SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे (૧) લૌકિક-અર્થિપણાની અપેક્ષાએ પ્રત્યક્ષ આદિથી પ્રસિદ્ધ અર્થને લૌકિકો મધ્યસ્થભાવથી વ્યવહારકાળમાં વ્યવહારવિષય કરે છે. જેમ કે-ઉત્પલ, નીલ છે. સુગંધવાળું કોમળ છે. ઇતિ. પરંતુ તે ઉત્પલ આદિ ધર્મીમાં રહેલ બીજા ધર્મોનું ગ્રહણ અને નિરાકરણમાં આદરવાળા થતાં નથી, કેમ કે-તેના અર્થી નથી. તેટલા માત્રથી વિવક્ષિત વ્યવહારની પૂર્ણતા છે. ४७२ ૦ તેના વચનોની અસત્યતા નથી, કેમ કે-શેષ ધર્માન્તરોનું નિરાકરણ નથી. તથાપણામાં જ શેષ ધર્માન્તરોના નિરાકરણમાં જ અસત્યપણુંછે. શંકા – સઘળાંય વચનો જકારરૂપ છે. આવો ન્યાય હોવાથી તે વચનમાં પણ ઇતર ધર્મોનું તિરસ્કારપણાની સિદ્ધિથી અલીકપણું જ થશે ને ? સમાધાન – અવધારણનો (જકારનો) તેના અસંભવ માત્રના વ્યવચ્છેદમાં વ્યાપાર (ઉપયોગ) છે. જેમ અનેક પુરુષોથી ભરાયેલી સભામાં બારણા આદિમાં ઉભેલાને કોઈ પૂછે છે કે-‘દેવદત્ત છે કે નથી ?’ આવી દોલાયમાન બુદ્ધિવાળાને કોઈએ કહ્યું કે-દેવદત્ત છે.’ જો કે અહીં ઉપન્યસ્ત પ્રશ્ન અને ઉત્તરરૂપ બે પદમાં સાવધા૨ણતા ગમ્યમાન છે. અન્યથા, તેના ઉચ્ચારણની નિરર્થકતાના પ્રસંગ છે. તો પણ અવધારણ તેના અસંભવ માત્રનો વ્યવચ્છેદ કરે છે, પરંતુ ત્યાં રહેલા બીજા પુરુષોનો વ્યવચ્છેદ કરતો નથી. ૦ અહીં એવકાર ‘૫૨રૂપથી નાસ્તિત્વ છે'-એમ જણાવતો નથી, કેમ કે-તેના વ્યવચ્છેદના અભિપ્રાયથી પ્રસ્તુત વાક્યનો પ્રયોગ નથી. પ્રયોગ કરનારની અભિપ્રાય આદિની અપેક્ષાથી જ શબ્દમાં સ્વાર્થપ્રતિપાદનનું સામર્થ્ય છે. ૦ વળી વાચ્યવાચકભાવના સંબંધનું નિરર્થકપણું નથી, કેમ કે-તે વાચ્યવાચકભાવ સંબંધના અભાવમાં પ્રયોક્તાના અભિપ્રાય આદિ માત્રથી નિયોગ (પ્રયોગ) કરી શકાતો નથી. ૦ સમસ્ત ધર્મયુક્ત જ વસ્તુને પ્રતિપાદન કરતા વચનને અમે સત્ય કહેતા નથી, કે જેથી એક ધર્મવિશિષ્ટ વસ્તુના સંદર્શક વચનોની અસત્યતા થાય ! પરંતુ સંભવત્ (વિદ્યમાન) અર્થનું પ્રતિપાદક વચન સત્ય છે ઇતિ. ૦ વળી શેષ ધર્મોના તિરસ્કાર વગર વચનના વિષયમાં આવેલા ધર્મો હોય છે, તેથી વિદ્યમાન અર્થનું પ્રતિપાદક વચન સત્ય જ છે, જ્યારે દુર્નયમતમાં આગ્રહી બુદ્ધિવાળા જૈનેતરોવડે તે તે ધર્મીમાં રહેલ ધર્માન્તરના ખંડનના અભિપ્રાયથી જ સાવધારણ (જકારવાળું) તે વચન પ્રયોગવાળું કરાય છે. જેમ કે‘નિત્ય જ વસ્તુ’ અથવા ‘અનિત્ય જ વસ્તુ’ ઇત્યાદિ. ત્યારે તેવા પદાર્થની અપ્રસિદ્ધિ હોવાથી નિરાધાર હોઈ અસત્યતાને પ્રાપ્ત થતું તે એકાન્ત વચન કોણ વારી શકે એમ છે ? (૨) તત્ત્વચિંતક-વળી તત્ત્વચિંતકો તો, પ્રત્યક્ષ આદિ પ્રમાણથી સિદ્ધ અનેકાન્ત આત્મક વસ્તુને દર્શાવતાં, સકલ આદેશથી કે વિકલ આદેશથી-એમ બે પ્રકારે દર્શાવી શકે છે. ત્યાં વિકલ આદેશ નયને આધીન છે, સકલ આદેશ પ્રમાણને આધીન છે. ખરેખર, મધ્યસ્થભાવથી અર્થિપણાની અપેક્ષાએ જ્યારે કોઈ એક ધર્મને પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળાઓ શેષ ધર્મના સ્વીકાર અને નિરાકરણથી વિમુખ બુદ્ધિથી વાણીનો પ્રયોગ કરે છે, ત્યારે તત્ત્વચિંતકો પણ લૌકિકની માફક સંમુગ્ધ આકારપણાએ કહે છે કે-‘જીવ છે,
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy