SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ३, प्रथम किरणे શંકા – જે સ્વનિશ્ચયમાં અકરણ હોય છે, તે પરનિશ્ચય પ્રત્યે અકરણ છે. આવા પરનિશ્ચયના અકારણતા સાધક સ્વનિશ્ચયના અકરણત્વરૂપ હેતુનો પ્રદીપમાં વ્યભિચાર છે, કેમ કે-સ્વનિશ્ચય પ્રત્યે અકરણ એવા તે પ્રદીપનું ઘટ આદિના નિશ્ચય પ્રત્યે કરણપણું છે. ખરેખર, પ્રતીત થાય છે કે– પ્રદીપ વડે માર્ગને અમે જોઈએ છીએ.' ઇત્યાદિ વ્યવહારમાં કરણપણું છે ને? સમાધાન – ચક્ષુ(મન)રૂપ મુખ્ય કારણના સહકારીપણાએ (અપેક્ષાકારણરૂપે) પદાર્થના નિશ્ચય પ્રત્યે કરણપણું હોઈ મુખ્યપણાએ પ્રદીપમાં કરણપણાનો અસંભવ છે. જેમ અર્થનિશ્ચયમાં પ્રદીપ ઉપચારથી (ગૌણથી) કરણ છે, તેમ કહો તો વ્યભિચારનો અભાવ છે. તે પ્રદીપના ઉપચારથી પરપદાર્થ નિશ્ચાયકપણાની માફક સ્વનિશ્ચય પ્રત્યે પણ કરણપણું છે જ. શંકા – તો પછી સ્વનો નિર્ણય નહીં કરનાર પરપ્રકાશક ચક્ષુ આદિમાં તો વ્યભિચાર કેમ નહીં? સમાધાન – ભાવેન્દ્રિયના ઉપકરણભૂત દ્રવ્યેન્દ્રિય (નિવૃત્તિ ઉપકરણરૂપ) ચક્ષુ આદિમાં ગૌણ વૃત્તિથી કરણપણું હોઈ વ્યભિચાર નથી. લબ્ધિમાં પણ ઉપયોગ-જ્ઞાનરૂપ મુખ્ય કરણનું કારણ પણું હોઈ ઉપચારથી જ કરણપણું છે. વિષય પદાર્થના નિશ્ચય પ્રત્યે મુખ્ય કરણ સ્વ-પરપ્રકાશક ઉપયોગરૂપ ભાવેન્દ્રિય જ્ઞાનરૂપ જ છે. ગૌણ વૃત્તિથી લબ્લિન્દ્રિય અને નિવૃત્તિ-ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય કારણ છે. ननु किं तत्प्रमाणमित्यत्राह - यथार्थनिर्णयः प्रमाणम् ॥३॥ यथार्थेति । अत्रार्थपदेन ज्ञानं घटादिविषयश्च विवक्षितः, यथावस्थितत्वेनार्थो निर्णीयतेऽनेनेति यथार्थनिर्णयः, यथावस्थितस्वपररूपार्थपरिच्छेदकं ज्ञानमित्यर्थः, लक्षणञ्च यथावस्थितार्थपरिच्छेदकज्ञानत्वं, लक्ष्यञ्च प्रमाणम् । यद्यपि प्रमाणशब्दस्य सर्वकारकैर्भावेन च व्युत्पत्तिर्भवति तया च क्रमेणाऽऽत्मार्थज्ञानार्थक्रियाकारणकलापक्षयोपशमक्रियारूपाः प्रमाणशब्दवाच्या भवन्ति तथापीह परीक्षाक्षमत्वेन ज्ञानमेवाधिक्रियते, इतरेषां परीक्षाया ज्ञानपूर्वकत्वात् । येन चार्थं परिच्छिद्यार्थक्रियासमर्थार्थप्रार्थनया प्रमातारः प्रवर्तन्ते तदेव ज्ञानमिहात्मना सह धर्मिताऽभिन्नमपि प्रमीयतेऽऽनेनेति व्युत्पत्त्या धर्मरूपतया व्यतिरिक्तं प्रमाणमुच्यते । तत्र विप्रतिपन्नान् तीर्थान्तरीयान् प्रति प्रमाणोद्देशेन लक्षणं विधेयम्, यद्भवतामत्माकञ्च प्रमाणतया प्रसिद्धं तद्यथावस्थितार्थपरिच्छेदकं ज्ञानमिति । यदाऽव्युत्पन्नमतीन् प्रति लक्षणं तदा प्रतिप्राणि यस्य कस्यचिद्यथार्थनिर्णयस्य प्रसिद्धत्वेन योऽयं भवतां यथार्थनिर्णयः प्रसिद्धस्तत्प्रमाणमिति बुद्ध्यतामिति प्रमाणं विधेयम् । १. द्रव्यार्थादेशेनेत्यर्थः । २. पर्यायनयादेशेनेत्यर्थः ।
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy