SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ४९८ तत्त्वन्यायविभाकरे દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અધિષ્ઠિત (અપેક્ષિત) અનંતભેદપણાને પામે છે. તેવી રીતે સ્થાપના-દ્રવ્ય-ભાવના આશ્રયભૂત પદાર્થનું પણ કથિતના અનુસાર દરેકનું અનંતભેદપણું જાણવું. વળી આ નામ આદિ ભેદકારી છે. એ પ્રમાણે એક પણ શચીપતિ આદિમાં ઇન્દ્ર એવા નામનું, તેના આકારરૂપ સ્થાપનાનું, ઉત્તર અવસ્થાના કારણરૂપ દ્રવ્યનું, દિવ્ય રૂપ-સંપત્તિ-વજનું ધારણ-પારઐશ્વર્ય આદિ સંપન્નત્વ લક્ષણવાળા ભાવનું પ્રતીયમાનપણું હોવાથી નામ આદિ ચારેયનું અભેદકારિપણું પણ જાણવું. એથી આ નામ આદિ ધર્મો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યત્રયીની માફક પ્રત્યેક વસ્તુમાં પરસ્પર અવિનાભાવરૂપે રહેલા છે. આવી ચર્ચાથી સર્યું. ૦ હવે નામ આદિ નિક્ષેપાઓને નયોની સાથે જોડવામાં શબ્દનયોએ (પર્યાયાસ્તિક નયોએ) ભાવનિક્ષેપો જ માનેલો છે. બીજા અર્થનયોએ (દ્રવાસ્તિક નયોએ નામ આદિ ચાર (ત્રણ) પણ માનેલા છે. જો કે નામ આદિ ચાર નિક્ષેપાઓના પણ સ્વીકારમાં નૈગમ આદિ નયોમાં દ્રવ્યાર્થિકપણાની ક્ષતિ છે, કેમ કેદ્રવ્યાર્થિકનયે દ્રવ્યનો જ સ્વીકાર કરેલો છે અને પર્યાયનો તિરસ્કાર છે. જો દ્રવ્ય-પર્યાયનો ગુણપ્રધાનભાવથી તે દ્રવ્યાર્થિકનકે સ્વીકાર કરેલો હોઈ ભાવનિક્ષેપને સહન કરનાર (માનનાર) છે, તો શબ્દનયોમાં પણ તે રીતે દ્રવ્યનિપસહપણું થાય! તો પણ અવિશુદ્ધ નૈગમભેદોનું નામ આદિના સ્વીકારમાં પરાયણપણું હોવા છતાં વિશુદ્ધ નૈગમભેદ, (પાશ્ચાત્યનય કરતાં વિશેષ ઉપયોગથી વિશેષનો અનુભવ કરનાર અંત્ય નૈગમથી શુદ્ધ પર્યાયથી વિશિષ્ટ દ્રવ્યનો વિષય કરાય છે.) દ્રવ્યના વિશેષણરૂપે પયયનો સ્વીકારનાર હોઈ ભાવનિક્ષેપની અનુપપત્તિ નથી. એટલા માત્રથી તે અંત્ય નૈગમભેદમાં પર્યાયાર્થિકપણાનો પ્રસંગ નથી, કેમ કે-દ્રવ્યના અવિશેષપણારૂપ પ્રધાનતાની અપેક્ષાએ પર્યાયનો સ્વીકાર નથી. ૦ શબ્દ આદિ પર્યાયાર્થિકો તો નૈગમની માફક અવિશુદ્ધિના અભાવથી નામાદિના સ્વીકારનારા નથી. ૦ સંગ્રહ અને જુસૂત્રનયો, વિષયવિશેષમાં શુદ્ધ પર્યાયવિશિષ્ટ દ્રવ્યનો વિષય કરવાની અપેક્ષાએ ભાવનિક્ષેપસહ છે. ઋજુસૂત્ર, નામ અને ભાવનિક્ષેપને જ માને છે” એમ સૂત્રાનુયાયિ-ભિન્ન કેટલાક બીજાઓનું માનવું છે. આ મત ઈષ્ટ નથી, કેમ કે-અનુયોગદ્વારસૂત્રકથનના અનુસાર આ ઋજુસૂત્રે દ્રવ્યનો સ્વીકાર કરેલો છે, ફક્ત પૃથકત્વ(અનેકત્વ)ના સ્વીકારનો નિષેધ કરેલ છે. (આ ઋજુસૂત્રનય વર્તમાન જ વસ્તુને માને છે, અતીત-અનાગત કે પરકીયને માનતો નથી પરંતુ સ્વગતને જ માને છે. અતીત-અનાગતભેદની અપેક્ષાએ અને પરકીયભેદની અપેક્ષાએ પાર્થક્યના સ્વીકારનો કેવળ નિષેધ માનેલ છે, તેવું જ સૂત્રમાં પ્રતિપાદન છે.) ૦ સંગ્રહનય અને વ્યવહારનય સ્થાપનાને છોડી નામ-દ્રવ્ય-ભાવરૂપ ત્રણ નિક્ષેપાઓને માને છે.” આવી કેટલાકોની માન્યતા છે તે વાસ્તવિક નથી, કેમ કે-ખરેખર, નૈગમ, સંગ્રહ મતાવલંબી સામાન્ય માત્ર ગ્રાહી (સંગ્રાહિક), વ્યવહાર અભિમત વિશેષ માત્ર ગ્રાહી (અસંગ્રાહિક) અને સામાન્ય-વિશેષરૂપ ઉભયગ્રાહી (સર્વ-અનર્પિતભેદ-પરિપૂર્ણ)-એમ ત્રણ પ્રકારનો નૈગમ છે. તથાચ સંગ્રહ, સ્થાપનાના સ્વીકારનાર નૈગમસમાન હોઈ કેવી રીતે સ્થાપનાનો સ્વીકારનાર નથી? (નૈગમ સ્થાપનાને માને છે, એ આપને સંમત છે. સંગ્રહ-વ્યવહારમાં જ સ્થાપનાનું વર્જન આપે કહેલ છે એમ છે. જો સામાન્ય માત્ર ગ્રાહી નૈગમ સ્થાપનાને માને છે, તો સામાન્ય માત્ર ગ્રહણની અપેક્ષાએ સમાન અવિશિષ્ટ) સંગ્રહ કેમ સ્થાપનાને
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy