SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २४, नवमः किरणे ४९७ અભાવરૂપપણામાં “ઘટ આદિના અભાવથી ઘટ આદિનો અભાવ થાય છે એવું કહેલું થાય! એમ થયે છતે પોતે જ પોતાના થવાની અનુપપત્તિ થાય ! તેથી મુગર આદિ સહકારી કારણની વિસદશતાથી વિસદશા કપાલ આદિ ક્ષણ ઉત્પન્ન થાય છે. ઘટ આદિ તો ક્ષણિક હોઈ નિર્દેતુક છે. સ્વરસથી જ નિવૃત્ત થાય છે. એટલું જ માત્ર શોભન (સારું) છે. એથી હેતુ વ્યાપારની અપેક્ષા વગર જ ઉત્પન્ન ભાવો ક્ષણિક હોઈ સ્વરસથી જ વિનાશ પામે છે, હેતુના વ્યાપારથી નહિ. આવું સ્થિર થયું. તેથી ઉત્પત્તિ અને વિનાશમાં કાંઈ કોઈથી અપેક્ષિત થતું નથી અને અપેક્ષણીયનો અભાવ હોવાથી કોઈ કોઈનું કારણ નથી. તેમ થયે છતે દ્રવ્ય જેવું કાંઈ નથી. (પર્યાયાર્થિકનયની અપેક્ષાએ) પરંતુ પૂર્વ અપરીભૂત પર-અપર ક્ષણરૂપ પર્યાયો જ છે. ૦ ખરેખર, આ સ્વતંત્ર નામ આદિ નયો મિથ્યાષ્ટિરૂપ છે, કેમ કે-અસંપૂર્ણ અર્થના ગ્રાહી હોવાથી હાથીના શરીરના ભિન્ન ભિન્ન અવયવોના સંસ્પર્શથી ઘણા પ્રકારના વિવાદમાં વાચાળ બનેલા જાતિથી અંધોના સમુદાયની માફક છે. ૦ અનુભવ-પ્રત્યક્ષ-સિદ્ધ તો જૈનમતરૂપ સમસ્ત સમૂહના સ્વીકારથી બનેલ નિરવદ્ય છે, કેમ કે-નામ આદિ નયોએ પરસ્પર પ્રગટ કરેલ સમસ્ત દોષોનો અભાવ હોવાથી સંપૂર્ણ અર્થનો ગ્રાહક છે. જેમ ચક્ષુવાળાઓના ચારેય બાજુ સમસ્ત હાથીના દર્શનથી જન્ય વચન. તથાચ જ્યાં શબ્દ-ઉચ્ચારણ બુદ્ધિપરિણામનો સદ્ભાવ છે, ત્યાં સઘળુંય નામ આદિ ચાર પર્યાયવાળું છે એમ નિશ્ચિત છે; કેમ કેચતુષ્પર્યાયત્વના અભાવ હોય છતે સસલાના શીંગડા આદિમાં શબ્દ આદિ પરિણામના અભાવનું દર્શન છે. તેથી શબ્દ આદિ પરિણામના સભાવમાં સઘળે ઠેકાણે ચાર પર્યાયો નિશ્ચિત જ છે. એથી અન્યોથી સંવલિત (મળેલ) નામ આદિ ચતુટ્ય આત્મક જ વસ્તુમાં ઘટ આદિ શબ્દની અને ઘટાદિની વાચક હોઈ, પૃથબુનોદર આદિ આકારની નામ આદિ ચતુચ્ચ આત્મક હોઈ, બુદ્ધિની તેના આકારના ગ્રહણરૂપ હોઈ, પરિણતિ, તે નામ આદિ ચતુટ્ય આત્મક જ વસ્તુમાં સારી રીતે ઉપલબ્ધ છે. ૦ વળી આ દર્શન બ્રાન્ત નથી, કેમ કે બાધકનો અભાવ છે. અદષ્ટની આ શંકાથી અનિષ્ટ કલ્પના પણ નથી, કેમ કે-અતિપ્રસંગ છે. ૦ સૂર્યના અસ્તભાવ અને ઉદયભાવથી ઉપલબ્ધ રાત્રિ-દિવસ આદિ વસ્તુઓમાં બાધકની સંભાવનાથી અન્યથાપણાની કલ્પના સંગત નથી. તેથી એકત્વપરિણતિને પામેલ નામ આદિ ભેદોમાં જ શબ્દ આદિની પરિણતિના દર્શનથી સઘળી વસ્તુ, નામાદિ ચાર પર્યાયોવાળી છે એમ સ્થિર થયું. ૦ વળી નામ આદિ ચાર પયયો ભિન્ન સ્વરૂપની અપેક્ષાએ પોતાના આધારભૂત વસ્તુથી કથંચિદ્ ભેદકારી છે અને એક પણ વસ્તુમાં નામ આદિ ચાર પર્યાયોની પ્રતીતિ થતી હોવાથી કથંચિત્ અભેદકારી છે. તે આ પ્રમાણે કોઈ એ “ઇન્દ્ર છે. આવા શબ્દનો ઉચ્ચાર કર્યો છd, બીજો પૂછે છે કે શું આને નામેન્દ્ર વિવક્ષિત છે કે સ્થાપનેન્દ્ર, દ્રવ્યેન્દ્ર કે ભાવેન્દ્ર છે? નામેન્દ્ર પણ દ્રવ્યથી શું ગોપાલપુત્ર કે ખેડુતનો પુત્ર છે કે, ક્ષત્રિયપુત્ર, વૈશ્યપુત્ર, બ્રાહ્મણપુત્ર કે શુદ્રપુત્ર છે ? ક્ષેત્રથી પણ નામેન્દ્ર, ભરતનો, ઐરાવતનો કે મહાવિદેહનો છે? તેમજ કાળથી પણ શું અતીતકાળનો કે ભવિષ્યકાળનો છે? અતીતકાળનો પણ શું, અતીતકાળમાંથી શું અનંત સમયભાવી કે અસંખ્યાત સમયભાવી કે સંખ્યાત સમયભાવી ? ભાવથી પણ કૃષ્ણવર્ણવાળો, ગૌરવર્ણવાળો દીર્ઘ, કે મંથરહૃસ્વ તેથી આ પ્રમાણે એક પણ નાગેન્દ્રના આશ્રયભૂત પદાર્થ,
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy