવાળું ક્ષેત્ર માટે ઉપયોગી છે-વધારે નહિ, આવા અવગ્રહનો નિર્ધાર કરવો, એવી ત્રીજી ભાવના છે. આ પ્રમાણે અવગ્રહના ધારણમાં તેના અંદર રહેનારી ઉર્ધ્વસ્થાન (ઉભા રહેવું) વગેરે ક્રિયાને કરતો, દાતાને ઉપરોધકારી થતો નથી. યાચનાના કાળમાં જ અવગ્રહના અનવધારણમાં ચિત્તમાં વિપરીત પરિણતિ પણ દાતાને થાય ! પોતાને પણ અદત્તના પરિભોગથી થયેલ કર્મબંધ થાય ! (૪) સાધર્મિકો પાસેથી અવગ્રહયાચન-પૂર્વે ગ્રહણ કરેલ ક્ષેત્રવાળા સાધુઓ પાસે, માસાદિ કાળના માનપૂર્વક પાંચ કોશ આદિ ક્ષેત્રરૂપ અવગ્રહ માગવો જોઈએ. તેઓની રજાથી ત્યાં બેસે ! ખરેખર, ત્યાં તેઓની અનુજ્ઞાવિષયભૂત ઉપાશ્રય આદિ સઘળું ગ્રહણ કરે ! અન્યથા, સ્તય (ચોરી) લાગે ! આમ ચોથી ભાવના.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy