SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय भाग / सूत्र - १५, नवमः किरणे ४५९ ચક્ષુ વગેરે પોતાના અર્થને જણાવે છે, આ ઇન્દ્રિયજન્ય અર્થશાન અસ્તને પામે છે. કેમ કે-તેના નામસ્મરણ આદિનો અસંભવ છે. તે આ પ્રમાણેઃ-જે અર્થમાં પહેલાં શબ્દજ્ઞાન હતું. ફરીથી તે અર્થના દર્શનમાં તેમાં સંકેતિત શબ્દનું સ્મરણ થાય ! આ પ્રમાણે યુક્તિયુક્ત છે. અન્યથા, અતિપ્રસંગ થાય ! ૦ જો શબ્દ વગરના અર્થને પ્રમાતા જોતો નથી, તો ત્યાં જોયેલાને, શબ્દને પણ યાદ ન કરે ! અને શબ્દવિશેષનું સ્મરણ નહિ કરતો, ત્યાં શબ્દવિશેષનું યોજન કરે નહિ અને ત્યાં શબ્દવિશેષનું યોજન નહિ કરતો, તેથી વિશિષ્ટ અર્થની પ્રતીતિ કરી શકતો નથી. માટે આખા જગતનું અંધપણું આવેલું જાણવું. ૦ તેથી સ્વના અભિધાનશબ્દથી રહિત વિષયનું વિષયીભૂત ચક્ષુ આદિ પ્રત્યય પ્રત્યે સ્વત એવ (વિષયરૂપે જ) ઉપયોગીપણું સિદ્ધ છે, પરંતુ તેના અર્થના સંબંધથી રહિત તે વિષયના શબ્દોનું ઉપયોગીપણું નથી, કેમ કે-પરંપરાએ પણ સામર્થ્યનો અસંભવ છે. ૦ શબ્દનય તો માને છે કે-કારણભૂત પણ વિષયનું પ્રતિપત્તિ પ્રત્યે પ્રમેયપણું યુક્ત નથી જ, કે જ્યાં સુધી અધ્યવસાય ન થાય ત્યાં સુધી. તે પણ અધ્યવસાય જો વિકલ્પરૂપ છે, તો તે વિકલ્પ તેના નામની સ્મૃતિ સિવાય ઉત્પન્ન થઈ શકતો નથી. આમ સર્વ વ્યવહારોમાં શબ્દનો સંબંધ પ્રધાન કારણ છે. ૦ તે શબ્દ સંબંધકૃત અધ્યવસાયરૂપ લક્ષણથી રહિત પ્રત્યક્ષમાં પણ બાહ્ય કે અંદર પ્રતિક્ષણ પરિણામની પ્રતિપત્તિમાં જેમ પ્રમાણતાની અનુપપત્તિ છે, કેમ કે-પ્રમાણો અવિસંવાદરૂપ લક્ષણવાળા છે. પ્રતિક્ષણ પરિણામના ગ્રહણમાં પણ તેના (પ્રતિક્ષણ પરિણામ પ્રતિપત્તિના) પ્રામાણ્યના સ્વીકારમાં બીજા પ્રમાણની પ્રવૃત્તિમાં કરાતો પ્રયત્ન નિરર્થક થાય ! ૦ તેથી પ્રમાણની વ્યવસ્થાનું કારણ તેના નામના સ્મરણના વ્યવસાય(નિશ્ચય)ના યોજનવાળા અર્થના પ્રાધાન્યનું ખંડન થાય છે, માટે શબ્દ જ સઘળા પ્રમાણ આદિના વ્યવહારમાં પ્રધાન કારણ છે. શંકા – નૈગમ આદિ સાત નયોનું પ્રરૂપણ યુક્ત નથી, કેમ કે-તે સાય નયોથી અધિક અર્પિતનય અને અનર્પિતનય, નિશ્ચયનય અને વ્યવહારનય તેમજ જ્ઞાનનય અને ક્રિયાનયની વિદ્યમાનતા છે ને ? સમાધાન – અર્પિતનય વિશેષગ્રાહી છે. (અર્પિત એટલે વિશેષ અને તેને ગ્રહણ કરનારા, સામાન્યવિશેષ આત્મક વસ્તુમાં કહેલા નયોમાં જે વિશેષગ્રાહી છે, તે અર્પિતનયો કહેવાય છે.) અર્થાત્ વિશેષના ગ્રહણની અપેક્ષાએ અર્પિતનય છે. અનર્પિતનય સામાન્યગ્રાહી છે. અનર્પિત વિશેષિત સામાન્યને ગ્રહણ કરનારા, જેઓ સામાન્યને જ પ્રધાનપણે ગ્રહણ કરે છે, તે નયો ‘અનર્પિતનયો’ તરીકે કહેવાય છે, અર્થાત્ સામાન્યના ગ્રહણની અપેક્ષાએ ‘અનર્પિતનય' કહેવાય છે. આ બંને નયોનો અંતર્ભાવ કહેલા સાત નયોમાં થાય છે. (આ કથનથી સામાન્ય માત્ર ગ્રાહી સંગ્રહનય ‘અનર્પિતનય છે અને નૈગમનય, સામાન્ય અંશને ગ્રહણ કરનારો ‘અનર્પિતનય' વિશેષને અવગાહતો ‘અર્પિતનય’ છે. વ્યવહાર વગેરે તો વિશેષ માત્ર ગ્રાહી હોઈ ‘અર્પિતનય’ જ છે. અર્પિતનય અને અનર્પિતનય સમય (સિદ્ધાન્ત) પ્રસિદ્ધ જ સમજવાનાં છે, એમ વિવેક કરવો.) અર્પિત-અનર્પિતનયના વિભાગનું ફળ દર્શાવે છે કે ‘ત્યાં અનર્પિતનયમતમાં સર્વ સિદ્ધભગવંતોનું તુલ્ય જ રૂપ છે.’ (આમ તેમાં સિદ્ધત્વ સાધારણ ધર્મ છે. તે સઘળાય સિદ્ધોમાં અવિશિષ્ટ છે, માટે સર્વ સિદ્ધોનું તુલ્ય રૂપપણું છે.)
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy