SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे મનની સાથે જોડાય છે. મન ઇન્દ્રિયની સાથે અને ઇન્દ્રિય પદાર્થની સાથે જોડાય છે. સુખ આદિ પ્રત્યક્ષમાં તો ત્રણનો સંનિકર્ષ છે. આત્મા મનની સાથે જોડાય છે. મન સંયુક્ત સમવાય સંબંધી સુખ આદિની સાથે જોડાય છે. આત્મપ્રત્યક્ષમાં તો યોગીઓને આત્મા અને મનનો સંનિકર્ષ છે. અનુમાન આદિ પ્રત્યે તો આત્મા અને મનનો સંનિકર્ષ છે. ઇતિ નૈયાયિક મતમુ.] વળી જ્ઞાન જ પ્રમાણ છે, કેમ કે હેય-ઉપાદેય વસ્તુ તિરસ્કાર - સ્વીકારમાં સમર્થ છે. જે હેય-ઉપાદેય વસ્તુ તિરસ્કાર–સ્વીકારમાં સમર્થ નથી, તે જ્ઞાન નથી. જેમ કે-ઘટ આદિ. તથાચ હેય વસ્તુના તિરસ્કાર માટે અને ઉપાદેય વસ્તુના ગ્રહણ માટે પ્રામાણિક પુરુષોને પ્રમાણો, ઇચ્છાનો વિષય હોવાથી સાધનની અસિદ્ધિ નથી. તે પ્રમાણરૂપે, નૈયાયિકમત સંમત સંનિકર્ષ આદિ બની શકતા નથી, કેમ કે–જેમ અચેતન-જડરૂપ ઘટ આદિમાં સ્વાર્થનિશ્ચય પ્રત્યે સાધકતમ કરણપણાનો અભાવ હોવાથી પ્રમાણપણું નથી, તેમ જડસ્વરૂપી ઇન્દ્રિયાર્થ સંબંધ આદિરૂપ સંનિકર્ષ આદિમાં પ્રમાણપણું નથી. ૦ અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે. સંનિકર્ષ આદિ પ્રમાણ તરીકે વ્યવહારયોગ્ય નથી, કેમ કે– સ્વાર્થનિશ્ચયમાં અસાધકતમ-કરણપણું છે. જે સ્વાર્થનિશ્ચયમાં અસાધકતમ છે, તે પ્રમાણ વ્યવહારનો વિષય નથી. જેમ કે-ઘટ આદિ. ૦ અહીં હેતુની-સાધનની પક્ષાસત્ત્વરૂપ અસિદ્ધિ નથી, કેમ કે–જડપણું હોઈ, જેમ ઘટ આદિમાં સ્વનિશ્ચય પ્રત્યે અકરણપણું છે, તેમ જડરૂપ હોઈ સંનિકર્ષ આદિમાં સ્વનિશ્ચય પ્રત્યે અકરણપણે સિદ્ધ છે. છે જે કારણથી સ્વનિશ્ચય પ્રત્યે સંનિકર્ષ આદિનું અકરણપણું છે, તેથી જ ઘટ આદિની માફક પરપદાર્થના નિશ્ચય પ્રત્યે અકરણપણું છે. શંકા- જેમ કાછેદ આરિરૂપ કાર્ય કડકુઠાર આદિ નહીં કરણજન્ય છે, તેમ પરપદાર્થના નિશ્ચય પ્રત્યે પણ સંનિકર્ષ જ કરણ છે; કેમ કે અહીં આત્મારૂપ પ્રમાતા કરણ નથી, કેમ કે–આત્મા કર્તા છે. પ્રમેય કરણ નથી, કેમ કે તે વિષયરૂપ કર્મ છે. જ્ઞાન પણ કરણ નથી, કેમ કે– જ્ઞાન કાર્ય-ફળ છે. હવે સંનિકર્ષને કરણ તરીકે માનવું જ પડશે ને? સમાધાન – પદાર્થના નિશ્ચય પ્રત્યે ઈન્દ્રિય-પદાર્થના સંબંધરૂપ સંનિકર્મ કરણ નથી, કેમ કે–ઇન્દ્રિયાર્થ સંનિકર્ષ હોવા છતાં જ્ઞાનનો અભાવ હોવાથી પદાર્થનો નિશ્ચય થતો નથી. કર્તા-કર્મ આદિ કારકોથી વિલક્ષણ જ્ઞાન જ કારણરૂપ પ્રકૃષ્ટ ઉપકારક કરણ છે. તે હોવાથી પદાર્થ ઉપલબ્ધ થાય છે. તે પદાર્થની ઉપલબ્ધિ પ્રત્યે કરણ કહેવાય છે. ઈન્દ્રિય સંનિકર્ષ સામગ્રી આદિ હોવા છતાં જ્ઞાનના અભાવમાં અર્થોપલબ્ધિ થતી નથી, માટે અવ્યવહિત ફલજનક હોઈ સાધકતમ જ્ઞાન જ પદાર્થના નિશ્ચય પ્રત્યે કરણ છે. અતએવ પરના નિશ્ચય પ્રત્યે સંનિકર્ષ કરણપણાએ ઉપપન્ન થતો નથી. સંનિકર્ષથી ભિન્ન પદાર્થના નિશ્ચય પ્રત્યે નેત્રાદિરૂપ વિશિષ્ટ-લબ્ધિઉપયોગ ભાવેન્દ્રિયરૂપ જ્ઞાન જ કારણ છે. ત્રિ આદિ લબ્ધિઉપયોગરૂપ ભાવેન્દ્રિય સ્વ-પરપ્રકાશક છે. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારી વિશુદ્ધિ અથવા વિશુદ્ધિથી ઉત્પન્ન થનાર ઉપયોગરૂપ જ્ઞાન ભાવેન્દ્રિય કહેવાય છે. સ્પર્શન-રસના આદિ પાંચ ઇન્દ્રિયોના આવરણના ક્ષયોપશમ થયા પછી પદાર્થોને જાણવાની વિશિષ્ટ શક્તિ-લબ્ધિ તથા પોતપોતાની લબ્ધિને અનુસાર વિષયોમાં જે આત્માનો પ્રવૃત્તિરૂપ વ્યાપાર, તે ઉપયોગ કહેવાય છે. અતએવ ભાવેન્દ્રિયો સ્વસંવેદનરૂપ હોઈ સ્વપ્રકાશક છે, માટે જ પરપદાર્થપ્રકાશક છે.]
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy