SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २३, नवमः किरणे ४७१ એવંભૂતનયાભાસ ભાવાર્થ – “પ્રવૃત્તિના નિમિત્તભૂત ક્રિયાથી વિરહિત અર્થને શબ્દવાગ્યરૂપે સર્વથા નહિ સ્વીકાર કરનાર, વિશિષ્ટ અભિપ્રાય “એવંભૂતનયાભાસ' કહે છે. જેમ ઘટનરૂપ ક્રિયાથી વિરહિત ઘટ આદિમાં ઘટ આદિ શબ્દવાચ્યત્વના ખંડનનો અભિપ્રાય.” વિવેચન – સ્વ(શબ્દ)ની વ્યુત્પત્તિમાં નિમિત્તભૂત ક્રિયાથી વિશિષ્ટ વસ્તુ, શબ્દથી વાચ્યરૂપે માનનારો પણ પરામર્શ, તેનાથી વિરહિત તે વસ્તુને અવારૂપે તિરસ્કાર કરે છે પરંતુ ઉપેક્ષા કરતો નથી. તે “એવંભૂતનયાભાસ' છે. ૦ વ્યુત્પત્તિનિમિત્તમાં જ પ્રવૃત્તિનિમિત્તપણું છે, આવો આ નયનો મત છે. એમ બતાવવા માટે પ્રવૃત્તિનિમિત્ત' એમ કહેલ છે. દષ્ટાન્તને કહે છે કે-“1'તિ . ૦ એ પ્રમાણે દ્રવ્ય માત્રનું ગ્રહણ કરનારો, પર્યાયનો તિરસ્કાર કરનારી દ્રવ્યાર્થિકનયાભાસ.” ૦ પર્યાય માત્રને ગ્રહણ કરનારો, દ્રવ્યનો તિરસ્કાર કરનારો પર્યાયાર્થિકાભાસ.” ૦ અર્થને કહેનારો, શબ્દનો તિરસ્કર્તા “અર્થનયાભાસ.” ૦ શબ્દને કહેનારો, અર્થનો તિરસ્કર્તા “શબ્દનયાભાસ.' ૦ અર્પિતને કહેનારો, અનર્પિતનો તિરસ્કર્તા ‘અર્પિતનયાભાસે.” ૦ અનર્પિતને કહેનારો, અર્પિતનો તિરસ્કર્તા “અનર્મિતનયાભાસ.” ૦ લોકવ્યવહારને સ્વીકારનારો, તત્ત્વનો તિરસ્કર્તા “વ્યવહારાભાસ.” ૦ તત્ત્વને સ્વીકારનારો, વ્યવહારનો તિરસ્કર્તા “નિશ્ચયાભાસ.” ૦ જ્ઞાનને સ્વીકારનારો, ક્રિયાનો તિરસ્કર્તા “જ્ઞાનનયાભાસ.” 0 ક્રિયાને સ્વીકારનારો, જ્ઞાનનો તિરસ્કર્તા ક્રિયાનયાભાસ.” પૂર્વપક્ષ – જ્યારે એક એક ધર્મના સમર્થનમાં પરાયણ, બાકીના ધર્મનો તિરસ્કાર કરનારા અભિપ્રાયો દુર્નયતાને (નયાભાસપણાને) પામે છે, ત્યારે વચન પણ એક ધર્મના કથનદ્વારા પ્રવર્તતું સાવધારણ (સઘળું વાક્ય સાવધારણ-કાર આત્મક છે, એવો ન્યાય હોવાથી નિશ્ચય આત્મક છે.) હોઈ શેષ ધર્મનો તિરસ્કારકારી અસત્ય થાય છે અને તેથી અનન્ત ધર્મોથી વિશિષ્ટ વસ્તુ સંદર્શક જ વચન યથાવસ્થિત અર્થનું પ્રતિપાદક હોઈ સત્ય છે. પરંતુ આવી રીતે વચનની પ્રવૃત્તિ નથી, કેમ કે-આ ઘટ શુકલ છે, મૂર્ત છે, ઇત્યાદિ એક એક ધર્મના પ્રતિપાદનમાં પરાયણ હોઈ વ્યવહારમાં શબ્દના પ્રયોગનું દર્શન છે. સર્વ ધર્મોનું એકીસાથે કથન અશક્ય છે. તે સર્વ ધર્મોના વાચકશબ્દો અનન્ત છે. વળી એક ધર્મનું સંદર્શકપણું હોવા છતાં આ વચનો અસત્યરૂપે કહેવા માટે પાર પામી શકશે નહિ, કેમ કે સમસ્ત શાબ્દિક વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ છે અને શાબ્દિક વ્યવહારનું અસત્યપણું થતાં પ્રવૃત્તિની અસિદ્ધિ છે. ઉત્તરપક્ષ – વસ્તુના પ્રતિપાદકો-(૧) લૌકિક અને (૨) તત્ત્વચિંતકરૂપે બે પ્રકારના છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy