SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १०, नवमः किरणे ४४१ વિવેચન – ઋજુ એટલે સરળ અને સૂત્ર એટલે કરે છે-જણાવે છે-સ્વીકારે છે. આ પ્રમાણે ઋજુસૂત્રની વ્યુત્પત્તિ છે. અતીત અને અનાગતપર્યાયનો વિનાશ અને અનુત્પત્તિથી, અભાવથી, તે અતીતઅનાગતપર્યાયના સ્વીકારમાં કુટિલતા છે, તેથી તે કુટિલતાના પરિહારથી પરોપકારપરાયણ વર્તમાનકાલીન પર્યાયનું પ્રરૂપણ જ અકુટિલ પ્રરૂપણ છે. આવો ઋજુસત્ર શબ્દનો ભાવ છે. એ જ વસ્તુને કહે છે કે- દ્રવ્ય જળકૃત્યે'તિ . આ વિશેષણ નયપણાની રક્ષા માટે છે. આ ઋજુસૂત્રના મતમાં ભાવત્વ, વર્તમાનત્વ વ્યાપ્ય છે. તે આ પ્રમાણે-અતીત વિનષ્ટ હોવાથી, અનાગત અલબ્ધ આત્મલાભવાળો હોવાથી, ખરવિષાણ આદિ અસતુથી વિશિષ્ટ નહિ હોવાથી, સકળ શક્તિથી વિકલરૂપ હોઈ, અWક્રિયા કરવામાં અસમર્થ હોઈ અતીતઅનાગતપર્યાય અવસ્તુ છે. વર્તમાન ક્ષણકાલીન પર્યાયનું સકળ અર્થક્રિયામાં ઉપયોગીપણું હોઈ તે વર્તમાન પર્યાય જ પારમાર્થિક (સ) વસ્તુ છે. (ખરેખર, જેમ વ્યવહારનય વ્યવહારને અનુકૂળ નહિ હોવાથી સામાન્યને સહન કરતો નથી, તેમ ઋજુસૂત્રનય પણ અતીત અને અનાગતપર્યાયને પરકીય હોવાથી સહન કરતો નથી. તથાવિધ અર્થવાચક શબ્દને તથાવિધ અર્થવિષયક જ્ઞાનને સહન કરતો નથી. સ્વદેશ-કાળમાં જ સત્તાનો વિશ્રામ છે. તથાચ વર્તમાનકાલીન વસ્તુ અને તે વસ્તુનું આત્મીયરૂપ જે છે, તે બંને જ ઋજુસૂત્રનયને અભિમત છે.) તથાચ શબ્દ આદિથી અભિમત વિશેષના અપક્ષપાતી વર્તમાનત્વ માત્ર વ્યાપ્ત ભાવવિષયક અભિપ્રાય ઋજુસૂત્ર કહેવાય છે, એવો ભાવાર્થ છે. શબ્દ આદિ નયોમાં વ્યભિચાર અતિવ્યાપ્તિના વારણ માટે “શબ્દ આદિ અભિમત વિશેષા પક્ષપાતિ' આવું પદ છે. આ ઋજુસૂત્રનયમાં દ્રવ્યનું ગૌણપણું અને વર્તમાન પર્યાયનું પ્રધાનપણું છે. વર્તમાન પર્યાયમાં જ સંકેત, અક્રિયા આદિનો સંભવ છે. ૦ એક અવસ્થાવાળા દ્રવ્યમાં ભિન્ન અવસ્થાના સંબંધનો અભાવ છે, કેમ કે-ભિન્ન કાળવર્તી બે પર્યાયોના આધારભૂત પદાર્થનો અભાવ છે. કેમ કે-સિદ્ધ અવસ્થા અને સાધ્ય અવસ્થાનો એક આધારમાં વિરોધ છે. (અભાવ છે.) જેમ “ઘાસને અગ્નિ બાળતો નથી-ઘડો ભેદતો નથી-“અસંયત સાધુ બનતો નથી'-“અસિદ્ધ ભવ્ય સિદ્ધ થતો નથી,' ઇત્યાદિમાં દહન આદિ ક્રિયાના કાળમાં જ દહન આદિનો સમાપ્તિકાળ છે. એથી તે વદ્વિઅવસ્થાથી વિલક્ષણ એવી પલાલ આદિ અવસ્થાવાળાની સાથે દહન આદિ ક્રિયાનો અન્વય (સંબંધ) યુક્ત નથી : કેમ કે-દહ્યમાન (બળતા) આદિમાં દગ્ધ(બળવા)પણા આદિનો અવ્યભિચાર છે. એથી જ આ નિષેધ આત્મક વ્યવહારો ઉપપત્તિવાળા થાય છે. વિધિરૂપ વ્યવહારો તો પલાલ વગરનો બળે છે?-ઘટથી જુદો ભેદાય છે –“સંયત સાધુ બને છે-“સિદ્ધ સિદ્ધ થાય છે, એવા પ્રકારના વિધિરૂપ વ્યવહારો છે. શંકા – આ ઋજુસૂત્રનયમાં કરેલાને કરવાની અસમાપ્તિ નામક દોષ લાગશે જ ને? કેમ કે-સિદ્ધમાં પણ સાધ્યમાનપણાના સ્વીકારમાં કરવાના વ્યાપારના વિરામનો અભાવ છે ને? સમાધાન – કાર્યનું ઉત્પાદન કરી ક્રિયાના વિરામથી તે કૃતકરણની સમાપ્તિ છે. શંકા - જેવા વ્યાપારથી વિશિષ્ટ દંડ આદિનું ઘટની ઉત્પત્તિથી અવ્યવહિત પૂર્વવૃત્તિત્વ છે, તેવા વ્યાપારથી વિશિષ્ટ તેનું ઉત્પત્તિ પછી પણ સત્ત્વ હોય છતે તે ઘટની ઉત્પત્તિનો પ્રસંગ આવશે ને? સમાધાન – તે વખતે-ઘટોત્પત્તિના કાળમાં ઘટોત્પત્તિને અનુકૂળ સૂક્ષ્મ ક્રિયાના અભાવની કલ્પનાથી ઘટોત્પત્તિના પ્રસંગનું નિવારણ છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy