SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे ४५८ गमपराः क्रियानयाः, तत्रर्जुसूत्रादयश्चत्वारो नयाश्चारित्रलक्षणाया: क्रियाया एव प्राधान्यमभ्युपगच्छन्ति, तस्या एव मोक्षं प्रत्यव्यवहितकारणत्वात् । नैगमसङ्ग्रहव्यवहारास्तु यद्यपि चारित्रश्रुतसम्यक्त्वानां त्रयाणामपि मोक्षकारणत्वमिच्छन्ति तथापि व्यस्तानामेव नतु समस्तानाम्, एतन्मते ज्ञानादित्रयादेव मोक्ष इत्यनियमात्, अन्यथा नयत्वहानिप्रसङ्गात् समुदायवादस्य स्थितपक्षत्वादिति द्रष्टव्यम् ॥ આ સાત પ્રકારવાળા નયોમાં કોણ કોણ અર્થપ્રધાન નયો છે અને કોણ કોણ શબ્દપ્રધાન નયો છે ? આવી આશંકામાં કહે છે કે અર્થપ્રધાન અને શબ્દપ્રધાન નયોનું સ્વરૂપ ભાવાર્થ – “તે સાત નયોમાં પહેલાંના ચાર નયો અર્થનયો છે, કેમ કે-અર્થની પ્રધાનતાવાળા છે. - છેલ્લાના ત્રણ નયો શબ્દનયો છે, કેમ કે-શબ્દથી વાચ્ય અર્થના વિષયવાળા છે.” - વિવેચન – અર્થને તંત્ર (આધીન) હોવાથી નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રરૂપ ચાર નયો ‘અર્થનયો' કહેવાય છે. ૦ ખરેખર, ઋજુસૂત્ર સુધીના નયો પ્રધાનરૂપે અર્થને અને શબ્દને ગૌણરૂપે માન છે. છેલ્લા એટલે શબ્દ-સમભિરૂઢ-એવંભૂતરૂપ ત્રણ નયો અર્થને ગૌણરૂપે અને શબ્દને મુખ્યરૂપે માનનારા હોવાથી ‘શબ્દનય’ કહેવાય છે. ૦ અહીં આ પ્રમાણે અર્થનયનું તાત્પર્ય સમજવાનું છે કે–જો કે પ્રમાણ અને પ્રમેયનું (જ્ઞાન અને જ્ઞેયનું) મૂળ કારણ સામાન્ય નથી, શબ્દ અને અર્થ હોય છે. તો પણ સાક્ષાત્ (અવ્યવહિત) કે પરંપરાથી (વ્યવહિતરૂપે) પ્રમાણનું કારણ જ પોતાના આકારનું અર્પણ કરનારો વિષય (શેય) છે, શબ્દ નથી. કહ્યું છે કે-‘અનુકૃત અન્વય અને વ્યતિરેક વગરનું કારણ નથી, અકારણ વિષય નથી.' તે આકારના અનુસંધાનવાળી અને તે આકારના નિશ્ચયદ્વારા ત્યાં અવિસંવાદ હોવાથી સંવિત્ (જ્ઞાન) પ્રમાણપણાએ કહેવાય છે. ૦ અને પ્રત્યક્ષજ્ઞાન શબ્દ વગરના અર્થને આત્મામાં ધારણ કરે છે (જાણે છે), કેમ કે-અન્યથા, અર્થદર્શન(પ્રત્યક્ષ)ની પ્રચ્યુતિ(ભંગ)નો પ્રસંગ આવે છે. ૦ ખરેખર, પ્રત્યક્ષના વિષયભૂત અર્થમાં શબ્દો નથી. અથવા તે શબ્દ આત્મક અર્થો નથી, કે જેથી તે અર્થ પ્રતિભા સમાન થયે છતે તે શબ્દો પ્રતિજ્ઞા સમાન થાય ! માટે કેવી રીતે શબ્દસંસ્પર્શી પ્રત્યક્ષજ્ઞાન થઈ શકે ? ૦ વળી વસ્તુનું સંનિધાન હોવા છતાં, તેના નામના (શબ્દના) સ્મરણ વગર તેના અર્થની અનુપલબ્ધિ માન્યે છતે, ‘અર્થનું સંનિધાન ઇન્દ્રિય પ્રત્યક્ષની ઉત્પત્તિ પ્રત્યે અસમર્થ છે.’ આ પ્રમાણે અભિધાન(શબ્દ)ની સ્મૃતિમાં ક્ષીણ શક્તિવાળું હોવાથી કદાચિત્ પણ ઇન્દ્રિયજન્ય બુદ્ધિને પેદા કરી શકતું નથી, કેમ કેસન્નિધાનમાં વિશેષ નથી. જો આપનો આ આગ્રહ છે કે-પોતાના શબ્દના વિશેષણની અપેક્ષા રાખીને જ
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy